________________
૩૪૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૯-૫-૩૩
અંતરનાદની મોરલીએ નાચનારાઓનું મંતવ્ય તો ‘આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા’ એ છે એટલે તેઓને પરિવર્તન પણ પ્રલયનાં ગમે છે' પરભવ, નર્કાદિ દુર્ગતિ વિગેરે આવાઓ માનવા તૈયાર નથી પણ આ લોકમાંયે સંયોગનો વિયોગ, આધિ, વ્યાધિ, ઉપાધિ, ત્રાસ, છેલ્લે મરણ તો પ્રત્યક્ષ છે ને !
જેનો જન્મ તેનું મરણ પણ મરણ પછી જન્મ એ નિશ્ચિત જ નથી. કારણ જ્યારે જડ જીવનનો સર્વથા નાશ થાય, અને જીવ જીવન સર્વથા પ્રાપ્ત થાય ત્યાર પછી મરણ નથી. મુકિતને પ્રાપ્ત થયેલા આત્માને ફરી અવતરવું પડે એવી માન્યતા જૈનદર્શનમાં નથી.
જેમ દરેક જમાનામાં સોનું તે સોનું અને પિત્તળ તે પિત્તળ, હીરો તે હીરો અને કાચ તે કાચ, કાંદો તે કાંદો અને કસ્તુરી તે કસ્તુરી, અમૃત તે અમૃત અને વિષ તે વિષ છે; તેમ જમાનામાત્રમાં ધર્મ તે ધર્મ જ છે અને અધર્મ તે અધર્મ જ છે. સત્ય તથા અસત્યના સ્વરૂપને જમાનાની અસર નથી.
“સાચને ને જુઠને નથીરે જમાનાની અસર” પોતાની નિર્બળતાનો આરોપ જમાનાના શિરે ઢોળવો હરગીજ ઉચિત નથી; આવાઓને એ જ સાક્ષર ઉપદેશે છે કેડગીમગી જઈ મૂરખ માનવ આકીન મૂકતા ચપટી ચણે રાચી અમૃત પાન ફુંકતા.
ધર્મના ભોગે અર્થ કામની સિદ્ધિ સાધવામાં પાગલ બનેલાઓની નજરે આ બધું દેખાય
ક્યાંથી ?
જો જમાનાની પાછળ ઘસડાવું હોય તો તો ન્યાય્યાત્ પંથઃ પ્રવિવૃત્તિ પર્વ ન થીરા: વિગેરે સૂત્રોનાં અસ્તિત્વ જ ન હોત. આવેલી આફતોમાં પણ અડગ રહી ધર્મ-સંરક્ષણ મહાપુરુષોનાં જ દરેક જમાને યશોગાન ગાયાં છે. ઈતિહાસમાં સુવર્ણાક્ષરે તેઓનાં જીવન લખાયાં છે. જો સગવડીયા રીતિએ ચાલવું એ જ ધર્મ મનાય તો પછી નીતિ, ન્યાય, ધર્મ, કાનુન, કાયદા વિગેરેની જરૂર રહી ક્યાં ? અને ખરેખર ? કેવળ નિરં- બનવા ઈચ્છતા જમાનાવાદીઓને આ બધું જોઇતું પણ નથી. તેઓ વાતવાતમાં દરેક દરેક ઉલ્કાપાતના પ્રારંભમાં જમાનાને આગળ ધરે છે પણ જમાનોયે એવો માથાનો છે કે એ નાલાયકોના દોષ પોતાના શિરે એક પણ ક્ષણ નીભાવી લેવાની ઉદારતા બતાવતો નથી. જમાનો તો ઊલટો એવા દંભીઓને હડધૂત કરી તેમની પૂરી ફજેતી લૂંટાવે છે.
ખરેખરે ! આવાઓને અવળું સૂઝે એમાં નવાઈ શી ? પ્રલય-પંથે જ પ્રયાણ કરવા ઇચ્છનારાઓને પુનિતપંથની પ્રણાલિકાઓ ન જ રૂચે ! અને તેથીજ તેઓ સત્ તત્ત્વો, સત્સંગ વિગેરે