________________
૩૪૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૯-૫-૩૩
,
,
,
,
,
,
પરમતારક શાસ્ત્ર વિકાલાબાધિત હોય છે પણ કેટલાક બિચારા કમનસીબોને જ્ઞાનીના કેવલજ્ઞાનમાં જ શંકા હોય ત્યાં થાય શું? અસાધ્ય વ્યાધિગ્રસ્ત દર્દી માટે ધનવંતરી પણ હાથ જ ખંખેરે છે !
શાસ્ત્રને અભરાઈએ મૂકવાની અથવા ભસ્મીભૂત કરવાની ઉશ્રુંખલ વાતો કરનારાઓ એવા પાજી હોય છે કે “શાસ્ત્ર માનીએ છીએ' એમ કહેવાની બાજી બિછાવતાં પણ અચકાતાં નથી. ભેદ નીતિએ શાસ્ત્રને શસ્ત્ર બનાવી તેનો કાતિલ ઉપયોગ ઇરાદાપૂર્વક કરવામાં લેશ પણ આંચકો ખાતા નથી, ઘણી વખત તેઓ કહે છે કે- “શાસ્ત્ર પણ દ્રવ્ય, ક્ષેત્રકાલ અને ભાવ જોવાનું કહે છે” પણ બાપુ! જરા ધીરો ! ઉછળતા લોહીને ખાળીને જરા ધીરો થા ! કબુલ છે ! એ વાતની ના કહી કોણે ? શાસ્ત્ર રચનાર સર્વજ્ઞ હતા, શાસ્ત્રાજ્ઞાનીઓ તે શાસ્ત્રો દ્રવ્યકાળ ભાવની રીતિ ને અનુલક્ષીને રચાયેલા છે એટલું સમજવાની સામાન્ય બુદ્ધિ (Common sense) પણ આ જાગતા જમાનામાં પણ નબળી સાંપડી એ કમનસીબનો દોષ દેવો કોને ! આત્મકલ્યાણ સાચવીને અર્થાત
"ધનાર્થે એટલે કે સાચી પ્રગતિ અર્થે એકે વાતની ના નથી પણ વસ્તુના વિનાશ માટે કુચકદમ કરતા દા નાઓની પાછળ એક પગલું પણ ભરવાની મના છે. બેશક ! સામર્થ્ય હોય તો તેઓના જ ભલા માટે હાને પણ રોકવાની ખાસ આશા છે.
કેવળ જડવાદનું ડીંડીમ વગાડનારા તેઓ ડગલે ને પગલે ધર્મ, ધર્માનુષ્ઠાન, તીર્થ, સાધુ, દીક્ષા વિગેરે પરત્વે જ આક્રમણ કરે છે. ધર્મીઓને સત્સંગથી ખસેડવા ધર્મ પ્રવચનો અટકાવવા, સસાહિત્ય સંહારવા, અસત્ સાહિત્ય પ્રચારના આવાઓ આકાશ પાતાળ એક કરે છે. પોતાના જેવી જમાત વધારવાના તેઓના મનોરથ તેમની પાસે આ બધા નાચરંગ કરાવે છે. જમાનાના નામે તેઓ જે કહે છે તે એ જ છે કે “બસ ! અમારી સ્વચ્છંદતા માટે ચૂપ થઈ જાઓ ! ફાવે તેમ નાચવા ઘો કૂદવા ઘો, તેમાં તમે તાલીઓ પાડો, અમે કહીએ તે માનો અને તેમ વર્તે તો જ જમાનો ઓળખ્યો કહેવાશે, ઉખલતાથી ભરેલા આ બિચારાઓ પોતાનું તે જ સારું માને છે પણ સારું તે પોતાનું માને તો કોઈ વાંધો છે? એક સાક્ષર કહે છે કે| મારું તે સારું માને મૂરખજન, સારું પોતાનું સમજે પંડિતજન
એ યાદ રહેવું જોઈએ કે અનાચાર આચરવાનું, અભક્ષ્ય ભક્ષણ કરવાનું, અપેય પીવાનું, અગમ્ય ગમન કરવાનું જમાનો કદી પણ કહેતો નથી. જમાનાવાદીઓ કહે છે કે જમાનો પરિવર્તનનો છે ! વાત સાવ સાચી છે પણ પળે પળે જમાનામાં થતાં પરિવર્તનો તેઓની કાચી (નાદાન) બુદ્ધિમાં દેખાય છે ક્યાં? માટે તે શાસ્ત્ર ફરમાવે છે કે પદાર્થ માત્ર પરિવર્તનશીલ છે, અને તેથી આત્માએ પૌદ્ગલિક પદાર્થોમાં નહિ મુઝાતાં, સવેળા પોતાનું સાચું સ્વરૂપ સંપ્રાપ્ત કરવા પ્રયત્નશીલ થવું. આંધળા