________________
૩૩૯
શ્રી સિદ્ધચક્ર
તા.૯-૫-૩૩
અને સંસાર ! સંસારનું થાય શું? ભલા ! સંસારથી નાસનારાને શૂરવીર કહ્યા કોણે? સંસારમાં રહો અને સંસારને જ સ્વર્ગ બનાવો ! આજે વાતચીતમાં બાધા અપાય ! એ બાધાના બખેડા શા ? તેમાં પણ વાતવાતમાં જેને તેને બ્રહ્મચર્યની બાધા ! જૈનોની વસ્તી વધે શી રીતે? વળી બ્રહ્મચર્ય એટલે શું? અરરર! એ તો કુદરત સામે બળવો ! બેશક ! જમાનો બળવાખોર ખરો ! નવસૃષ્ટિ સર્જકોએ બળવાખોર થઈને પણ જાની સૃષ્ટિ (જાની પ્રણાલિકા)નો નાશ કરવો જ ઘટે, તીર્થકરો પણ બળવાખોર જ હતા ને! પણ અરરર ! બધેય બળવો પણ કુદરત સામે બળવો? થાય? વળી, દયાધર્મની વાતો કરનારાઓ, પોસામાં પગલે પગલે પુજનારાઓને પેલી બિચારી વિધવાઓની દયા કેમ નથી આવતી ? ફરજીયાત બ્રહ્મચર્ય પળાવવાના જમાના ગયા ! પુનર્લગ્ન તો મહા પુણ્ય છે. જમાનો ઓળખો જરા ! વિધવાઓને સુખી કરો, પુનર્લગ્ન-
વતર લગ્નનાં દ્વાર ખુલ્લા મૂકો, દીક્ષાનાં દ્વાર બંધ કરો-નાબૂદ કરો, ન માનનારા સાધુઓની સાનભાન ઠેકાણે લાવો ! જે જમાનામાં ઐકયની આવશ્યકતા છે ત્યાં વળી તીર્થના ઝઘડા શા ? એવાં તીર્થો તો અનેક ઉત્પન્ન કરીશું ! તીર્થ માટે દ્રવ્યના ધોધ ! છે કે નહિ કોઈ પૂછનાર ? હવેના નૂતન લોહીવાળા યુવકો આ સહી શકે શી રીતે ? અને અસ્પૃશ્યતા ? એ વળી ક્યું ભૂત ? ઊંચનીચના ભેદ શા? જમાનો સમાનવાદનો છે; ન જોઈએ, ન જોઇએ, જ્ઞાતિબંધન, ધર્મબંધન; ટુંકામાં બંધન શા માટે ? વાવ વાવય પ્રમાણમ્ ના જમાના ગયા ! હવે તો સ્ત્રી સ્વાતંત્ર્યની સદી છે. વાવા નું સ્થાન વીવી અને પછી લેવી (Baby) એ લીધું છે. આવી અનેક પ્રકારની વાણીએ વિષમય વાતાવરણને જન્મ આપ્યો છે. વીવો વાક્ય તરફ અવગણના કરવી એ ભયંકર પાતક છે ! બસ ! ઓળખો! જમાનો ઓળખો ! જમાનો શું કહે છે તે જરા સમજો !!
જમાનો ઓળખાવવા ઊતરી પડેલાઓના ઢંગધડા વગરના ચિત્રવિચિત્ર બકવાદોમાંથી આ તો નજીવી વાનગી (નમુનો) છે. નમુનાના આધારે માલ ઓળખી શકાય તેમ છે. નીકળતા સુર તાલને ઓળખાવી શકે છે. અધમમાં અધમ મનોવૃત્તિ અને ભયંકર ફૂટ ભેદી પ્રવૃત્તિઓ માટે પંકાઈ ગયેલા (Certified) ખરેખર તેઓ જમાનો ઓળખાવવામાં પોતાની જાતને પણ સાથે સાથે ઓળખાવવાનો મહાન પરોપકાર કરે છે. માટે જ કહીએ છીએ કે, ઓળખો ! બરાબર ઓળખો !! જમાનાને તથા જમાનો ઓળખાવનારાને એટલે કે જમાનાના નામે યથેચ્છ બોલનારાઓને બરાબર ઓળખો !!
વાતવાતમાં પોતાની જાતે બની બેઠેલા જમાનાના એ વિલક્ષણ વકીલો, “જમાનો આમ કહે છે. જમાનો તેમ કહે છે એ રીતિએ બોલવાની કળામાં પાવરધા છે. શાસ્ત્રના રચનારાઓને જમાનાથી અજ્ઞાત માનનારા આ બુદ્ધિના બારદાનો બીજાઓને બળાત્કારે તેમ મનાવવાની ભયંકર ધૃષ્ટતા આચરે છે. ઘાતિકર્મક્ષય થવાથી જેમને કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત થયું છે તેવા સર્વજ્ઞ દેવની વાણીરૂપ