________________
૩૩૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૯-૫-૩૩ જમાનાવાદીઓની બુલંદ બાંગ!
“બસ ! જમાનો ઓળખો! હવે જાગજાની વાતો નહિ ચાલે ! જમાનો આગળ વધે છે! જમાનાની સાથે કૂચ નહિ કરનારાઓ કચરાઈ જશે ! આખું જગત કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે ત્યારે ધર્મની વાત વાતોથી, એ જરીપુરાણ, ગપગોળાઓથી ભરેલા અને જેમાં કેવળ વૈરાગ્યનીજ વાયડી વાતો ભરી છે તેવા શાસ્ત્રના થોથાં પોથાં પર આધાર રાખી આંધળાં, લૂલા, પાંગળા, હુંઠા બનવું એ શું ઉચિત છે ? હજારો વર્ષ પહેલાંના રચાયેલાં શાસ્ત્રો આ જમાનામાં શી રીતે બંધ બેસતા થઈ શકે ? અંધશ્રદ્ધાની પણ હદ હોય છે ! આવી અંધશ્રદ્ધા ? તેને તિલાંજલિ આપો. આ જમાનો તો બુદ્ધિવાદનો છે, અંતરનાદનો છે? જે વાત બુદ્ધિમાં ન બેસ, જે વાત અંતરમાં ન પેસે તે માનવાની મૂર્ખતા આ વીસમી સદીના જાગતી જ્યોતના જમાનામાં ક્ષણભર પણ નહિ નભે ! કાટ ખાધેલાં એ શાસ્ત્રો હવે અભરાઈએ ચઢાવો. હવે તો નવસર્જન થાય છે. “જાનું એટલું સોનું' એમ કહેનારાઓ તો ઘેલા છે ઘેલા ! ! ! જુના બંધારણો, રીતરિવાજો, પોથાં થોથાંઓ ભસ્મીભૂત કરો ! સ્વતંત્રતાના જમાનામાં પરતંત્રતા શી રીતે પડાવે ? “જી હા ના જમાના ગયા ! આ તો વિજ્ઞાનનો જમાનો છે વિજ્ઞાનનો ! કેવળજ્ઞાન કોણે જોયું? જો એ સાચું હોય તો કેવળજ્ઞાનીએ આજના એરોપ્લેન, ઇલેકિટ્રક વિગેરેનું વર્ણન કેમ ન કર્યું? જુઓ આજની દુનિયા અખતરાઓથી નવી નવી શોધો કરે છે ! ગયો વખત મળતો નથી. આવા ગોલ્ડન ટાઈમ (સોનેરી સમય)ને પ્રગતિ કરવામાં કે જનસેવામાં ન રોકતાં એ પૂજા, એ સામાયિક, એ પ્રતિક્રમણ, પારણે લાડવા ખાવા માટે થતા એ પૌષધ વિગેરેમાં ક્યાં સુધી રોકશો ? એ કોરી ક્રિયાઓમાં ધર્મ કહ્યો કોણે? આજે લાખો લોકો બેકાર છે ત્યારે શું અનુષ્ઠાનોનાં નામો દ્રવ્યનો ધુમાડો કરવાનું ચાલુ રાખશો ? અને દેવમંદિરોમાં પડેલી મિલકત શા કામની છે ? એ મિલકત મૂકનાર પણ મનુષ્યો છે. એ મિલકત માનવદેવો માટે કામ ન આવે તો શા કામની ? દયા; અહિંસા રહ્યા ક્યાં ? સાચા દેવ તો મનુષ્યો છે જે પ્રત્યક્ષ દેખાય છે. એ દેવને મૂકીને કલ્પિત દેવની પૂજા ક્યાં સુધી કરશો? ગુરૂ એટલે ? બસ ! એ વેષધારીઓનું નામ નહિ લ્યો ! લોકોનાં છોકરાંને નસાડનાર, ભગાડનાર તેઓ માટે તો જેલના સળીઆ જ યોગ્ય છે. શ્રાવકનું ખાવું, પીવું, તેઓનાં પર જીવન નિભાવવું છતાં જેઓ સમાજસેવામાં ફાળો ન આપે તેઓ ગુરુ શાના? અને ધર્મ કે જે જાને ચીલે ચાલવું એનું નામ ધર્મ નથી ! ધર્મ એ તો મનુષ્ય કરેલી કલ્પના છે. દેવમંદિરોના હારદોર ખડકલા ક્યાં સુધી ખડકશો? કલાવિહીન મૂર્તિઓની સંખ્યા ક્યાં સુધી વધારશો ? કેટલું કહેવું? જમાનાનું કાંઈ ભાન છે ? જમાનો
ક્યાં છે અને તમે ક્યાં છો ? વીસમી સદીમાં ચૌદમી સદીના જીવન ના જીવાય ! વળી દીક્ષા ! દીક્ષા સાચી પણ એ જમાના ગયા ! દીક્ષા પીળાં કપડામાં નથી પણ જનસેવામાં છે ! સ્વર્ગ, મોક્ષ વિગેરેનાં પ્રલોભનથી કાચી વયનાને મૂડી નાખનારાઓ, પરણેલાને પણ પીળાં પહેરાવી દેનારાઓ અને તેમ કરી કંઈના સંસારનું સત્યાનાશ વાળનારા પઠાણોને કયાં સુધી પોષશો? આમ તો સમાજ નભે શી રીતે?