________________
જૈન સમાજમાં ચાલી રહેલા મતભેદો દૂર થાય તેવી રીતની જરૂરીયાત કોણ નહીં સ્વીકારે? પણ જરૂરીયાતની સાથે જ પ્રભુ મહાવીરના અમોઘ સિદ્ધાંતને માન આપવાનું શ્રી. સંઘની દરેક વ્યક્તિના હૃદયમાં હોવું જ જોઇએ. અમે એમ કહેવા જરૂર હિમ્મત કરીએ છીએ કે બહિષ્કાર કરેલી અને અમાન્ય થયેલી એવી કોઇ યુ0ની સંસ્થાએ દીક્ષા અને સત્તાના પ્રશ્નનો આગમાં કબુલ કરીને તેને આધારે જ તેનો નિકાલ લાવવા કબુલ કર્યો હોત તો વઢવાણથી પં. નો કરેલો પ્રયાસ સફળ થયો હોત અને મતભેદ અત્યાર સુધી રહ્યો પણ ન હોત. હજી પણ તે રસ્તે સમાધાન થવું અય નથી.
મતભેદને નિવારવાનો વ્યવહારિક ઉપાય ઉભયપક્ષે શાસ્ત્રાધારે નિર્ણય કરવો અને તે નિર્ણય કરવા માટે પ્રયત્ન કરતા સુધીમાં બન્ને પક્ષોએ ચાલુ રિવાજ પ્રમાણે વર્તવું અને કોઈ પણ પક્ષને
કોઈએ પણ પોતાના મત પ્રમાણે વર્તવા બળાત્કાર ન કરવો એ છે. ૩ છાપાઓ વિગેરેના પ્રચારથી અસત્ય અને અસભ્ય આક્ષેપો કરવામાં આવે છે તે બંધ થાય એટલે
બન્ને પક્ષોએ કોઈ કોઈને માટે અસત્ય કે અસભ્ય આક્ષેપ ભરેલાં લખાણો લખવાં નહિં ને સમાધાનીના જલદી પ્રયત્નો શરૂ કરવા, તો જૈન શાસનની હેલના દેખાય છે તે સ્ટેજે બંધ થાય. સાધુસંમેલન ભરવા માટે અત્યાર સુધીમાં શાસનપ્રેમીઓ તરફથી અનેક વખત પ્રયત્ન થયા છતાં વાતાવરણ કલુષિત હોવાથી તેની શક્યતા જણાતી નથી તો ઉપર મુજબનું વાતાવરણ થયે સાધુ સંમેલન માટે મુસીબત નડશે નહીં. કોન્ફરન્સ અને યુવકસંઘ હાલની ચાલુ ચર્ચાઓમાં ઊતરવાનું મોકુફ રાખે તો શાસન ઉપરના થતા આક્રમણના બચાવમાં શ્રી-દેશવિરતિ સમાજ તથા યંગમેન જૈન સોસાયટીને ઊભું રહેવું પડે છે તે પણ બંધ થાય એટલે આ ચારે સંસ્થાઓ સાધુ સંમેલન માટે કટીબદ્ધ થાય તો આચાર્ય શ્રી વિજયનેમીસૂરીશ્વરજી કે આચાર્ય શ્રી વિજ્યસિદ્ધિસૂરીશ્વરજી ખુશીથી સંમેલન ભરી શકે ને શાન્તિથી તે કાર્ય કરી શકે. શ્રી સિદ્ધચક્ર સાહિત્ય સમિતિ હંમેશાં શાસન જેવા બજાવવા તૈયાર છે, આ પત્રનો ઉદેશ વ્યક્તિરાગ કે પક્ષ પોષવાનો નથી. પણ શાસ્ત્રસિદ્ધાંત મુજબ સાચા જૈનતત્ત્વોનું રાગી આખું જગત બને એ જ આ સમિતિનું ધ્યેય છે. તો પછી જૈન સમાજમાં રહેલી વ્યક્તિ કોઈપણ પક્ષ કે ઝઘડાનો ભોગ ન થઈ પડે. ને વીતરાગ દેવનું શાસન આનંદભરી રીતે આરાધી શકે તેવી બાબતોમાં સહાય કરવા ખડે પગે તૈયાર હોય તેમાં નવાઈ નથી.
(જાગૃતિ પત્ર) તાકઃ-સમિતિ પર પૂછવામાં આવતા ટપાલ દ્વારાએ ખુલાસો પુછનાર ધણીને પરભારો જવાબ નહિ
આપતાં વાંચકના લાભની ખાતર અત્રે સમાલોચનાના વિભાગમાં અપાય છે....................તંત્રીઃ
૬
આ પાક્ષિક ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર સુરતમાં મોહનલાલ મગનલાલ બદામીએ તંત્રી શા, પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.