________________
વાલીના જન્મસિદ્ધ હક્ક પર ત્રાપ મારનાર
Mો મુસદો તe
ધાર્મિક કે અધાર્મિક, સામાજિક કે નૈતિક, આર્થિક કે શારીરિક કાર્યોમાં પોતાની માલ મિલકત સર્વથા વાપરવાને વાલી સ્વતંત્ર, સગીરનું દેશમાં, નાતજાતમાં અને સમાજમાં ભાવિ હિત જળવાય તે હેતુથી હરકોઈ હુન્નર ઉદ્યોગમાં સગીરોને જોડવાને વાલી સ્વતંત્ર, પરાયી લક્ષ્મીનો લ્હાવો લેવા સગીરોને દત્તક લેવરાવવામાં વાલી સ્વતંત્ર, દત્તક દીધા પછી કંઈક દત્તક થનારાઓની લક્ષ્મી ચાલી જાય અને સગીર ભીખ માંગતા થઈ જાય તેવું બને છતાં સગીરોને દત્તક દેવાના વિધાનમાં વાલી સ્વતંત્ર, લગ્નગ્રંથીના લહાવા લેવા માટે સગીર બાળક-બાલિકાના વિવાહ કરવામાં વાલી સ્વતંત્ર, સગીરોને હુકો, બીડી, દારૂ પીવરાવવામાં, રંડીબાજ બનાવવામાં અનેક વ્યસનો સેવરાવવામાં, જીવન મરણ જેવા સરઘસના પ્રસંગમાં તરવા માટે નદી-નાળા-તળાવ અને બાથરૂમોમાં મોકલાવવામાં, લોકરંજન માટે વાંસ ઉપર ચઢી મદારીઓ બનાવવામાં વાલી હરહંમેશ સ્વતંત્ર છે.
અર્થાત્ નાશવંત પદાર્થોમાં નિષ્ણાત થવા માટે વાલીઓ સગીરો માટે સર્વત્ર સર્વથા સ્વતંત્ર છે, પણ આજની ડાહી, શાણી સરકાર તરફથી બહાર પડતો ભયંકર મોગલાઈને પણ ભુલાવે તેવો મુસદો વાલીના જન્મસિદ્ધ હક પર ત્રાપ મારી સાચી સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે સર્વજ્ઞ સ્થાપિત સર્વવિરતી સંસ્થામાં સમર્પણ કરવા પુનિત પંથે ઉદ્યમી થયેલ વાલીઓ સર્વથા સર્વદા પરતંત્ર છે, એવું જાહેર કરી પરાધીનતાના પિંજરામાં પૂરવા પોતાની મુરાદ બર લાવવા અનેકવિધ પ્રયત્ન સેવે છે; એ જૈન નામ ધારિયોને પણ હવે અક્ષમ્ય લાગ્યું છે.
વસ્તુતઃ સગીરનું પારમાર્થિક હિત અને સાચી સ્વતંત્રતા લુંટનારો અને વાલીના જન્મસિદ્ધ હક્ક પર ત્રાપ મારનારો મોગલાઇને પણ ભૂલાવે તેવો આ મુસદો કાયદા રૂપે બહાર પડે તે જૈનધર્મિ માત્રને પ્રાણઘાતક લાગે છે, કારણ કે જે મુસદા પ્રત્યે પ્રજાકીય વિરોધ દિન પ્રતિદિન દેખાય છે તે મુસદો કાયદા રુપે જગતમાં જીવી શકતો જ નથી, બલકે જીવવાનો હક ધરાવી શકતો નથી.
- ચંદ્રસા