SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ શ્રી સિદ્ધચક્ર તા. ૨૪-૪-૩૩ - તે સાંભળી રાજા એકદમ રથને પાછો વાળી મુનિની પાછળ ગયો ને તેમને રથમાંથી ઉતરી વંદન કર્યું. પગે લાગીને રાજાએ કહ્યું કે મહામન્ મારા ઘર પ્રત્યે પાછા વળો હું આટલો કાળ આપને માટે ઉભો છું. માટે આપ પાછા પધારો ત્યારે અગ્નિશર્માએ કહ્યું કે હે રાજન્ લાભાલાભમાં સમચિત્તવાળા તપસ્વીઓ પોતાની પ્રતિજ્ઞા મુકતા નથી. રાજાએ કહ્યું કે હે ભગવન્ મારા પ્રમાદના આચરણથી હું ઘણોજ લજજા પામ્યો છું તમારા દેહની પીડા કરતાં મારા મનની પીડા અધિક છે ત્યાર મુનિએ વિચાર્યું કે મારા પારણાં સિવાય બીજો કોઈ આના દુઃખની શાંતિનો ઉપાય નથી. એમ વિચારી કહ્યું કે હે રાજન્ તમે ફોગટ ખેદ ન કરો એક માસ પૂર્ણ થયે છતે હું પારણું તમારે ઘેર કરીશ. તેમની વાણીથી અત્યંત સંતોષ પામી રાજાએ કહ્યું કે ભગવદ્ હવે આપ તપોવને પધારો. હું કુલપતિને મુખ દેખાડવા અશક્ત છું એમ કહી મુનિને તપોવનમાં મોકલી રાજાએ પોતાના સૈન્યને શત્રુ પ્રત્યે મોકલ્યું. આ બાજુ અગ્નિશર્માએ ગુરુને સર્વ વાત નિવેદન કરી તપસ્યામાં રહેતા એક માસનો કાળ વ્યતીત કર્યો. પુત્ર જન્મોત્સવ મુનિના પારણાના દિવસે જ વસંતસેના રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. પુત્રજન્મના સમાચાર પ્રતિહારીના મુખથી સાંભળીને અત્યંત આનંદિત થયો ને તે આનંદ થવાના યોગે આખા એ નગરની અંદર રાજપુત્રના જન્મની વર્ધાપના કરાવી. હવે આગળ શું થાય તે હવે પછી. સમાલોચના. . (નોંધઃ- દૈનિક સાપ્તાહિક, પાક્ષિક, માસિક પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ પાક્ષિક ને અંગે કરેલ પ્રશ્નો, આક્ષેપો, અને જિજ્ઞાસાના સમાધાનો અત્રે છે.) ૧ જૈન સમાજમાં ચાલતા મતભેદનું નિરાકરણ કરવા હરકોઈ, સાચા સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકો દરેક પલે ઇંતેજાર જ છે. હરકોઈ ધર્મ કે સમાજમાં મતભેદ ઉભા નથી થતા કે ચર્ચાઓ થતી જ નથી એમ તો નહીં જ. પૂર્વકાળમાં પણ અંદર અંદર મતભેદ પડી વાદવિવાદો અને ચર્ચાઓ થતી હતી અને દરેક પોતપોતાના મતો જનતા આગળ મુકતા ત્યારે ડાહ્યો સમાજ પક્ષને વળગવા ન જતાં સર્વજ્ઞસિદ્ધાંત અને તેને જ અનુસરતા યુક્તિવાદ ઉપર ઢળી શાસ્ત્ર વિરૂદ્ધ ભલભલા સમર્થ વિદ્વાનને પણ શાસન બહાર ફેંકી દેતો અને તેથી જ દરેક વખતે જૈનશાસનની અખંડ પ્રણાલિકા અત્યાર સુધી કાયમ રહી છે. અત્યારે એ સ્થિતિમાં પરિવર્તન છે, છતાં પણ ચાલી રહેલા મતભેદનું નિરાકરણ કરવા શ્રી દેશવિરતિ સમાજ અને સોસાયટીએ અનેક વખત પ્રયત્નો કર્યા છે. છેવટે શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ સુધારક વિચારોવાલા આગેવાનોના હાથમાં હથિયાર બની ધર્મ વિરુદ્ધ કાર્યમાં પ્રવર્તી અને તેથી અનેક સ્થલના શ્રી સંઘોએ તેનો સુરત અને અમદાવાદમાં બહિષ્કાર કર્યો ને યુવકસંઘને તેના શાસ્ત્ર અને શાસન વિરુદ્ધના લખાણ આદિથી અમાન્ય કરેલ છતાં તે બન્નેને પણ સીધે રસ્તે લાવવા પંન્યાસજી શ્રી રામવિજયજી મહારાજે વઢવાણથી પ્રયત્ન કર્યો. પણ શાસનરસિકો સિવાયનો વર્ગ શાસ્ત્ર નિરપેક્ષપણે પોતાના વિચારો સમાજ ઉપર ઠોકી બેસાડવા માગે ત્યાં શું થાય ?
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy