________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૪-૩૩
ત્યારે રાજાએ કહ્યું કે ‘મુનિરાજ બીજું તો કંઇ કારણ નથી મુખ્ય કારણ તો એ છે કે મારે ઘેર અગ્નિશર્મા મુનિ પારણું કરવા આવ્યા છતાં પણ તે મુનિનું પારણું મારા શરીરના કારણે ન થયું ને બીજું માસખમણ થયું તેથી હું ઉદ્વિગ્ન છું.” કુલપતિએ કહ્યું....હે રાજન્ ફોગટ ખેદ શા માટે કરો છો ? મુનિઓને તો ભિક્ષા મળે તો ભલે અને ન મળે તો તપોવૃદ્ધિ જ હોય એટલે એમાં કાંઇ ખેદ કરવા જેવું નથી. અહીંયાં વિચારવાનું છે કે આવું કીધા છતાં પણ રાજા લુખી ભાવનાવાળો નથી બુંદીકોટાની ભાવના જેમ લોકમાં નીંદનીય છે તેવી રીતે એવી ભાવના કાંઇ આત્માને હિતકર નથી. અહીં રાજાને પશ્ચાત્તાપ ઘણો જ થાય છે. આંતરિક પશ્ચાત્તાપ હોવાના યોગે જ્યાં સુધી મુનિ બીજીવાર પારણું ન કરે ત્યાં સુધી શાંતિ ન થાય એટલે કહે છે કે...આ ખેદ તે મુનિના પારણાં કર્યા સિવાય શાંતિ પામે તેમ નથી. ત્યારે કુલપતિએ અગ્નિશર્માને બોલાવીને કહ્યું કે...હે વત્સ તું મહાવ્રતધારી છું તારો અભિગ્રહ પણ બહુ આકરો છે કે જેથી તું રાજાના ઘેર પારણું કર્યા વિના જ ચાલ્યો આવ્યો તેથી આ રાજા હૃદયમાં ઘણો જ દુઃખી થાય છે. માટે આવતું પારણું આ રાજાને ઘેર કરવાનું તું સ્વીકાર કે જેથી આ રાજાનું હૃદય શાંત થાય ?
૩૩૫
ત્યારે મુનિએ કહ્યું......ભલે એમ થાઓ ! એ પ્રમાણે મુનિએ પારણાનો સ્વીકાર કર્યો અહીં ધ્યાનમાં રાખવાનું છે કે જો આ તપશ્ચર્યા જૈનદર્શનના આચાર મુજબની હોત તો આગળ વૈરનો પ્રસંગ આવશે તે ન આવત. બીજું અહીંયાં મુનિએ પારણાનો સ્વીકાર કર્યો તે ન કરત કારણ કે જૈનમુનિ કદાચિત્ એમ કહે જ નહીં...અમુક દિવસે હું તારે ઘેર પારણું કરવા આવીશ ને એ વસ્તુના અભાવ હોવાથી જ પારણાનો સ્વીકાર ને વૈરનું કારણ બન્યું.
યુદ્ધપ્રયાણ અને પારણા માટે આગમન
ત્યાર પછી રાજા આનંદ પામી ઘેર આવ્યો મુનિના પારણાનો દિવસ ગણતો શુભ ધ્યાનમાં રહેતો એકમાસ વિતી ગયો ગુણસેન રાજાને આંગળીથી ગણતા પારણાનો દિવસ સાર મૂહુર્તની પેઠે આવ્યો. આ બાજુ અગ્નિશર્મા તાપસ કુલપતિની આજ્ઞા મેળવી પારણું કરવા રાજાના મહેલ સન્મુખ આવવા નીકળ્યો તેવામાં રાજાની પાસે એક માણસ પારણાના દિવસે જ આવી કહેવા લાગ્યો કે-હે રાજન રામસેન પર્વતની નજીક રહેલી આપની સેનાને માનભંગ નામના રાજાએ જ ઘેરી લીધી છે. તે સાંભળી રાજા એકદમ ક્રોધાયમાન થઇ યુદ્ધને માટે તૈયાર થવાનું કહ્યું. પ્રયાણની દુંદુભિ વગડાવી હાથી ઘોડા પાયદળ રથ વિગેરે દરેક સામગ્રી જલદી કરાવી હાથી શણગારાવી વાજિંત્રના નાદ સાથે અકાલના મેઘ જેવી તેની સેના તૈયાર થઇ ગઇ. ત્યારબાદ રાજા રથમાં બેઠો ત્યારબાદ જયનાદની આ ઘોષણ મંગલપાઠકો બોલવા લાગ્યા તેવામાં જ અગ્નિશર્મા પારણું કરવા બે મહિનાના અંતે આવે છે. રાજમંદિરમાં પેઠા છતાં પણ લોકોએ નહીં ઓળખેલ તે તાપસ હાથી ઘોડાની ઘણી જ ભીડમાંથી કેટલો કાલ ઊભા રહી ત્યાંથી પારણું કર્યા વિના જ ચાલ્યો ગયો. આ બાજુ શુભમુહૂર્તે મુહૂર્તના જાણકારોએ પ્રયાણ કરવાનું ત્યારે રાજાએ કહ્યું કે-આજે અગ્નિશર્મા તાપસનો પારણાનો દિવસ છે માટે તે બે માસખમણના પારણાંવાળા મુનિને આવવા દો પછી તેમને પારણું કરાવી નમી કરી પછી યુધ્ધ માટે હું જઇશ’” ત્યારે કોઇએ કહ્યું- હે પ્રભુ તે તો આવીને ચાલ્યા ગયા હું માનું છું કે હજી નગરમાંથી બહાર નીકળતાં હશે. નગર બહાર નહીં ગયા હોય.