________________
૩૩૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૪-૩૩ किंकर्तव्यविमूढाश्चाभूवन्मत्रिमहत्तमाः॥ सर्वमन्तपुरंचासीद्वाष्पक्लिन्नविलोचनं ॥११६॥ कालंकियन्तमप्येवंविधे नीत्वानृपालये॥ अकृतप्रतिपत्तिः सोऽग्निशर्मा निर्गतस्ततः॥११८॥
વિવેચન શું કરવું કારણ કે અનેક વૈદ્યોએ અનેક ઉપચાર કર્યા છતાં રાજાના મસ્તકની પીડાનો નાશ ન થયો તેથી મહાન મંત્રીઓ વિચારમૂઢ થઈ ગયા. સફળ અંતઃપુર શોકમય બની ગયું એ શોકમગ્ન બનવાના પ્રતાપે અગ્નિશર્મા તાપસની કોઈએ પણ તપાસ કે ખબર અંતર ન પૂછી તેથી કેટલો કાલ ઊભો રહી તાપસ પારણું કર્યા વિના જ પાછો ચાલ્યો ગયો.
જ્યારે અગ્નિશર્મા તાપસ રાજમહેલમાંથી નીકળી તપોવનમાં આવ્યો ત્યારે તેનું મુખ પ્લાન જોઈ તાપસીએ પૂછ્યું કે હે મુનિ તમારું પારણું ગુણસેન રાજાના ઘેર ન થયું ? ત્યારે મુનિએ કહ્યું કે પારણા માટે હું રાજાના ઘેર ગયો હતો. પણ રાજાના શરીરે અશાતા હતી. તેથી રાજકુલ શોકમાં હતું ને તેથી મારું પારણું રાજાના ઘેર ન થયું. તાપસોએ કહ્યું કે સત્યમેવ બરોબર છે. રાજાના શરીરે અશાંતિ હોવી જોઇએ. કારણ કે જો એમ ન હોય તો આપણા કુલપતિ પણ પારણું કર્યા વિના કેમ આવે?
ખરેખર. રાજાનો તમારા ઉપર ઘણો પ્રેમ છે. તમારા ગુણોની પ્રશંસા કુલપતિની આગળ ઘણી જ કરતા હતા કારણ કે સજ્જનો નિત્ય ગુણાનુરાગી જ હોય છે. ને એટલા જ માટે શાસ્ત્રમાં ગુણીને નિર્ગુણીનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે?. स्वश्लाधा परनिन्दा च लक्षणंनिर्गुणात्मानां॥ परश्लाधा स्वनिन्दाच लक्षणंसद्गुणात्मनां ॥ १॥
વિવેચન- પોતાની પ્રશંસાને પારકાની નિંદા કરવી તે નિર્ગુણીનું લક્ષણ છે ને પરપ્રશંસા ને પોતાની નિન્દા કરવી તે સદ્ગુણી આત્માનું લક્ષણ છે ને દરેકે દરેક આત્માએ ગુણાનુરાગી બનવું જોઇએ. પણ દ્રષ્ટિરાગી ન બનવું જોઈએ. કારણ કે દૃષ્ટીરાગ મહાન અનર્થ કરી દુષ્ટમાં દુષ્ટ શત્રુ છે. માટે બનતા પ્રયાસે સજ્જનોએ દ્રષ્ટીરાગને દૂર રાખવો જોઈએ. ત્યારે મુનિએ કહ્યું-અસ્તુ. “જે થાય તે સારાને માટે; એમ કહી બીજા મહિનાના ઉપવાસ ધારણ કરી મુનિ ધ્યાનમાં રહે છે. પુનઃ પ્રાર્થના ને સ્વીકાર.
હવે આ બાજુ રાજાએ મસ્તકની પીડા ઘણા ઉપાયે શાંત થયા પછી પોતાના પરિવારજનોને પૂછયું કે “કોઈ મહાત્મા અહીં આવ્યા હતા, ત્યારે કોઈએ કહ્યું કે એક મુનિ આવ્યા હતા પણ આપની પીડાના દુઃખથી સકલ રાજકુલ વ્યાકુળ હોવાથી કોઈએ તેમનો માન સત્કાર ન કરવાથી તે મુનિ થોડીવાર ઉભા રહી ચાલ્યા ગયા” તે સાંભળી રાજા એકદમ વિલાપ કરવા લાગ્યો કે “અહો હું કેટલો પુણ્યહીન છું કે જેથી કલ્પવૃક્ષ ઘર આંગણે આવ્યા છતાં પણ ફલ લીધા વિના કાઢી મૂક્યું તેવી જ રીતે મહાપુરુષોનું પારણું પુણ્યનું કારણ છે ને તે મારા જેવા પાપાત્માને પુણ્ય વારણ થયું કારણ કે આંગણે પારણું કરવા આવ્યા છતાં એ મુનિ મારા શરીરના કારણે પાછા ચાલ્યા ગયાં ને બીજું મા ખમણ થશે અહો હું કેટલો બધો પાપાત્મા છું” આ વસ્તુસ્થિતિ શું સુચવે છે ? તે વિચારો માણસ માત્ર ભૂલને પાત્ર” છઘસ્થ અવસ્થામાં હોઈ શકે પણ ભૂલનો પશ્ચાતાપ થયો તે જ આત્મોન્નતિનું કારણ છે.
એ પ્રમાણે વિલાપ રાજા બીજે દિવસે સવારમાં તે તપોવનમાં ગયો. કુલપતિને વંદન કરી લજ્જાથી નીચું મુખ કરી ઉદ્વિગ્ન હોય તેવી રીતે બેઠો તેના મુખના ભાવ જાણી મુનિએ કહ્યું કે રાજા આજે ઉદાસ કેમ દેખાઓ છો ? જે દુઃખ હોય તે કહો ?