________________
333
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૪-૩૩ સલામ ભરવી, ઉભા થવું એવા અનેક વિધિ વિનયના ગુણો, એ આત્માને શિખવાડવાએ નથી પડતા.
જ્યાં દેવગુરુની આરાધનામાં એ આત્માઓને શરમ આવે છે. આનું કારણ એ જ કે એ આત્માઓએ મોક્ષને સાધ્ય તરીકે સ્વીકાર્યું નથી ને એ (એટલે મુક્તિપદ) સાધ્ય તરીકે સ્વીકારાય નહીં ત્યાં સુધી જૈનદર્શનની પ્રાપ્તિ દેવગુરુ ધર્મની આરાધના યથાર્થ ફળને આપનારી ન થાય માટે પ્રથમ તો મુક્તિપદ એ એક જ આ અખિલ વિશ્વમાં સાધ્ય છે. એવી માન્યતા થઈ જવી જ જોઈએ એ સ્વીકાર્યા વગર સાચી સ્વતંત્રતા સાંપડવી મુશ્કેલ છે. મુક્તિ એ જ સાધ્ય.
જ્યાં સુધી એ માન્યતા પરિપક્વ ન થાય ત્યાં સુધી આત્મા સંપૂર્ણ રીતે કર્મમુક્ત ન બની શકે. જેમ વેપારીનું ધ્યેય કમાવવાનું ન બંધાય ત્યાં સુધી તે વણિકને ખોટ અને નફાનું ભાન પણ ન જ રહે. માટે પ્રથમ મુક્તિ એજ સાધ્ય. આવા પ્રકારની નિશ્ચલ માન્યતા થવી જોઇયે. ચાલો આપણે જોયું કે દુનિયામાં કોઈપણ આત્મા સ્વતંત્ર તો છે જ નહીં. પછી ચાહ્ય તો ઈદ્ર હોય, ચક્રવર્તી હોય, કે મોટો વાઈસરોય હોય પણ જ્યાં સુધી પરતંત્ર હોય ત્યાં સુધી તે આત્માને આપણે સુખી પણ કેમ કહીએ. તેથી એ જ વસ્તુનું પ્રતિપાદન કરતા વીર પરમાત્માના શાસનને શોભાવનાર ન્યાયાચાર્ય ન્યાય વિશારદ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ જણાવે છેઃ
परस्पृहा महादुःखं निस्पृहत्वं महासुखं॥ एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः॥ ८॥ सुखिनो विषयातृप्ता नेन्द्रोपेन्द्रादयोप्यहो॥ भिक्षुरेकः सुखी लोके ज्ञानतृप्तो निरंजनः ॥८॥
અર્થશાસ્ત્રકારો દુઃખ ને સુખની વ્યાખ્યા કરતા કહે છે-પરવસ્તુની ઇચ્છા તે મહાદુઃખને ઇચ્છારહિત તે મહાસુખ આ ટૂંકામાં ટૂંકું સુખદુઃખનું લક્ષણ છે. કોઈપણ વસ્તુની ઇચ્છા માત્ર દુઃખ છે. ત્યારે આ ઉપરથી સાબિત થયું છે ખાવામાં પણ સુખ નથીને? જો ખાવામાં સુખ હોય તો બરોબર ધરાઈને બેઠા હોય ને તમારી આગળ કોઈ ઈષ્ટમાં ઈષ્ટ વસ્તુ લાવીને મૂકે તો તમે ખાવ ખરા? કેમ જો ખાવામાં જ સુખ હોય તો ખાવાનું મળતાં સુખ થવું જોઈએને. ત્યારે કહો કે ખાવામાં સુખ નથી પણ તૃપ્તિમાં જ સુખ છે. જો ખાધે તૃપ્તિ થતી હોય સાંજે ખાધા છતાં સવારના પહોરમાં જ પાછું ખાવાનું કેમ. એ ઉપરથી સાબિત થયું કે ખાધે તૃપ્તિ થતી જ નથી. ચાલો હવે સુખી કોણ તે જોઈએ. વિષયથી અતૃપ્ત એવા ઇંદ્ર-વાસુદેવ જેવાએ સુખી નથી પણ દુનિયામાં એક મુની જ કે જે જ્ઞાનથી તૃપ્ત થયેલ સચ્ચિદાવત મય તે જ સુખી છે. રાજા મહારાજા જેવા પણ સુખી નથી. કારણ કે મારું ને તારું એમાં જ મૂંઝાઈ રહેલ રાજા ઈદ્રાદિ કો પણ હું ન્યૂન એમજ જોનારા હોવાથી દુઃખી છે એક મારાપણાની ખાતર બીજાનું ગમે તે થઈ જાય તેની પણ પરવા નહીં રાખનાર સુખી કઈ રીતે થાય તે ખ્યાલમાં આવતું નથી. તેની આ દુર્દશા છે. ઈદ્ર જેવા પણ કર્મરાજાને વશ પડેલ છે. કર્મરાજાની આગળ ચક્રવર્યાદીતોનું પણ ચાલતું નથી ?? ચાલો. અહીં આ રાજાને પણ કર્મ વશે. મુનિના !! પારણાના દિવસે મસ્તકમાં અચાનક વેદના ઉત્પન્ન થઈ. તાપસનું પારણું ન થવું ને રાજાને થયેલ પશ્ચાત્તાપ
રાજાના મસ્તકમાં પીડા ઉત્પન્ન થવાના યોગે શું બન્યું તે વસ્તુનું પ્રતિપાદન કરતા ચરિત્રકાર શ્રીમદ્ પ્રદ્યુમ્ન સૂરીશ્વરજી મહારાજ જણાવે છે કે