________________
૩૩૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૪-૩૩
સંવેગની સમરાંગણ ભૂમિ યાને સમરાદિત્ય ચરિત્ર
અનુવાદક - “મહોદયસા.”
ગતાંકથી ચાલુ अथाग्निशर्मा संप्राप्तः सौधं पारणवासरे
शिरोर्ति दिवसे तत्रातीवतीवास्ति भूपतेः ॥११४॥ સાચી સ્વતંત્રતા કોનું નામ.
આપણે જોઈ ગયા કે શ્રી ગુણસેન રાજા દિગ્યાત્રાએ નીકળેલ છે. ને તે દિગ્યાત્રા કરતાં કરતાં વસંતપુરમાં આવે છે. ને આ જ નગરના ઉદ્યાનમાં જે અગ્નિશર્મા તાપસ છે કે જે અગ્નિશર્માને પોતે ઘણીજ વિડંબના કરી છે. એક દિવસ તે રાજા અશ્વક્રીડા કરવા આ ઉદ્યાનમાં આવે છે ને ત્યાં તાપસ સાથે વાર્તાલાપ કરે છે. એ બધું આપણે જોઈ આવ્યા. હવે ત્યાર પછી પોતાને ઘેર પારણું કરવાનું આદરપૂર્વક આમંત્રણ આપી તે રાજા ચાલ્યો જાય છે. આ પ્રસંગ ઉપરથી આપણે સમજવાનું છે. કે, એક મિથ્યાદ્રષ્ટિ આત્માને પણ તપ અને ત્યાગ વૃત્તિમાં કેટલું બહુમાન છે. હજી ગુણસેન રાજા કાંઈ સમ્યગુદર્શનને પામેલ નથી મિથ્યા દર્શનમાં છે. છતાં પણ તપશ્ચર્યા આદિક અસાધારણ ગુણ દેખીને કેટલો આનંદ લાગે છે. ખરેખર ! મુક્તિ માર્ગની સન્મુખ થતાં આત્માઓની જ્યારે આ દશા હોય તો પછી જૈનદર્શનને પામેલ મુક્તિમાર્ગની આરાધના કરવામાં ઉદ્યત એવા આત્માઓની તો કેટલી ઉચ્ચદશા હોય ? તે વિચારો !!! અસ્તુ ! !
હવે પારણાના દિવસે અગ્નિશ પારણું કરવા નિમિત્તે રાજાને ઘેર આવે છે. પરંતુ કર્મવશાતું અચાનક રાજાના મસ્તકમાં પીડા ઉત્પન્ન થાય છે. સાચી સ્વતંત્રતા કોનું નામ.
- “આ ઉપરથી રાજા જેવા પણ સ્વતંત્ર તો નથી જ. દુનિયામાં પૈસાદાર અને શ્રીમંતો માને કે અમે સ્વતંત્ર ! અમે સ્વતંત્ર પણ એ જ સ્વતંત્રતાનો જો દીર્ઘદ્રષ્ટિથી વિચારે તો માલુમ પડે કે પોતે સ્વતંત્ર કેટલા છે સ્વતંત્ર શામાં ? ખાવામાં, પીવામાં, ઓઢવામાં; હરવાફરવામાં, શામાં પોતે સ્વતંત્ર છો એ તો વિચારો? ખાવામાં, સ્વતંત્ર છો? પાંચ ડિગ્રી તાવ આવી ઊભો રહે ને પછી સારામાં સારી રસોઈ પણ ઝેર લાગે, કેમ ભાઈ ! કહેતા હતાને અમે સ્વતંત્ર છીએ તો પછી તમને ભાવે છે અને ખાતા કેમ નથી ? પ્રત્યક્ષ રીતે દુનિયામાં સર્વ લોક પરતંત્ર દેખાયા છતાં પરતંત્રતાના અનુભવ કરતા છતાં એ માન્યતા કેમ મરી જતી નથી? અમે સ્વતંત્ર છીએ એવું પોકારનારા મહિને પચીસ કે રૂા. પચાસ રૂપિયાની ખાતર અભણમાં અભણ શેઠની સેવા કરનારા એલ.એલ.બી.નું જ્ઞાન ધરાવનાર નથી દેખાતા? ત્યાં કેમ એમ અભિમાન નથી આવતું કે હું એલ.એલ.બી. મનુષ્યોની નજરે થયેલો ને, મૂર્ખ જેવા શેઠને સલામ ભરું અને શેઠજી શેઠજી કેમ કહું ત્યાં તો એવા નમ્રતાના ગુણો દેખાડે કે જાણે જન્મથી જ સાથે ન લાવ્યા હોય ! તેવી રીતે તેને શિખવાડવું, એ ન પડે કે ભાઈ પોલીસ કે શેઠ આવે તો આમ