SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૧ શ્રી સિદ્ધચક્ર તા. ૨૪-૪-૩૩ ૪૪૮ પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં તથા તેના સાધનોમાં જ્યાં સુધી રાજી રહીશું ત્યાં સુધી રમતિયાળ છોકરાને નિશાળ તથા શિક્ષકની જેમ લોકોત્તર શિક્ષા ભયંકર જ લાગવાની ! ૪૪૯ દુનિયાદારીમાં રાચેલા માચેલાને શાસ્ત્ર શ્રવણ પણ ભય ઉપજાવે (કેમકે તેમાં નારકી તથા તિર્યંચ ગતિનાં દુઃખોના વર્ણનપૂર્વક મળેલાને તજવાનો ઉપદેશ હોય) તો પછી (ઉપદેશક પરત્વે પ્રીતિ થવી, શાસ્ત્ર પર શ્રદ્ધા થવી તથા તદનુસાર વર્તવું એ કેટલાં ભયંકર લાગે તે વિચારો) ૪૫૦ અગ્નિ, સર્પ વિગેરે કે જેઓ શરીરને જ નુકસાન કરી શકે છે તેમને દૂરથી જોઈને ચમકે છે પણ આત્માને અત્યંત નુકશાન કરનાર વિષયોના ભોગવટાથી કદી ચમકયો ? મખમલની શપ્યાનો સ્પર્શ કરતાં “હાશ થાય છે પણ “હાય !” એમ થયું ? ૪૫૧ છોકરાને નિશાળ પર અપ્રીતિ હોવાથી ક્યારે છુટાય એવી ભાવના થયા કરે છે તેમજ પૂજા, વ્યાખ્યાનદિમાં જ્યારે તેવી ભાવના થાય તો તે અનુષ્ઠાન પર પ્રતીતિ છે એમ બોલવા છતાં પ્રીતિ નથી એ થોડું આશ્ચર્ય છે ! ૪૫૨ સામાયિક, પ્રતિક્રમણ, વ્યાખ્યાન શ્રવણ, પૂજા વિગેરેમાં જરા વધારે વખત થતાં “મોડું થયું' એમ બોલીએ છીએ પણ વાતોના તડાકા મારવામાં, પલાંઠી વાળીને નિરાતે ઝાપટવા વિગેરેની વિકાર વર્ધક પ્રવૃત્તિમાં વખતની કિંમત કરી ? ૪૫૩ શરીરરૂપી લંગોટીઓ મિત્ર આત્માને ધર્માનુષ્ઠાનમાં સ્થિર રહેવા દેતો નથી. એ લંગોટીઆ મિત્રની દોસ્તી તોડડ્યા વિના લોક સંજ્ઞા કદી ખરાબ લાગવાની નથી. ૪૫૪ જેમ નીશાળે જતા છોકરાને જ્યારે ભણવાનો રસ લાગે સારા માર્ક મેળવવાની તથા ઉંચો નંબર રાખવાની ચીવટ જાગે ત્યારે ધૂળમાં રમતા દોસ્તો તેડવા આવે તો પણ તે તેની દરકાર કરતો નથી તેમ આ આત્મા પણ સતર્ અભ્યાસ દ્વારા પોતાનાં સ્વરૂપ, પરિણતતિ, કર્મના બંધ તથા નિર્જરા વિગેરના વિચારમાં નિમગ્ન બનશે ત્યારે તે કદી પણ શરીર વિગેરે પરવસ્તુની પરવા કરશે નહિ.
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy