________________
૩૩૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૪-૩૩
૪૩૪ કોઇપણ પ્રકારે નહિ દંડાવું એ ડાહ્યાનું કામ છે. ન છૂટકે, સકારણ દંડાવું પડે એ જુદી વાત
છે પણ વિના કારણે (અનર્થ દંડ) દંડાવું એ મૂર્ખાઈ નહિ તો બીજાં શું? ૪૩૫ વિષયની અને તેના સાધનોની પ્રાપ્તિની ઇચ્છા તે આર્તધ્યાન અને પ્રાપ્ત થયેલાની રક્ષણ બુદ્ધિ
તે રૌદ્રધ્યાન. ૪૩૬ અર્થ અને કામનું પોષણ એ મર્કટને મદિરા (વાંદરાને દારૂ) પાવા જેવું છે. ૪૩૭ અનંત ઉપકારીઓએ વસ્તુતઃ ધર્મ અને મોક્ષ એ બે જ પુરૂષાર્થ માન્યા છે, અર્થ તથા કામને
- પુરુષાર્થ માનેલ નથી. ૪૩૮ વામમાર્ગી અનાચાર સેવે છે તે કઈ બુદ્ધિથી? મુસલમાન બકરી મારે છે તે કઈ બુદ્ધિથી?
બ્રાહ્મણો યજ્ઞમાં પશુ હોમે છે તે કઈ બુદ્ધિથી ? કદાચ કહેશો કે ધર્મથી-પણ વસ્તુતઃ ધર્મ
નથી. અર્થાત્ ધર્મના મર્મ સમજવા માટે સદ્ગુરૂનો સમાગમ કરો. ૪૩૯ જમાનો ફરે ત્યારે સાધન ફરે કે સાધ્ય? સાધન ફરે તો ફરે; સાધ્ય કદી ફરતું નથી. સાધન
કરે એટલે પણ સાથની અનુકૂળતા વધારનારો તેમાં ફેરફાર થાય. ૪૪૦ ચોર, લુટારા આવે ત્યારે ઘરધણી આંધળો, બહેરો, લુલો થશે કે ઊંઘશે અગર તેવો ડોળ કરશે
તો તેનો માલ લૂંટાશે તેમ શાસનને કિંમતિ સમજનારાઓ શાસન પર આક્રમણ આવે ત્યારે
મૌન રહેતો પરિણામ અત્યંત શોચનીય આવે એમાં નવાઈ શી? ૪૪૧ પારસીઓએ કેવળ ધર્મને માટે પોતાના આખા દેશનો ત્યાગ કર્યો; વહાલો દેશ કે ધર્મ ? ૪૪૨ જમાનો ફરે તેમ જો ધર્મ કરતો હોય તો આરા છ (કાળ-પરિમાણો માત્ર ધર્મવાળા થઇ જાય.
કોઇપણ કાળ ધર્મ વિનાનો હોય જ ક્યાંથી ? ૪૪૩ નારકી તથા દેવતાઓ પ્રાપ્ત સમયાનુસાર વર્તે છે માટે તેમના વર્તનને ધર્મ કહી દેવો? ૪૪૪ જમાનો જે કાર્ય કરે તેની સામે ધર્મીએ કટિબદ્ધ થવાનું કે તેના ગુલામ થવાનું? ૪૪૫ શિયાળાના જમાને ટાઢ મોકલી, ઉનાળાના જમાને લૂ લગાડી, ચોમાસાના જમાને શરદી કરી.
આ ટાઢ, આ તાપ, આ શરદીની સામે બચાવો કર્યા કે નહિ? ત્યારે માત્ર ધર્મ સંરક્ષણમાં, ધર્મ પ્રવર્તનમાં જ જમાનો નડે છે એમ ? જમાનો નડે છે કે બીજાં કાંઈ? શું નડે છે તે શોધો ! સાચી ઇચ્છાથી શોધશો તો જરૂર જડશે, અને સાચી વસ્તુ હાથ આવ્યા પછી ખાતરી
થશે કે જમાનો એ જુલ્મ વરસાવનાર છે. ૪૪૬ દીક્ષાને અંગે દુનિયાદારીના ગુલામોની રજા લેવાની હોય ખરી? કદી નહિ ! ૪૪૭ જેને ભવની ભાવટ ભાગવી હોય તેણે ભાગવતી દીક્ષા લેવી જ જોઈએ.