________________
૩૨૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૪-૩૩ ૪૧૯ દુનિયાદારીની તમામ ક્રિયા કરતાં, કોઈને અંગે આથી પાછી કરતાં, પોતાનો આત્મા ભારે થતો
જાય છે એવું ભાન ક્યારે થયું ? ૪૨૦ બંધ અને આશ્રવ વખતે ચીરાડો પડયો ? . ૪૨૧ નીસરણીના પગથીયાં જેટલાં ચઢીએ તેટલો મેડો નજીક આવવાનો તેમજ દ્રવ્યાનુષ્ઠાન જેમ
જેમ કરીએ તેમ તેમ ભાવાનુષ્ઠાન નજીક આવવાનું જ છે. ૪૨૨ ક્રોધ, માન, માયા, લોભના ફલરૂપે જેઓએ હિંસા કરી, જઠું બોલ્યા ચોરી કરી, વિષયો સેવ્યા
તેઓ નરકમાં ગયા છે એ પ્રસંગો ભૂલવા જેવા નથી. ૪૨૩ . ખરેખર ! તીવ્ર પાપમય કટુરસને પોષનાર હિંસા, જુઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ
જ છે. એ પાંચનો ત્યાગ કરનાર દુનિયામાં થઈ રહેલ દારૂણ કાર્યવાહીરૂપ દાવાનળમાં સર્વથા
જે અણી શુદ્ધ સલામત છે તે છેલ્લે મોક્ષનો અધિકારી છે. ૪૨૪ આઠ કર્મમાંથી એક પણ કર્મની સત્તા છઠે ગુણઠાણે ઉઠી ગઈ નથી, માટે સાધુપણામાં સાવચેત
રહો ? ૪૨૫ લોકોત્તર માર્ગની સાધના લૌકિક દૃષ્ટિને વળગી રહો ત્યાં સુધી નહિ થાય. ૪૨૬ દ્રવ્યદયા કરતાં ભાવદયા અતિવિશિષ્ટ છે. દ્રવ્યદયાના ભોગે પણ ભાવદયાનું સંરક્ષણ પરમ
આવશ્યક છે. ભાવદયાના ભોગે દ્રવ્યદયાની વકીલાત એ ઘોર મિથ્યાત્વ છે. ૪૨૭ સંવર અને નિર્જરા વખતે આનંદ આવ્યો ? ૪૨૮ લોકોત્તર માર્ગની સાધના લૌકિક દૃષ્ટિને વળગી રહો ત્યાં સુધી નહિ થાય. ૪૨૯ દ્રવ્યદયા કરતાં ભાવદયા અતિ વિશિષ્ટ છે. દ્રવ્યદયાના ભોગે પણ ભાવદયાનું સંરક્ષણ પરમ
આવશ્યક છે. ભાવદયાના ભોગે દ્રવ્યદયાની વકીલાત એ ઘોર મિથ્યાત્વ છે. ૪૩૦ પાંચે ઇંદ્રિયોના વિષયો એ શલ્ય છે. દાંતમાં જરા તણખલું રહી જાય તોયે સળવળાટ થયા
કરે અને કાઢવામાં ન આવે તો અવાળુ પણ આવી જાય. સમકિતીને તો વિષયો રૂપી શલ્ય સાલે જ. જેઓને એ શલ્યનો સળવળાટ ન થાય તેઓને તેનાથી ઉત્પન્ન થતી વેદના ભોગવવી
જ રહી. ૪૩૧ લૌકિક દૃષ્ટિ છૂવાના ચણતર જેવી છે, લોકોત્તર દૃષ્ટિ મહેલના ચણતર જેવી છે. કૂવો ચણનાર
(ખોદનાર) નીચે નીચે ઉતરે છે જ્યારે મહેલ ચણનાર ઊંચે ઊંચે ચઢે છે. લૌકિક દૃષ્ટિમાં જેમ આગળ વધો તેમ અપૂર્ણતા ભાસે છે. દશ મળ્યા પછી સોની ઈચ્છા થઈ એટલે દશ તો મળ્યા પણ નેવુનો ખાડો રહ્યો, સો મળ્યા પછી હજારની ઈચ્છા થઈ એટલે
નવસોનો ખાડો રહ્યો એમ જેમ જેમ વધો તેમ તેમ ખાડો પણ મોટો થતો જાય છે. ૪૩૩ વિકથા એ અનર્થ દંડ છે.
૪૩૨