________________
-
,
૩૧૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૪-૩૩ અભિગ્રહ ધારણ ને રાજાનું આવાગમન
એ પ્રમાણે તાપસ વેષ લીધા પછી તરત તે અગ્નિશર્માએ કુલપતિ પાસે આ પ્રમાણે અભિગ્રહ ધારણ કર્યો કે “યાવત્ જીંદગી પર્યન્ત એક એક મહિનાના ઉપવાસ કરવા પારણે એક ઘર જાવું ને ત્યાં મળે તો લેવું નહીંતર બીજે ઘર ન જતાં બીજા મહિનાના ઉપવાસ કરવા.” આવી ઘોર પ્રતિજ્ઞાનું પાલન તે તાપસ ન કરતા લાખ પૂર્વ વીતી ગયા.
હવે આ બાજુ પિતાની આજ્ઞાથી ગુણસેન રાજા વસંત-રોના નામની કન્યા સાથે પરણ્યો પિતાની આજ્ઞાની અવજ્ઞા ન થાય એ ભયથી પોતે રાજ્ય લક્ષ્મીને લીધી એટલે ગુણસેન કુમાર ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનો રાજા બન્યો, તેના પિતા પૂર્ણચન્દ્ર રાજા પુત્રને રાજ્ય આપી પોતાની રાણી કુમુદિનીની સાથે વનવાસ અંગિકાર કર્યો.
હવે ગુણસેન રાજા એક દિવસ દિયાત્રા કરતો વસંતપુર નગરની અંદર આવ્યો ને રાજા વિમાનચ્છન્દક નામના મહેલમાં ઉતર્યો તે નગરના લોકોએ યથાયોગ્ય ઘણો સત્કાર કરી રાત્રે નાટક ઈત્યાદિક વડે આખોએ દિવસ તેને આનંદમાં નિર્ગમન કરાવ્યો.
બીજા દિવસે પ્રાતઃકાળના કૃત્ય સમાપ્ત કરી તે રાજા ઘોડા ઉપર બેસી બહાર ગયો ને બહાર જઈ ઘણા જ ઘોડા દોડાવ્યા ત્યાર બાદ થાકી ગયેલ તે રાજા સહસ્ત્રાષ્ટ્ર નામના ઉદ્યાનમાં ગયો. તેવામાં જ બે તાપસકુમારો ત્યાં આવ્યા. વાચક વર્ગને ધ્યાન હશે કે અનિશર્મા તાપસ વસંતપર નગરના નજીકના ઉદ્યાનમાં તપ તપે છે. તે જ ઉદ્યાન આ છે.. તે બે તાપસ કુમારોને પોતાનાં સિદ્ધાંતની મુજબનો આશીર્વાદ આપી આસન ઉપર બેસાડી કહ્યું કે હે રાજન્ આ તપોવનથી અમારા કુલપતિ ગુરુ આપને શરીર પ્રવૃત્તિ આદિ પૂછવા બોલાવે છે એ સાંભળી હર્ષને કૌતુકથી તપોવનમાં તે રાજા ગયો ને તાપસોથી પરવરેલા એવા કુલપતિને જોયા પછી રાજા ધર્મવાર્તાથી થોડો કાલ નિર્ગમન કરી ભક્તિથી ઘણા જ હર્ષપૂર્વક બોલ્યો. કે તમને હે ભગવાન ધન્ય છે તમે સ્પૃહા વગરના છો ને મુનિઓને મોકલી મારા શરીરની પ્રવૃત્તિ જાળવવાની ઇચ્છાવાળા છો. ધન્ય છે. આપને માટે મારી એક વિનતી સ્વીકારો, કે મારે ઘેર પારણું કરી મને અનુગ્રહ કરો ત્યારે કુલપતિએ કહ્યું કે આશ્રમવાસિ તાપસોને વર્ણાશ્રમના ગુરુ (એટલે રાજાની) એટલે તમારી પ્રવૃત્તિ જાણવી જોઈએ અમારે તમારા ઘેર આહાર લેવા આવવાનું કબુલ છે. પણ એક અગ્નિશર્મા નામે અહી તાપસ છે. તે માસોપવાસ કરે છે. ને પારણે પ્રથમ ઘેર મળે તો લે છે નહિતર બીજા માસોપવાસ કરે છે. માટે તે મુનિ સિવાય બીજા ભિક્ષા લેવા આવશે પણ એ તાપસ નહી આવી શકે એ પ્રમાણે કુલપતિના કહી રહ્યા પછી રાજાએ પૂછયું કે એ મુનિ કયાં છે ? ત્યારે કહ્યું કે તેમની સુંદર શાળાની શ્રેણીમાં ધ્યાનમાં રહ્યા છતાં તપ તપે છે. તે પછી રાજા ત્યાં આગળ જઈ ધ્યાનમાં રહેલ તે અગ્નિશર્મા નામના મુનિને આનંદ સહિત વંદન કર્યુ. આશીર્વાદ જેમણે દીધો છે એવા તે મુનિને તે ગુણસેન રાજાએ પૂછયું કે ભગવદ્ આવી યૌવન વયમાં તપ અંગિકાર કરવાનું કારણ શું ? ત્યારે તેના ઉત્તરમાં મુની એ કહ્યું કે દુઃખ દારિદ્ર પરાભવ ઈત્યાદિક અનેક કારણો ને મારો કલ્યાણ મિત્ર ગુણસેન કુમાર આ વ્રત અંગિકાર કરવામાં કારણભૂત છે પોતાનું નામ સાંભળી ચકિત થઈ રાજા બોલ્યો કે મુનીજી એ કોણ ગુણસેન-કુમાર તમારો કલ્યાણ