________________
૩૦૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૪-૩૩ સંવગની સમરાંગણ ભૂમિ યાને સમરાદિત્ય ચરિત્ર
અનુવાદક - “મહોદયસા” श्लोक इत्थं विडम्बमानोऽयं चिरं चित्ते व्याचिन्तयत् ____ मम प्राग्भव दुःकर्म प्रभवोडयं पराभवः ॥६० ॥
(ગતાંકથી ચાલુ) તાપસ વેષ ધારણ.
એ પ્રમાણે અગ્નિશર્મા દુઃખથી પીડાઈ એક દિવસ વિચાર કરવા લાગ્યો કે “પૂર્વભવે કાંઈ મેં તપશ્ચર્યાદિક સુકૃત કર્યા નહીં હોય કે જેથી આ ભવમાં હું દુઃખી થાઉં છું, માટે હવે પણ એવા સુકૃત કરું કે જેથી આવતે ભવ દુઃખી ન થાઉં” આ પ્રસંગ ઉપરથી વિચારવાનું છે કે કર્મસત્તા અને પરભવ માન્યા વિના કોઈને છૂટકો નથી જૈન હોય, મુસલમાન હોય, કે ગમે તે ધર્મને માનનાર હોય તે દરેકે દરેક પરભવને કર્મસત્તા માને છે, ફક્ત ન માનતા હોય તો એક નાસ્તિક જ, કર્મ અને પરભવ ઈત્યાદિક વસ્તુઓને માનતા નથી, તેઓ પણ જો એક સત્ય દલીલથી વિચારે તો તેઓને પણ તે કર્માદિ માન્યા વિના છૂટકો નથી ને તે દલીલ ... माझंडंककयोर्मनीषिजयोः सहुपनीरुपयोः श्रीमद् दुर्गतयोर्बलाबलवतोर्नीरोग रोगार्त्तयोः ॥ सौभाग्यासु भगत्वसंगमजुषोस्तुलयेऽपि नृत्वेऽन्तरंयत्तत्कर्मनिबन्धनं भवति नो जीवं विना युक्तिमत् ॥१॥ અર્થ- નાસ્તિકને ઉત્તર તું કર્મ સત્તા નથી માનતો એક રાજા એક ભિખારી, એક બુદ્ધિવાન,
ને એક મૂર્ખ, એક રૂપનો ભંડાર ને એક રૂપ વગરનો, એક શ્રીમાનું એક દરિદ્રી એક બળવાન, ને એક નિર્બળ એક રોગીને એક નિરોગી, દરેકમાં મનુષ્યપણું સરખું હોવા છતાં આટલું બધું અંતર શાથી ! ત્યારે કહો કે કર્મસતા માન્યા વગર નાસ્તિકોનો પણ છુટકો નથી, ચાલો આ વિચાર કરી તે અગ્નિશમાં વૈરાગ્ય સહીત ગામ બહાર નીકળી તે સંગપરિતોષ નામના તપોવનમાં ગયો, તેમાં પ્રવેશ કરી ધર્મધ્યાનમાં તત્પર આર્જવ કૌન્ડિય નામના તાપસપતિને તેણે છેટેથી જોયા ને જોઈને હર્ષપૂર્વક પંચાંગ ભૂમિ અડાડીને તે ત્રષિને તેણે વંદન કર્યું, મુનિ પણ ધ્યાન મુકી સ્વાગત પ્રશ્ન પૂર્વક તેને બેસવા એક આસન આપ્યું તે પણ હર્ષપૂર્વક તેના ઉપર બેઠો, પછી મુનિએ પૂછયું કે, ભાઈ ક્યાંથી આવ્યા ને કોણ છો? એ પૂછવાથી અગ્નિશર્મા એ પોતાનો બધોએ વૃત્તાંત જણાવ્યો, ત્યારે કુલપતિએ કહ્યું કે- કલેશરૂપ તાપથી કંટાળેલા આત્માઓ માટે તપોવન સુંદર છે, માટે તમે આવ્યા તે બહુ સારું કર્યું, તે પછી અગ્નિશર્માએ કહ્યું કે હે ભગવાન જો હું યોગ્ય હોઉં તો મુજને વ્રત આપો. ત્યારે કુલપતિએ પણ તેને યોગ્ય જાણી પોતાની વિધિ મુજબ તાપસ વેષ સમર્પણ કર્યો.