________________
૩૦૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૪-૩૩ મંત્રના છંદ વિગેરેથી મોજુદ છે પણ ૩% ગણો એમ કહેનારા ખરેખર શાસ્ત્રની અને ચૌદપૂર્વના સારભૂત એવા નવકાર મહામંત્રની અવગણના કરનાર હોવાથી મહામિથ્યાષ્ટિ છે કારણ કે શ્રી સિધ્ધસેન દિવાકર જેવા મહાસમર્થ આચાર્યને પણ નવકાર મંત્ર સંસ્કૃત ભાષામાં ટૂંકા રૂપે અને પ્રાકૃત બનાવવાનો વિચાર માત્ર થયો તેથી તેમને પારાંચિત્ નામનું પ્રાયશ્ચિત આવ્યું તો પછી મહામંગલમય નવકારમંત્રને ઉત્થાપીને તેને ઠેકાણે નમો
ગણવાનો ઉપદેશ કરનારાને કેટલું પ્રાયશ્ચિત છે તે સ્વયં સમજાઈ જાય તેવું છે. પ્રશ્ન ૩૪૮- ત્યારે હેમચંદ્રસૂરીશ્વરજીએ યોગ શાસ્ત્રમાં ૐકાર જપવાનું કેમ કહ્યું છે ? સમાધાન- કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીમદ હેમચંદ્રસૂરીશ્વરજીએ યોગશાસ્ત્રમાં ઓમકાર પૂર્વક
નવકાર જપવાનું તેઓને કહ્યું છે કે જેઓને ઐહિક સુખની ઇચ્છા હોય; પણ જેમને મોક્ષની જ ઈચ્છા હોય તેમને માટે કારની જરૂર છે નહીં. મંત્રપ્રવપૂર્વોડ્યું નહિવામિ , ધ્યેય પ્રાદિનતુ નિર્વાણ સિમિટ ? પ્રણવ એટલે
કારપૂર્વક આ લોકના સુખની ઇચ્છાવાળાએ નવકાર આદિકનો જાપ કરવો પણ
નિર્વાણ સુખની ઇચ્છાવાળાએ તો ઓંકારપૂર્વક ગણવાની જરૂર છે જ નહીં. પ્રશ્ન ૩૪૯- જ્ઞાનદાન કોનું નામ? સમાધાન- - અજ્ઞાન જીવોને જીવ, અજીવનું સ્વરૂપ, આશ્રવ તથા સંવરના કારણો, બંધ તથા
નિર્જરાના સાધનો તથા મોક્ષના ઉપાયોનું જ્ઞાન આપવામાં આવે તેને જ્ઞાનદાન કહેવાય. કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી લખે છે કેઃ રાન્ન થનમઃ | ધર્મને નહીં સમજનારાઓને જે જ્ઞાન આપવામાં આવે તે જ્ઞાનદાન કહેવાય. તે સિવાયનું સોલિસિટર અથવા બેરિસ્ટર સુધીનું અથવા તેવી જ સ્થિતિ સુધીનું વ્યવહારીક જ્ઞાન દેવાય તેને જ્ઞાનદાન તો કહી શકાય જ નહીં, કારણ કે વ્યવહારિક જ્ઞાન વસ્તુતઃ સાચું જ્ઞાન નહીં હોવાથી ખરેખર અજ્ઞાનદાન જ કહેવાય છે. કારણ કે તે સંસારમાં ડુબાડવાનું
પરમ કારણ છે. પ્રશ્ન ૩૫૦- આ જીવ સુખમાં રાજી અને દુઃખમાં નારાજ કેમ થાય છે ? સમાધાન- આ જીવ સુખના અને દુઃખનાં કારણોમાં જતો નથી માટે જ એની એ દશા છે. સુખ
ભોગવવામાં જીવ પોતાની કર્મની શુભ પ્રવૃત્તિમાં પણ નુકશાન કરે છે. જીવ જ્યારે દુઃખ ભોગવવાને તૈયાર થાય ત્યારે કર્મની અશુભ પ્રકૃતિઓ તોડે છે તેથી દિનપ્રતિદિન તે
હલકો થાય. પ્રશ્ન ૩૫૧- દિવસ કેટલી ઘડી ચઢ્યો અથવા કેટલી ઘડી બાકી રહ્યો એવું જૈન શાસ્ત્રમાં ક્યાંય
વિધાન છે ? સમાધાન- યતિદિનચર્યા નામના ગ્રંથમાં, સાધુઓએ પોરિસ ક્યારે ભણાવવી વિગેરે અધિકાર જ્યાં
ચાલ્યો ત્યાં જણાવ્યું છે કે પોતાના શરીરની છાયા પગલાંથી માપવી. તે જેટલાં પગલાં થાય તેમાં સાતની સંખ્યા ઉમેરવી. આવેલા સરવાળાની સંખ્યા વડે ૨૮૯ (બસે નેવ્યાશી)ને ભાગવા આવેલા ભાગાકારમાંથી બે બાદ કરી, તે બાદબાકીના અર્ધ કરવા. તે જે સંખ્યા આવે તેટલી ઘડી દિવસ ચઢયો અને બપોર પછી તેટલી ઘડી દિવસ બાકી
રહ્યો એમ સમજવું. ઉદાહરણ
છાયાના માપના પગલા ૧૦૨ ૭=૧૭ ૨૮૯+૧૭+=૧પા અર્ધા માટે કા ઘડી એટલે ત્રણ કલાક ભાગાકારમાં વધેલી શેષતે પળો સમજવી. એક મિનિટની પળ રા(અઢી) થાય છે.