________________
૩૦૭
શ્રી સિદ્ધચક્ર
,
તા. ૧૦-૪-૩૩
પ્રશ્ન ૩૪૪- જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર કર્મોના શુભ આશ્રવો
હોય કે નહીં? સમાધાન- ન હોય, કારણ કે જ્ઞાન વિગેરે તો આત્માના મૂળ ગુણો છે જ્યારે આશ્રવો તો પૌદગલિક
છે; જ્ઞાનાવરણીય વિગેરે તો પોતે જ આશ્રવરૂપ છે, આત્માના મૂલગુણનો ઘાત કરનાર છે. એ ચારે ઘાતી કર્મોનો નાશ થવાથી તો અનન્ત જ્ઞાન, અનન્ત દર્શન, વીતરાગતા, અને અનંત વીર્યરૂપ આત્મીય ગુણોનો આવિર્ભાવ થાય છે માટે આ ચાર કર્મોના શુભ
આશ્રવ હોય જ નહીં. પ્રશ્ન ૩૪પ- પુંડરીક રાજાએ કંડરીકને ગૃહસ્થવેષ આપીને પોતે સાધુપણું સ્વીકાર્યું એમને સાધુપણું
તોડાવવાનો દોષ લાગ્યો કે નહીં ? સમાધાન- રાજ્યની ઇચ્છાવાળા કંડરીક મુનિ જ્યારે જ્યારે આવ્યા છે ત્યારે ત્યારે પહેલાં તો બે
ત્રણ વખત પુંડરીકે એમને સ્થિર કર્યા છે. છેલ્લી વખતે કંડરીક આવી ગામ બહાર ઊતર્યાના સમાચાર જાણી પુંડરીક રાજા ત્યાં આવ્યા તો કંડરીકને લીલોતરી ઉપર બેઠેલા અર્થાત્ સાધુત્વથી ખસી ગયેલા (ટ્યુત થયેલા) જોયા અને હવે એ સ્થિર થાય એવું જ નથી એમ ધારી પોતે રાજધુરાને છોડી કંડરીકના સાધુવેષને સ્વીકારી લીધો. અત્રે પુંડરીકને કંડરીકને સાધુપણાથી ખસેડવાનો દોષ બિલકુલ નહીં કારણ કે કંડરીકના આચાર વિચારથી, બોલવા ચાલવાથી તે સાધુપણામાં હવે ટકે તેમ નથી, સાધુપણું છોડવાનો જ છે એમ નિશ્ચય થવાથી પોતે સાધુવેષ સ્વીકાર્યો છે અને કંડરીકને (તેની પોતાની તે ઈચ્છા હોવાથી) રાજ્ય આપ્યું છે માટે સાધુપણાથી ખસેડવાનો લેશ પણ
દોષ પંડરીકને છે જ નહીં. પ્રશ્ન ૩૪૬- દેશના દેવાને અધિકારી કોણ? સમાધાન
ધર્મોપદેશ દેવાનો અધિકાર શાસ્ત્રકારોએ, સર્વથા ત્રિવિધ ત્રિવિધ વૌસીરાવ્યો છે સંસાર જેમણે એવા મુનિઓને જ સમપ્યું છે. મુનિ પણ યોગ્ય સ્થાને દેશના આપે તો જ સ્વ-પર ઉપકારી થાય કેમકે “મષિત મુનીન્દ્રઃ પાપ હજુ તેના સ્થાને સન્માન ભવાનવિપ” બાળબુદ્ધિ, મધ્યમબુદ્ધિ અને તિક્ષણબુદ્ધિ જીવોને તપાસ્યા વગર, જો બાળબુદ્ધિવાળાને લાયક દેશના તીક્ષણ બુદ્ધિવાળાને આપવામાં આવે, તીક્ષણ બુદ્ધિવાળાને લાયક દેશના મધ્ય બુદ્ધિવાળાને આપવામાં આવે તો પરસ્પર યોગ્ય સ્થાનાભાવે, તે દેશના છે. છતાં પણ તે દેશનાને શાસ્ત્રકારોએ પાપમય દેશના અને ભવાટવીમાં ભયંકર વિપાક (દુઃખ) ને આપનારી દેશના છે. તત્ત્વ એ છે કે સંસારથી
ઉદ્ધાર કરનારાની દેશના પણ અસ્થાને દેવામાં આવે તો સંસારમાં ડુબાડનારી થાય છે. પ્રશ્ન ૩૪૭- કેટલાકો કહે છે કે નવકારમંત્ર ગણવા કરતાં એ ટુંક અક્ષરોમાં જો ૐ નમો પાર્શ્વનાથવા
ઇત્યાદિ જો ગણવામાં આવે, જાપ કરવામાં આવે તો આ ભવમાં ને પરભવમાં મહાત્રદ્ધિ સિધ્ધિને આપનારો થાય. આવું કહેવું એ શું મંત્રાધિરાજ નવકારમંત્રની તથા શાસ્ત્રની
અવગણના નથી ? સમાધાન- શાસ્ત્રકારોએ જગા જગા પર નવકારમંત્ર ગણવાનું કહ્યું છે એનું કારણ એવું છે કે
નવકારમંત્ર અનાદિ અનન્ત છે, શાશ્વતો છેઃ એ નવકારમંત્રનો જો સારો સંસ્કાર આત્મામાં પડી જાય તો શ્રી જિનેશ્વર દેવના ધર્મની પ્રાપ્તિ થાય એનાં કંઈ દાખલા નવકાર