________________
૩૦૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૪-૩૩ પ્રશ્ન ૩૪૨- આશ્રવો કોને કહેવાય ? મન વચન કાયાની કઈ પ્રવૃત્તિથી શુભ આશ્રવ આવે અને
કઈ પ્રવૃત્તિથી અશુભ આશ્રવ આવે ? સમાધાન- मनोवाक्काय कर्माणि योगाः कर्म शुभाशुभं यदाश्रवन्तिजंतुनामाश्रवास्तेन कीर्तिताः
૨ મન, વચન, અને કાયા ધારાએ જે શુભ અથવા તો અશુભ કર્મોને જે પ્રાણીઓ એકઠા કરે તે આશ્રવ કહેવાય છે, જૈવિવાજિંતર મંસૂ સુમાત્મામ્ પાવે વિષયાનાં વિતનોત્સશુમં પુનઃ I ? A મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવના યુક્ત ચિત્તવાળો પ્રાણી કરે તો શુભ આશ્રવનો સંગ્રહ કરે અને ચાર કષાયો અને પાંચે ઈદ્રિયોની અંદર તલ્લીન ચિત્તવાળો અશુભ કર્મોને વિસ્તારે છે. "शुभार्जनाय निर्मिथ्यं श्रुतज्ञानाश्रितंवचः । विपरीतं पुनर्जयाम् शुभार्जनहेतवे"॥१॥ સાચું વચન અને શ્રુતજ્ઞાન એટલે શાસ્ત્રને અનુસરતું, પણ પરસ્પર વિરુદ્ધ અને અસંબદ્ધ નહીં, એવું વચન બોલવાથી શુભ આશ્રવ અને એનાથી વિપરીત એટલે જેમ તેમ જાડું બોલવું, શાસ્ત્રના યથાર્થ અભ્યાસ વિના યાતકા પ્રજલ્પવાદ કરવો એ બધું અશુભ આશ્રવના હેતુભૂત છે. शरीरेणसुसेन शरीरी चिनुते शुभम् । सततारंभिणाजंतुद्यातकेनाऽशुभं पुनः શરીરથી સુગુપ્ત પ્રાણી શુભ કર્મોને એકઠાં કરે છે અને તેનાથી વિરુદ્ધ એટલે નિરંતર સતત (અહર્નિશ) આરંભમાં જ મન, વચન, કાયાના યોગોને પ્રવર્તાવનારો અનેક
જીવોના ઘાતમાં જ ઉદ્યત પ્રાણી અશુભ કર્મના આશ્રવને ઉપાર્જન કરે છે. પ્રશ્ન ૩૪૩- જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને મોહનીય કર્મોના આશ્રવ શી રીતે આવે.
સમાધાન
આ કર્મોના શુભાશુભ આશ્રયોના વિભાગ નીચે પ્રમાણે છે. ૧. જ્ઞાન ભણતાને વિન કરવું, શાસ્ત્રીય પદાર્થોને ઓળવી રાખવા, જ્ઞાન અને જ્ઞાનીઓની આશાતના કરવી, ઉપઘાત કરવો અને જ્ઞાની મહાત્મા ઉપર માત્સર્ય રાખવું. આ તમામ જ્ઞાનાવરણીયના આશ્રવો અશુભ છે અર્થાત્ જ્ઞાનાવરણીયના આવો અશુભ હોય. ૨. દર્શનાવરણીયનાં આશ્રવો નિદ્રા આદિક પ્રમાદોનું આસેવન કરવાથી થાય છે તે સર્વ અશુભ આશ્રવ જ છે. ૩. દેવપૂજા, ગુરુસેવા, સુપાત્રમાં દાન, જીવોની દયા, ક્રોધાભાવરૂપ ક્ષમા, સરાગસંયમ, દેશવિરતિસંયમ, અકામનિર્જરા (અજ્ઞાની જીવોને થતી), શૌચ (પવિત્રતા), બાલાપ (વગર સમજે કરાતી તપશ્ચર્યા), આ વેદનીય કર્મનાં શુભ આશ્રવો છે; દુઃખ, શોક, પ્રાણીઓની હિંસા, રૂદન, રમત વિગેરે પોતે કરે અથવા બીજાને કરે તથા કરાવે વિગેરે વેદનીય કર્મના અશુભ આશ્રવો છે. ૪. કેવળજ્ઞાની, શાસ્ત્ર, ચતુર્વિધ સંઘ, તથા ધર્મના અવર્ણવાદ બોલવાથી, ઉપદ્રવ વિગેરે કરવાથી મોહનીય કર્મનાં આશ્રયો આવે છે અને તે અશુભ છે.