________________
૩૧૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૪-૩૩ મિત્ર કોણ હતો ને દુઃખ દારિદ્રાદિ દુઃખો કેવી રીતે હતા એ મુજને કૃપા કરી જણાવો. પારણાનું આમંત્રણ ને તેને માટે તાપસનું આવવું.
ત્યારે મુનીએ કહ્યું કે હે રાજનું ઉત્તમ પુરુષો જ હોય છે તે તો સ્વયમેવ ધર્મને અંગીકાર કરે છે. મધ્યમ પુરુષો કોઈનાથી પ્રેરાઈને ધર્મ અંગીકાર કરે છે. ને અધમ પુરુષો તો કોઇ પ્રકારે ધર્મને પણ નથી અંગિકાર કરતા, જે માણસ ગમે તે ઉપાયે ધર્મમાં જોડે તે કલ્યાણ મિત્ર કહેવાય. કારણ કે સંસાર રૂપ કૂવામાંથી કાઢે તે જ મિત્ર ખરો કહેવાય. આજ વસ્તુનું પ્રતિપાદન કરતા જૈનશાસન કહે છે ધર્મની આરાધના કરવામાં સહાય કરે તે જ વાસ્તવિક રીતે માતા, પિતા, સ્ત્રી, બંધવ છે. વળી મિત્ર પણ તે જ કહેવાય પણ જે માતાપિતા સંસારરૂપ સાગરને તરવામાં સ્ટીમર સમાન ધર્મની આરાધના કરતા રોકે તે ખરેખર માતાપિતા જ નથી કારણ માતાપિતા એકાંતે હિતૈષી જ હોય ને ધર્મની આરાધના કરવાથી સંસારસાગરનો પાર પામી આત્મા મુક્તિ પામે તેમાં જ ખરેખર હિત છે, તેથી જ માતાપિતા સંસાર સાગરના પાર પામતા પુત્રને પોતાના સ્વાર્થની ખાતર અટકાવે નહીં ને પુત્રે પણ સમજવું જોઇએ. “અનાદી કાળ માતા, પિતા, પુત્ર, બંધને સકલ પરિજન આ આત્માએ કર્યા ને ભવોભવ રોવડાવ્યા ત્યારે એ માતાપિતાને રોવડાવવા ન પડે. ને જન્મમરણનો ભય મટી જાય માટે ચારિત્ર અંગિકાર કરી મુક્તિપદ પામું. ભલે એ એક ભવે પોતાને મોહ હોવાથી રુદન આવી જાય પણ એ મોહનો ઉછાળો જ્યાં સુધી હશે ત્યાં સુધી જ પછી તો સુજ્ઞ હોવાથી પોતે અનાદિકાળનો સંબંધ જાણી તે પણ ચારિત્ર અંગિકાર કરશે.” એ પ્રાસંગિક થોડું કહ્યું. ત્યારબાદ રાજાના પૂછવાથી અગ્નિશર્માએ પોતાને વૈરાગ્ય થવાનું કારણ જણાવ્યું એટલે પોતાનું ચરિત્ર કહ્યું તે સાંભળી રાજા વિચાર કરવા લાગ્યો કે “અહો મેં આ મહાત્માને દુઃખ દીધું છે છતાં પણ મને ધર્મમાં જોડનાર તરીકે માને છે હું તો પાપાત્મા છું” એમ વિચારી કહ્યું કે “મહાત્મન્ તે જ પાપી ગુણસેન હું છું કે જેણે તમને દુઃખ દીધું હતું” ત્યારે મુનીએ કહ્યું કે હે મહારાજ આપ ગુણસેન રાજા છો કે જેના યોગ વડે હું આ તાપસ દિક્ષારૂપ લક્ષમીને પામ્યો.
“રાજાએ કહ્યું કે, મુનીઓ સદાએ પ્રિય બોલનાર હોય છે કારણ કે કોઈ દિવસ ચંદ્ર અંગારાની વૃષ્ટિ કરે ખરો. બસ હવે મેં પહેલા આપને બાલ ચેષ્ટિત કર્યું તે માફ કરો ને કહો કે આપનો પારણાનો દિવસ ક્યારે છે ? ત્યારે મુનિએ કહ્યું કે “આજથી પાંચ દિવસ પછી પારણું છે", ત્યારે રાજાએ કહ્યું કે ભગવાન મારી ઉપર ઘણો જ પ્રસાદ કર્યો. .