SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૩ શ્રી સિદ્ધચક્ર તેમજ મિથ્યાર્દષ્ટિ બન્નેને નારકીમાં ક્ષેત્ર વેદના સમાન છે. પરમાધામીકૃત તથા પરસ્પરકૃત દુઃખ સમ્યગ્દષ્ટિને ઓછાં છે પણ પશ્ચાતાપનું દુઃખ એવું જબરદસ્ત છે કે ન પૂછો વાત !!! દુનિયાદારીમાં દેખાય છે કે ભાણામાં પાંચે પકવાન પડેલા છે પણ જમતી વખતેય આબરૂ જવાનું દુઃખ એના હૃદયમાં કેવું હોય છે ! પોતે મનુષ્યભવ હારી ગયો, ધર્મ ન આરાધી શક્યો, ઊલટો નર્કમાં આવ્યો એના પશ્ચાતાપનું દુઃખ સમ્યગદૃષ્ટિ નારકીને એટલું બધું હોય છે કે તેની પાસે બીજા દુઃખો કાંઈ હિસાબમાં નથી ! જ્યારે નારકીને આટલું દુઃખ થાય તો તેના મનોરથ કેવા હોવા જોઇએ ! કારણ કે મનોરથ વગર આટલું થાય નહીં ! પણ દરદ્રીના મનોરથ કૂવાની છાંયડી જેવા હોય છે. તિર્યંચની ગતિમાં, પોતાને ધર્મ હારી ગયેલો દેખીને તત્કાળ અનશન કરે તો તેના ભાવના કયા પ્રકારની હોય ? ચંડકોશીઆ સર્પની વાત તો દરેક પર્યુષણા પર્વમાં સાંભળો છો, વિચારો કે પાછલો ભવ હારી ગયો એ જાણીને, જે સાપ જરા દબાણ સહન ન કરી શેક તેણે છોકરાઓના પથરા ખાઇને ઊંધું માથું (દરમાં) ઘાલી પારાવાર વેદના સહન કરી એ સ્વભાવ કેવો પલટાવ્યો હશે ! પોતાની દૃષ્ટિ માત્રથી ઝાડ બીડને બાળી નાખે એવો ક્રોધી સર્પ પોતાની દૃષ્ટિથી કોઇ મરે નહીં આવી ભાવનાથી દરમાં મોં ઘાલી પડયો રહે એ કેટલું હૃદય-પરિવર્તન ! જીવનનો કેવો પલટો ! જે નાગ આખા વનમાં મનુષ્યની ગંધ પણ સહન કરતો નથી તેને રબારણો ઘી ચોપડે એ શી રીતે સહ્યું હશે ! દેહમાં કીડી આરપાર નીકળે છે એ દશા સાપના ભવમાં સહન (સમભાવે) થવી કેટલી મુશ્કેલ! માત્ર બે ચટકામાં આપણી કેવી દશા થાય છે ! તીર્થંકરના માત્ર ‘બુઝર ! ' એટલા વચનથી એ ભયંકર દૃષ્ટિવિષ ચંડકૌશિક સર્પને-એ કાળા નાગને જાતિ સ્મરણ જ્ઞાન થયું. હવે જો માત્ર સમ્યગદર્શન, જ્ઞાન કે-વિરતિથી સાફલ્ય હોય તો તે તિર્યંચમાં પણ છે. તિર્યંચનો ભવ સફળ કેમ નહીં ? મનુષ્યનો ભવ મોક્ષની નીસરણી ગણાય તેનું એક જ કારણ છે કે સેસને અનર્થ ગણીએ તેમ છોડી પણ શકીએ છીએ. તા. ૧૦-૪-૩૩ (૧) નિશ્ચય (૨) પ્રવૃત્તિ (૩) વિઘ્નજ્ય (૪) સિદ્ધિ (૫) વિનિયોગઃ ભાવના આ પાંચ પ્રકાર. બીજો ભાવ પ્રવૃત્તિરૂપ છે. પણ પ્રવૃત્તિ કરનારે એક વાત ધ્યાનમાં રાખવી કે એક ડગલું ઉપાડો તો છાતીએ જોર આવવાનું. ઊંચે ચડવાના પ્રયાસમાં છાતીએ જોર ન આવે એ બને નહીં. મોક્ષ માર્ગના પ્રયાસમાં ખીલી ખટકો ન થાય એ જૈન શાસનમાં બનવાનું નથી. એ તો આત્માએ એ પ્રવાસ આદર્યો છે કે ઘરના હિતૈષી ગણાતાઓ શત્રુ થઇ આડે આવવાના છે. દુનિયાદારીમાં જેમ દેખાય છે કે છોકરી સાસરે જાય તેમ સંબંધીઓ રૂએ છે તેમ અહિં પણ સમજવાનું. જે છોકરી ભાઇભાંડુના આંસુ તરફ નજર કરે તે સાસરે જઇ શકે નહીં; જે એ તરફ ન જુએ તે જ સાસરે જઈ શકે તેવી રીતે સ્વસ્વરૂપમાં જવા ઉજમાળ થયેલો આત્મા સંબંધીના આંસુઓ તરફ નજર પણ કરતો નથી; જે એ તરફ જુએ તે આગળ વધી શકે નહીં એ માર્ગમાં ડગલે ને પગલે વિઘ્ન છે; કહો કે વિઘ્ન પરંપરા છે
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy