SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ શ્રી સિદ્ધચક્ર તા. ૧૦-૪-૩૩ નરકગતિમાં સમકિતી જીવો વધારે દુઃખી શાથી છે? આટલે આવ્યા પછી સમકિત આવ્યું? ના ! હજી સુધી મિત્રોને મિત્રો ગણ્યા પણ શત્રુ ને શત્રુ સમજ્યા નહીં. શત્રુને મિત્રની કોટિમાં (પંક્તિમાં) બેસાડયા (ગણ્યા) માટે ધર્મને અર્થ તથા પરમાર્થ ગણવા છતાંયે સમ્યકત્વ છેટું (દૂર) છે. તેણે મન નિગ્રંથ પ્રવચન સિવાય દુનિયાના પદાર્થ માત્ર અનર્થરૂપ છેઃ નિરર્થક છે એટલું જ માત્ર નહીં પણ અનર્થકર છે, અનર્થ રૂપ છે, આ ત્રા પગથિયું! આ સ્થિતિ સંપ્રાપ્ત થાય ત્યારે પહેલો ભાવ આવ્યો. ‘ભાવ ! ભાવ ! એમ બધા પોકારીએ છીએ પણ ભાવનું સ્વરૂપ સમજવું જોઈએ. જો હૃદયના ઉમળકાને ભાવ કહો તો ક્યો મનુષ્ય ધર્મભાવ વગરનો ફરે છે ? જેઓ પોતાની જીંદગીના ભોગ આપે છે તે હૃદયના ઉમળકા વગર નથી આપતા, પણ અહીં તમારે કયો ભાવ લેવો છે ? પહેલાં હેયને હેય તરીકે નિશ્ચિત કરો, ઉપાદેયને ઉપાદેય તરીકે નિશ્ચિત કરો. હેય ઉપાદેયનો નિશ્ચય કરો તેમાં જે ભાવ થાય તે પહેલો ભાવ. આ થયા છતાં પણ દરિદ્રીના મનોરથ શા કામના ? નારકીઓમાં ઘણાંયે એ રીતે બળી રહ્યા છે. નારકી જીવોમાં સમકિતી જીવો આથી જ વધારે દુઃખી છે, કારણ કે એને હૃદયની બળતરા છે. અણસમજુને લોકો વચ્ચે નાગો કરો તેમાં તેને દુઃખ થતું નથી પણ સમજુને ઉપયોગની લગીર શૂન્યતા થાય તો પ્રાણ જવા જેવું થાય છે. નર્કગતિમાં મિથ્યાત્વીને કાંઈ થતું નથી સમકિતીને તો કાયમ એ બળતરા થાય છે કે અમૃતનો આસ્વાદ સ્વાધિન છતાં મૂત્રનાં કુંડામાં મોં ઘાલ્યું! ધર્મ એ અમૃત છે જ્યારે પાપ એ મૂત્ર છે. આબરૂની જરા ઊણપ થવાના પ્રસંગે આબરૂદારની છાતીના પાટીયાં ભીંસાઈ જાય છે પણ આબરૂ વગરનાને કશું થતું નથી. નરકમાં સમકિતીને પૂર્વભવે મોક્ષના સાધનરૂપ મનુષ્યભવથી મોક્ષ અગર દેવલોક મેળવવાને બદલે નરકમાં આવ્યો એ માટે પારાવાર પશ્ચાતાપ થાય છે. એ એક જ છતાં ભયંકર ભૂલનો પશ્ચાતાપ ચાલુ હોય છે. માટે નારકી જીવોમાં સમકિતીને વધારે દુઃખી કહ્યા છે. નરકગતિમાં વધારે જ્ઞાન કેમ ? નરક ગતિ હલકી છતાં ત્યાં જ્ઞાન વધારે કેમ ? સમાધાન- પકડાયેલા ગુનેગારોની માવજત સરકારને કરવી પડે છે. ગુનેગારને ગુનાની સજા ભોગવવી જોઈએ, માટે સરકાર ડાટર લાવી પછી ફાંસી દે છે. મુદ્દો એ છે કે સમજણે કરેલા ગુનાની સજા સમજણમાં કરવાની છે. પાપ કરનારમાં વધારેમાં વધારે જ્ઞાન કેટલા ? કેવળી પાપ બાંધે જ નહીં તેમ તેમને પુણ્ય પણ ટકતું નથી. મનઃ પર્યવજ્ઞાનવાળા અપ્રમાદી સાધુને અંગે પણ પાપનો પ્રશ્ન નથી. મતિ, ચુત, અવધિ, વિભંગ, આ ત્રણ જ્ઞાનમાં કરેલા પાપની સજા ભોગવતી વખતે તેટલા પૂરતી (ત્રણ જ્ઞાન જેટલી) તો સાવચેતી જોઇએને ! સાવચેતીથી કરેલા ખૂનને અંગે ક્લોરોફોર્મ સુંઘાડી ફાંસી દેવામાં આવતી નથી. ઊલટો જો ખૂની બેભાન થયો હોય તો તેને ભાનમાં લાવીને પછી સજા કરે છે. જો કે અત્યારે અવધિજ્ઞાનનો વિચ્છેદ નથી પણ માનવાને અવકાશ નથી. હોય એમ માની શકીએ પણ છે એવું માનીએ ક્યારે ? પરીક્ષામાં પસાર થાય ત્યારે ! જેઓ નર્કથી શાસ્ત્રાર્થ સંગત કરે છે તેઓને આપણે આ યુક્તિથી કહીએ છીએ કે સજા વખતે સાવચેતી જોઈએ માટે નારકને ત્રણ જ્ઞાન નિયમિત છે. સમ્યગદૃષ્ટિ
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy