________________
૩૦૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૪-૩૩ થવું છે કે દાસી? આ પ્રશ્ન દુનિયાદારીનો છે એમ લાગશે પણ આ પ્રશ્ન જ નકામો છે. નાના છોકરાને પૂછીએ કે “ડાહ્યા થવું છે કે ગાંડા?' તો કહેવાનો? કૃષ્ણજી ઉંમરલાયક છોકરીને પૂછે છે કે “રાણી થવું છે કે દાસી?' અર્થાત્ સાધ્વી થવામાં જ રાણીપણું છે અને રાજાની રાણી બનવામાં દાસીપણું છે. જેમ દવાખાને આવેલ દર્દી દર્દ સાંભળી મોં બગાડે, દવાની કડવાશને અંગે દાકતરને ગાળ પણ દે પણ દાક્તરનું કામ એક જ કે દર્દીને નિરોગી બનાવવો. તેમ ભવાભિનંદીઓ ગમે તેવો પ્રલાપ કરે પણ ધર્મિષ્ઠોનું ધ્યેય તો તેઓના હિતનું જ હોવું જોઈએ. સોળ હજાર મુકુટબદ્ધ રાજાની સભામાં શ્રીકૃષ્ણ પોતાની વર વરવાને આવેલ પુત્રીઓને આ પ્રશ્ન કરે છે ! આ પ્રશ્ન સૂચક છે જે ઉત્તર જોઇએ છે તે જ એમાંથી મળવાનો. દાસી થવાનું કોણ કહે ? સૌ (દરેક) રાણી થવાનું જ કહે ! અને એ જ મુજબ પેલી કન્યાઓ રાણી થવાનું કહે છે. કૃષ્ણજી રાણી થવાના શબ્દોને ક્યાં લઈ જાય છે ? તરત આદેશ કરે છે કે “રાણી થવું હોય તો ભગવાન શ્રી નેમિનાથજી મહારાજ પાસે દીક્ષા લ્યો !' પોતાની જ પુત્રીઓને આવો આદેશ કરનાર, પરાણે આવી પ્રેરણા કરનાર, એ પિતાને રૂઆડે રૂંઆડે ત્યાગ ધર્મ કેવો વસ્યો હશે ! એ ત્યાગ ધર્મ પ્રત્યે કેટલું બહુમાન હશે ! કૃષ્ણ, શ્રેણિક વિગેરે કે જેઓ રાણી માટે યુધ્ધો કરતા, ચોરી-હરણાદિ કરતા છતાં એ રાણીઓ પ્રવજ્યા લેવા તૈયાર થાય એટલે ખલાસ ! એમાં આડા તો પડે શાના ! પણ પોતે જ પૂર ઠાઠમાઠથી પ્રવજ્યા અપાવતા. એક રાણી લાવવા માટે શ્રેણિકે વિશાળા નગરી સુધી સુરંગ ખોદાવી છે, અભયકુમાર સરખો (રાજ્યનો આધાર) વેષ પલટાવી પર રાજ્યમાં રહેલ છે, એ રીતિએ રાજપુત્રીનું (ચલ્લણાનું) હરણ કર્યું છે. એ યુદ્ધમાં સુલતાના બત્રીશ પુત્રો (મહા સુભટો) મરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આવા નૃપતિઓ પણ પ્રવ્રજ્યાની વાત આવી, ધર્મારાધનની વાત આવી એટલે ચૂપ થઈ જતા. પોતાની માતાની દિલગીરી દુર કરવા દેવતાના આરાધનથી મેળવેલા ભાઈ (ગજસુકુમાલ)ને કૃષ્ણજી શી રીતે દીક્ષા અપાવી શક્યા હશે ! કહો કે પરમ નું બીજું પગથિયું આવ્યું ત્યારે ! મિલકત તે કહેવાય કે જે સાથે લઈ જઈ શકાય.
દેશી સ્ટેટમાં એ નિયમ છે કે ત્યાં કમાયેલી મિલકત બીજે લઈ જવાતી નથી, જ્યારે સાર્વભૌમ સત્તાની રૈયત પોતાની મિલકત બીજે લઈ જઈ શકે છે, તેવી રીતે આ આત્મા પોતાના જીવનમાં જે ધર્મ પ્રવૃત્તિ કરે, પુણ્ય સંચય કરે, કર્મો નિર્જરે એ તમામ મિલકતને પરલોકમાં લઈ જઈ શકે છે અર્થાત્ આ મિલકત સાર્વભૌમ સત્તામાં કમાવાતી મિલકત જેવી છે જ્યારે આ આત્મા આ ભવચક્રને અંગે શરીર, કુટુંબ, ધન વિગેરે મેળવે છે, વધારે છે તે મિલકત દેશી સ્ટેટમાં કમાવાતી મિલકત જેવી છે અર્થાત્ સાથે લઈ જઈ શકાતી નથી. બીજા પગથિયાવાળાની વિચારણા કઈ હોય? શરીર, કુટુંબ, સંપતિ વિગેરે પુણ્યોદયે મળેલા પદાર્થો માત્ર આ એક ભવ પૂરતા છે જ્યારે ધર્મ ભવે ભવે સુખ દેનાર છે માટે આ ત્યાગમય નિગ્રંથ પ્રવચન (જૈન શાસન) એ પરમાર્થ છે.