________________
૩૦૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૪-૩૩ હુકમનામાની બજવણી ક્યાં થાય ? કમાનારને ત્યાં થાય; દેવાળીયા કે ભીખારચોટને ત્યાં ન થાય. આ આત્મા આત્મ સ્વરૂપને ઝંખે, તે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે, તે માટે તૈયાર થાય તે વખતે એને માલદાર થયો દેખી કર્મરાજા હુકમનામાંઓ બજાવે છે માટે તે વખતે તો કોથળીઓ તૈયાર રાખવાની છે. છતે નાણે જે હુકમનામાની રકમ ન દે તેને ચોકીએ જઈને બેસવું પડે તેમ આ આત્મા અઢળક રિધ્ધિવાળો છે. છતી શક્તિએ યોગ્ય રસ્તે ન પ્રવર્તે તો દુર્ગતિરૂપી ચોકીની બેડીઓ તૈયાર છે. કહેવાનો મુદ્દો એ કે વિદ્ગોને જીતવા, વિર્ષોલ્લાસ ફોરવવું. પહેલો ભાવ હેયપાદેયનો નિશ્ચય, બીજો ભાવ પ્રવૃત્તિ, ત્રીજો ભાવ વિધિજય આટલું થયા પછી પણ કરેલી મહેનત માટીમાં ન મળે તેવી સાવચેતી જોઈએ. એક મુનિને કાઉસ્સગ્નમાં અવધિજ્ઞાન થયું પણ ઇંદ્ર-ઇંદ્રાણીનાં રીસામણા-મનામણાં દેખી હસવું આવતાં તે ચાલ્યું ગયું; માટે ચોથો ભાવ સિધ્ધિ. સિધ્ધિને અંગે એક તસુ પણ પાછા હઠવું નહીં. પાંચમો ભાવ વિનિયોગ.
હવે ખાવાનો સ્વાદ ક્યારે? માત્ર પોતે ખાય તેટલા માત્રથી નથી પણ બીજાને ખવરાવવાથી સાચો સ્વાદ. ખરો આહ્વાદ છે. પોતાને મળેલું બીજાને આપવામાં જ પરમ સ્વાદ છે, માટે શાસ્ત્રકારોએ ધર્મની અપેક્ષાએ આર્ય અનાર્ય એવા બે વિભાગ પાડ્યા. જ્યાં “ધર્મ' અક્ષર સંભળાય તે આર્ય ક્ષેત્ર અને ધર્મ' અક્ષર ન સંભળાય તે અનાર્ય ક્ષેત્ર. આ વિભાગ દરેકને ધર્મની પ્રવૃત્તિ માટે સૂચક છે. તે ધર્મ નામ માત્ર ન જોઈએ પણ વસ્તુ રૂપે જોઈએ. શ્રી સર્વશે કહેલો ધર્મ વસ્તુ ધર્મ છે, તેના કહેનાર તીર્થંકર છે. પ્રભુશાસનમાં પામેલાઓ બીજાને પમાડવાની અનેકવિધ કાર્યવાહી કરે છે તે વિનિયોગની સાર્થકતા છે.
*
*
*