________________
૨૯૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૪-૩૩ જેવા લાંબા જીવનમાં વૃદ્ધત્વનું તો નામ પણ નથી, જ્યાં સુખનાં સાધનો લેશ પણ મહેનત વગર મળે છે, જ્યાં પરસ્પર ક્લેશ નથી, કોઈ કોઈને ઉત્પાત કરતો નથી, કોઈ કોઈની ચીજ લેતો નથી. જ્યાં આવું લાંબું જીવન છે અને ઉપર જણાવ્યા મુજબ સુખનાં વિપુલ સાધનો વગર આયાસે મળે છે, વિના વિને ભોગો ભોગવાય છે તે તમામ ક્ષેત્રોને (દેવકુફ ઉત્તરકુરૂ વિગેરે છપ્પન અંતરદ્વીપને) શાસ્ત્રકારો અનાર્ય ક્ષેત્ર કહે છે. ત્યારે એ પણ સિદ્ધ થયું કે સુખનાં સાધનો મફત મળે તે ઉપર આર્યની વિશિષ્ટતા નથી. આર્યની વિશિષ્ટતા ધર્મની પ્રવૃત્તિમાં છે. જ્યાં જ્યાં ધર્મની પ્રવૃત્તિ છે તે તે ક્ષેત્રોને આર્ય ગણ્યા છે અને જ્યાં “ધર્મ' એવા અક્ષરો સ્વખેય નથી તેને અનાર્ય ગણ્યા છે. જ્યાં “ધર્મ' અક્ષર સંભળાય એ આર્ય ક્ષેત્ર; એ ન સંભળાય તે અનાર્ય ક્ષેત્ર.
શાસ્ત્રકારે રિદ્ધિમાન અને રિદ્ધિરહિત, લાંબા આયુષ્યવાળા અને ટૂંકા આયુષ્યવાળા, સુખ તથા ભોગના સાધનવાળા અને વગરના, પરસ્પર અપહારનો ભય ધરાવતા અને નહીં ધરાવતાં એવા વિભાગો કેમ ન કર્યા ? શાસ્ત્રકારો જે પ્રરૂપણા કરે છે તે જગતના પદાર્થો દેખાડવા માટે કરતા નથી. તેઓનું ધ્યેય નિરંતર મોક્ષમાર્ગ તરફ જ આત્માના એકાંત કલ્યાણ પ્રત્યે જ હોય છે અને તેથી આર્ય અને અનાર્ય એવા વિભાગ કર્યા. રિદ્ધિ, સમૃદ્ધિ આદિ ભેદ પાડયા પણ તે આર્ય અનાર્યનો ભેદ પડ્યા પછી આર્યક્ષેત્રમાં આવ્યા છતાં આર્યત્વ ન હોય ત્યાં સુધી દીર્ઘ જીવન હોય, વિપુલરિદ્ધિ હોય, પારાવાર પરિવાર હોય, સ્વસ્થ અને સુંદર શરીર હોય છતાં તે તમામ ગણતરીમાં નથી- મુખ્યતાએ આર્ય અને અનાર્ય એ બે વિભાગ (ભેદ) લીધાં પછી જ્ઞાન, દર્શન, ક્ષેત્ર, શિલ્પાદિ આર્ય એ પ્રકારે ભેદો કહ્યા; પણ મુખ્યતા જ્યાં આગળ ધર્મ જણાય તે આર્ય અને સ્વપ્ન પણ ધર્મ ન જણાય તે અનાર્ય કયો ધર્મ તે કાંઈ નહીં! માત્ર “ધર્મ' એવા અક્ષર જોઈએ. પછી ભલે તે કુધર્મ હો કે સુધર્મ હો ! ધર્મ માત્ર લક્ષ્યમાં ' જોઈએ. વર્ષ દોઢ વર્ષનો છોકરો કાચના હીરાને હીરો કહેતાં શીખ્યો નથી, એતો જ્યારે પાંચ વર્ષ લગભગનો થાય ત્યારે હીરો કહે છે. તે જ રીતિએ કુધર્મ સમજવા માટે પણ કંઇક આગળ વધવાની જરૂર છે. અભવ્ય જીવને કુદેવાદિને માનવાનું હોતું નથી પણ એક વાત ઉંડાણમાં લઈ જવી છે. કુવાદિને તે માને શા માટે ? મોક્ષ મેળવવાની બુદ્ધિથી, અભવ્યને તો મોક્ષની શ્રદ્ધા હોય નહીં માટે સમ્યકત્વ થયા પછી અર્ધપુગલ પરાવર્તથી વધારે સંસાર નહીં અને મોક્ષના વિચાર આવવા, તેની ઇચ્છા થવી, તેનાં કારણો મેળવવા તેમાં ચડતી દશા હોય, “હીરો” શબ્દ સાંભળી તે “તે સારો છે, મેળવવો જોઇએ એ બુદ્ધિ પાંચ વર્ષના છોકરામાં આવી ગઈ, જો કે પામવાની હજી વાર છે પણ વર્ષના બાળક કરતાં તે કાંઈક આગળ વધ્યો છે. જ્યાં “ધર્મ' એવા અક્ષરો સ્વપ્નગોચર પણ ન હોય તે ક્ષેત્ર અનાર્ય કહેવાય, ત્યારે શું આર્યક્ષેત્રોમાં “ધર્મ' અક્ષર બધા જાણતા જ હોય ? જો બધા ધર્મ સમજતા હોય તેવો નિયમ રહેવાનો નથી તો તેને આર્યક્ષેત્ર કેમ કહેવું? આ શંકાના સમાધાનમાં સમજવાનું કે જ્યાંથી હીરા ઘણા નીકળતા હોય, જોડે પથરા નીકળતા હોય તો પણ તે ખાણ કોની કહેવાય ? હીરાની જ. ભલે સાથે માટી પણ નીકળે છે, પણ સોનું નીકળતું હોવાથી એ ખાણ સોનાની જ કહેવાય. તેમ જ્યાં ધર્મની પ્રવૃત્તિ હોય તે ક્ષેત્રમાં બીજા ધર્મ વગરના હોય તો પણ મુખ્યતાએ તે આર્યક્ષેત્ર કહેવાય, શાસ્ત્રકારોએ આર્ય અને મલેચ્છ એવા વિભાગો શરીરના રંગની અપેક્ષાએ નથી કર્યા. ઉપકારી શાસ્ત્રકારો શાસ્ત્રો શા માટે રચે છે ? લોકોને કેવળ ધર્મમાર્ગે જોડવા; જો તેમ ન હોય તો તેમને બોલવાનું કાંઈ કારણ નહોતું.