________________
૨૯૬
તા. ૧૦-૪-૩૩
શ્રી સિદ્ધચક્ર श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः
“આગમોદ્ધારકની અમોઘ દેશના.”
(નોંધઃ- શ્રી ઘાટકોપરીના ઉપાશ્રયમાં ચાલુ વર્ષના માગશર માસમાં ઉપધાન મહોત્સવ પ્રસંગે પૂ. આગમોદ્ધારક આચાર્યદેવે આપેલી આ દેશના રોચક, મનનીય તેમજ આરાધકોની આરાધનામાં અનેરો ઉત્સાહ ઉત્પન્ન કરનારી સારભૂત અવતરણારૂપ હોવાથી અત્રે અપાય છે......તંત્રી.)
ધર્મ શ્રવણની પ્રાપ્તિ થાય એ જ આર્ય ક્ષેત્ર છે.
ભાવના પાંચ પ્રકારનું પાવનમય સ્વરૂપ.
વહેતી નદીના પાણી જેવી ચાલ જિંદગી. રાણીપણામાં દાસીપણું અને દાસીપણામાં રાણીપણાનો દૃઢ નિશ્ચય આર્ય ક્ષેત્રની વિશિરૂષ્ટતા શાને આભારી છે?
एवं सद्वृत्तयुक्तेन येनशास्त्रमुदाहृतम् ।
शिववर्त्मपरंज्योतिस्त्री कोटीदोषवर्जितम् ॥ શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી ભવ્યજીવોના ઉપકાર માટે આગળ સૂચવી ગયા કે દેશના આર્ય અને અનાર્ય એવા બે વિભાગ પાડીએ ત્યારે અનાર્ય દેશ તેને જ કહીએ કે જેમાં “ધર્મ” એવા અક્ષરો સ્વપ્ન પણ હોય નહીં. અનાર્યની અધમતા રિદ્ધિ સ્મૃદ્ધિના અભાવને અંગે કે શરીરની સુંદરતાના અભાવને અંગે નથી પણ ધર્મના અભાવને અંગે છે. તત્ત્વાર્થકારે મનુષ્યના બે ભેદ જણાવ્યા છે. આર્ય અને મલેચ્છ. શ્રી ઉમાસ્વાતિજી મહારાજ ત્યાં સુધી કહે છે કે ચાહે જેટલી મનોવાંછિત રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ હોય પણ જ્યાં ધર્મની પ્રાપ્તિ ન હોય તો તે અનાર્ય કહેવાય, દેવકુફ ઉત્તરકુરૂક્ષેત્રના જુગલીયાઓની ત્રણ પલ્યોપમની તો જીંદગી છે, જ્યારે આપણી જીંદગી વધારેમાં વધારે સો વર્ષની છે; અસંખ્યાત વર્ષોનું એક પલ્યોપમ થાય તેવા ત્રણ પલ્યોપમનું એમનું આયુષ્ય છે. આપણે પ્રયત્ન કરીએ ત્યારે ભોગનાં સાધન મળે, પેટ પૂરતું અન્ન, ઘરનાં તમામનું ભરણ પોષણ, આ બધા માટે મહેનત કરવાની, આપણે માથું ફોડીને શીરો ખાવાનો છે, કમાવાની પારાવાર મહેનત કરીએ ત્યારે નામનું સુખ મેળવીએ, અર્થાત્ દુઃખના કિલ્લા વચ્ચે સુખનું બિન્દુ છે. દ્રવ્યાદિક જાય તો ક્લેશ, આવે તો ક્લેશ આમાંનું જુગલીયાને કાંઈ નથી. ખાવા માટે એને ખેતીની મહેનત નથી કે અલંકાર માટે ખાણ ખોદવાની મહેનત નથી. ખાન પાન તેમજ વસ્ત્રાલંકારાદિ સર્વ કલ્પવૃક્ષ પાસેથી ઇચ્છાનુસાર મળી જાય છે. આજની દુનિયા જે ઉત્કર્ષ માગી રહી છે તેને આનાથી ક્યો વધારે ઉત્કર્ષ મળવાનો? ત્રણ પલ્યોપમ