________________
૨૯૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૪-૩૩ જે સંસારને અસાર જાણ્યો, દુઃખનું સ્થાન જાણ્યો તેની સાથે ભેળાવાનું એમને કામ શું? પોતે જે વસ્તુને છોડીને ચાલી નીકળ્યા તેમાં ફસેલાની સાથે એમને સંબંધ શા માટે ? કેવળ પરમાર્થ ! કેવળ કરૂણા!! કાંઠે બેઠેલાઓએ વહેતાને બહાર કાઢવામાં તેને બચાવી લેવામાં પોતાનો પુરુષાર્થ ફોરવવો જોઈએ. ભાવનું સ્વરૂપ.
તે શુભ ભાવનો ભેદ ગણ્યો. શુભ ભાવ પાંચ પ્રકારનો ગણ્યો છે. શાસ્ત્રકાર કહે છે કે જો હૃદયના ઉલ્લાસને તેવો ભાવ ગણો તો કયા ધર્મવાળાને પોતાનો ધર્મમાં ભાવ નથી ? વૈષ્ણવ ભાઈઓ પોતાનાં ઘરો (સર્વસ્વ) અર્પણ કરી દે છે. ઈતરજનો ભાવ (ઉલ્લાસ) વગરના નથી. જેઓ કરોડોની સખાવતો કરે છે તે શું હૃદયના ભાવ વિના? ભાવ વિના કોઈ ધર્માનુયોગી ભોગ આપતો નથી. ભોગ ઉલ્લાસથી જ અપાય છે પણ શાસ્ત્રકારો અને ભાવ ગણતા નથી. શાહુકારી દાખવનારો કોઇપણ ભોગે શાહુકારી દાખવે છે તેમ ચોરી કરનારો કોઈ પણ ભોગે ચોરી કરે છે તો તે દરેક શું ભાવવાળા સમજવા? નહીં ! ભાવના ઉલ્લાસ માત્રથી ધર્મ સમજશો નહીં. હૃદયનો ઉલ્લાસ એ ભાવ એમ નથી. ભાવ કોનું નામ? ભાવના પાંચ પ્રકાર છે, અને એ પાંચ પ્રકાર જાણ્યા પછી વિચારજો કે કયો ભાવ આવ્યો છે? ભાવશૂન્ય ક્રિયા ફલતી નથી તે કયો ભાવ? દરેક વખતે ઉમળકા વગર ઉત્કૃષ્ટ ભાવવાળું કાર્ય કરે તે હૃદયથી ભાવથી જ કરે છે પણ ભાવ કયો? પ્રણિધાનઃ ઉત્તમ વસ્તુને ઉત્તમ તરીકે જાણો અને અધમ વસ્તુને અધમ તરીકે જાણો તથા એવો નિયમ કરો કે હરકોઈ ભોગે ઉત્તમ વસ્તુ કરવી જોઈએ તથા અધમ વસ્તુ કોઈપણ ભોગે કરવાની નથી. હેય (છોડવાલાયક) શું તથા ઉપાદેય (આદરણીય) શું તેનો નિશ્ચય કરવો. હેયને સ્વપ્ન પણ ઉપાદેય ગણાય નહીં ! સમ્યકત્વનાં ત્રણ પગથિયાં. સમ્યકત્વનાં ત્રણ પગથીયાં કયાં ?
इणमेव निग्गंथ्थे पावयणे अठ्ठ परमठे सेसे अनढे સમ્યકત્વ પામનારો પહેલા કયા વિચારમાં આવે? હજી સમ્યકત્વ પામ્યો નથી. હજુ માત્ર ધર્મના સંસર્ગમાં આવ્યો જેથી તેને ધર્મનું કાર્ય કરવાનો વિચાર થાય; એને એમ થાય કે દુનિયા માટે આટલું કરું તો આટલું આમાં પણ કરું. આવી સ્થિતિ થાય ત્યારે પહેલું પગથિયું આવ્યું. નિગ્રંથ પ્રવચનને અર્થ ગમે ત્યારે તો હજી પહેલું પગથિયું સમજવું પણ હજી તો એ સોનું તથા પિત્તલ સરખા ભાવે લે છે તેનું શું? અલબત્ત ! સોનું ન લે તેના કરતાં એ સારો પણ બુદ્ધિમાનની અપેક્ષાએ એ કેવો ગણય? દુનિયાના પદાર્થો પ્રત્યે જેટલો રાગ તેટલો દેવાદિ પ્રત્યે રાગ તો હજી ટકે શેર ભાજી ટકે શેર ખાજા' વાળો ન્યાય ત્યાં રહ્યો છે; છતાં ‘ને મામા કરતાં કે'ણો મામો સારો', પણ તેય કયાં છે ? પાંચ રૂપિયા ગયેલા મળે તેમાં અને અવિરતિમાંથી વિરતિ મળી તેમાં આ બેના આનંદમાં કેટલો ફરક પડે છે? હજી ત્યાં સરખો આનંદ નથી એટલે સમજાશે કે આ જીવ હજી પહેલા પગથીયે પણ આવ્યો નથી. સમ્યકત્વના ત્રણ પગથિયામાં બીજાં પગથિયું પરમ છે. શ્રી જીનેશ્વરદેવે પ્રરૂપેલ ત્યાગમય પ્રવચન પરમાર્થ છે એવું મન્તવ્ય તે બીજાં પગથિયું છે. બીજા પગથિયાવાળો દુનિયાને (દુન્યવી પદાર્થોને) કાચના હીરા તુલ્ય