________________
૨૮૮
.
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૩૩ ૩૭૪ કર્મ કરવા જતાં નથી, કર્મ સંભારતા નથી એવા ભર નિદ્રામાં પડેલાઓ પણ સાત આઠ કર્મ
બાંધે છે એવો કર્મ-હલ્લો છે.
૩૭૫ ભંગદરવાળો ભયભીત બને, રસીની ઇચ્છા ન કરે છતાં રસી રોજની રોજ નવી થાય અને
નિકળે તે પ્રસંગ વિચાર્યો છે ?
૩૭૬ નાશવંત શરીરમાં ભગંદરાદિ વિકાર થયા પછી પૌષ્ટિક ખોરાકો પણ રસી રૂપે પરિણમે છે.
૩૭૭ અવિરતિના વિકારથી વિહળ બનેલા આત્માઓ પ્રકૃષ્ટ પુણ્યપ્રકૃતિઓનો સત્વર નાશ કરે છે.
૩૭૮ દૂધસાગર આદિ રસમય પદાર્થો વાપરનારે વિચારવું જોઈએ કે કોઈ જગા પર વિકાર તો નથી? - વિકાર હશે તો વિગયો વિકારની વૃદ્ધિ કરશે.
૩૭૯ જ્ઞાનાવરણીયાદિ ગુમડાંને સંવર લોશનથી સારું કરો, નિર્જરાથી ગડગુમડની જાને બાળી નાંખો.
૩૮૦ કેવળી મહારાજના ચાર ગુમડા સંવરલોશનથી સાફ થયાં, નિર્જરાથી જડ ભસ્મીભૂત થઈ અને
રૂઝ આવી ગઈ બાકીનાં ચાર રૂઝાવાની તૈયારીમાં છે.
૩૮૧ આત્માએ પરમાત્મા બનવું હોય તો સ્વસ્વરૂપમાં રમણતા કરવી.
૩૮૨ સામાયિકની બાધા એ સજા નથી પણ સાજા કરવાની રામબાણ દવા છે.
૩૮૩ લેવા લાયક વસ્તુ કોઈપણ ભોગે લેવામાં હાની નથી.
૩૮૪ સંયમ, પૌષધ, પ્રતિક્રમણ ઉપાદેય હોવા છતાં ઉપાદેય તરીકે સ્વીકાર્યા જ નથી.
*
*
*