________________
૨૮૭
તા. ૨૬-૩-૩૩
શ્રી સિદ્ધચક્ર •••••••••••• ૩૬૧ અવિરતિની અદશ્ય ગાંઠનું ઓપરેશન સામાયિક ધારાએ સત્વર કરો.
૩૬૨ સામાયિકમાં પ્રથમ પ્રતિજ્ઞા એટલે અવિરતિ પાપ ગાંઠનું ઓપરેશન, અને દર્શનાદિની આરાધના
રૂપ બીજી પ્રતિજ્ઞા રૂઝ લાવનાર છે, અર્થાત્ સામાયિક આત્માને અપૂર્વ આરોગ્ય લાભ સંપાદન
કરાવનાર છે. ૩૬૩ ભવિષ્યના ભરોસે રહેનારાઓ દ્રવ્યચારિત્રમાં દિલ પરોવતા નથી, અને તેવાઓ ચઢિયાતા જ્ઞાન
દર્શન ચારિત્ર કઈ કિંમતે પામશે તે વિચારણીય છે. ૩૬૪ પ્રાપ્ત થયેલી રત્નત્રયીનો ઉપયોગ નહીં કરનારા આગળ વધી શકતા નથી. ૩૬૫ મળેલાં બળ વીર્ય ગોપવવાં તે જ અતિચાર છે. ૩૬૬ વીર્યાચારમાં વિચક્ષણ બનેલાં રત્નત્રયીમાં ઉધમવંત હોય છે. . ૩૬૭ વાવજજીવ રત્નત્રયી આરાધના કરવાની પ્રતિજ્ઞાવાન “ઇચ્છા મુજબ કરીશ” એ વચન ઉચ્ચારી ( શકતાં જ નથી. ૩૬૮ પ્રતિજ્ઞાનું પ્રતિક્ષણ પર્યાલોચન કરશે. ૩૬૯ ઝવેરીનો બચ્ચો હીરાને હીરો કહે તેટલા માત્રથી તે ઝવેરી થઈ જતો નથી, તેવી રીતે
ઈતરદર્શનકારો જીવને જીવ કહી દે તેથી સમકિતી થઈ જતાં નથી. ૩૭૦ આસ્તિક અને સમકિતીમાં મહદંતર છે. ૩૭૧ કર્મના કલંજણમાં ખૂંચેલો આત્મા કલંજણમાં નહીં ખેંચતાં બહાર નીકળે છે એ જ આત્માની
અનંત શક્તિનું અલૌકિક સામર્થ્ય છે. ૩૭૨ આત્માની શક્તિ આવિર્ભાવ થયેલી છે એવા કેવળી ભગવંતોને કર્મ એપણ કરી શકતું નથી. ૩૭૩ સંપૂર્ણ શક્તિવાળા સર્વશને ત્રણ જગતના સામટા કર્મ મળીને હલ્લો કરે તોપણ રંચ માત્ર હઠાવી
શકતા નથી.