________________
૨૮૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૩૩
,
,
,
,
,
,
-
,
,
,
,
.
૩૫૧ જીન વચન અમૃત પાન જેવું છે.
૩૫૨ દશ પ્રાણમાં પરોવાયેલો જીવ જડ જીવન જીવે છે. અર્થાત્ જીવ-જીવન જીવી શકતો નથી.
૩૫૩ આત્માની અનંત શક્તિ હોવા છતાં આ આત્મા ઈદ્રિયો વગર સ્પર્શ, રસ, ગંધ, દેખાવ અને
શબ્દ સરખો પણ સાંભળી શકતો નથી, છતાં અનંત શક્તિના આવિર્ભાવ માટે ઉદ્યમી થવાતું નથી.
૩૫૪ ચક્રવર્તીની રિદ્ધિ અને પાઈને જેટલું આંતરું છે એના કરતાં આ જીવે જે રિદ્ધિ ગુમાવી છે તેનું
અનંત ગુણ આંતરું છે માટે સત્વરે સફળ માર્ગે પ્રયાણ કરો. ૩૫૫ સર્વ સાવધ પાપમય પ્રવૃતિના ત્યાગ માત્રથી સાધુપણું આવી જતું નથી. ૩૫૬ સર્વ સાવદ્ય ત્યાગ અને રત્નત્રયીને વિકાસાવનાર દશવિધ વાલ સમાચારીના સેવન વગર
વસ્તુતઃ સાધુપણું નથી.
૩૫૭ અવધિજ્ઞાની તિર્યંચો અંતિમ અવસ્થાએ સર્વ સાવધના ત્યાગ માટે પ્રતિજ્ઞા કરે છે તેટલા માત્રથી
શાસ્ત્રકારોએ શાસ્ત્રમાં સાધુ તરીકે સ્વીકાર્યા નથી.
૩૫૮ પ્રતિક્રમણ પ્રતિલેખનાદિ ક્રિયાઓને બાજુ પર મૂકી અધ્યાત્મનો આડંબર કરાવાવાળા વેશધારી
સાધુઓને વિતરાગ પ્રણિત શાસનમાં સાધુ તરીકે જીવવાનો હક્ક નથી.
૩૫૯ આત્માને અવિરતિeત્યાગ તરફ અણગમોએ એક અદશ્ય, અગમ્ય, ગહન ગાંઠ દિન પ્રતિદિન
સમયે સમયે પાપથી પુષ્ટ થાય છે. ૩૬૦ પાપ કરવાની ઈચ્છા ન હોય, પાપ વધે તે માટે પ્રવૃત્તિ પણ ન હોય, પાપ કરવા સંબંધી લેશભર -
વિચાર-વચન ન હોય, પાપ પ્રત્યે પ્રીતિ પણ ન હોય છતાં અવિરતિનું પાપ લાગ્યા કરે છે એ અવશ્યમેવ વિચારણીય છે.