________________
૨૮૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૩૩ ૨૪. મહાવીર પ્રભુની સ્તુતિ
ચરમ તીર્થંકર આસનોપકારી એવા વીરપ્રભુને વંદન કરું છું કે જેમનું શાસન વર્તમાન કાલે જયવંતુ વર્તે છે બાકીના અજતનાથ ભગવાન આદિ ૧૭ તીર્થકરને હું વંદન કરું છું.'
- વીર પ્રભુના મુખથી નીકળેલી ત્રીપદીરૂપ ગૌને ચરાવામાં ગોપસમાન શ્રીમદ્ ગૌતમસ્વામીજી મહારાજને નમું છું. તથા સુધર્માસ્વામીજી મહારાજ જંબુસ્વામીજી મહારાજ છશ્રુતકેવલિ ચૌદપૂર્વ તમારી લક્ષ્મીને માટે થાઓ. વજસ્વામી મહારાજ કે જે છ મહિનાની અંદર ચારિત્ર અંગિકાર કરવાની ભાવનાવાળા હતા તેમને હું વંદન કરું. જેમના કથનને અનુસરીને હું આ ચરિત્ર કહું છું તે યાકિની પુત્ર શ્રીમદ્ હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજને વંદન હો તથા અશાન તિમિરભાસ્કર સમાન શ્રીમદ્ સિદ્ધસેન દિવાકર સૂરીજીને વંદુ છું કે જેમના ઉદયે બડબડ કરતા વાદીરૂપ ઘુવડોને આંધળા બનાવી દીધા છે. શ્રીમદ્ દેવસૂરીજીના શિષ્યનો કુમારપાલ નરેશને પ્રતિબોધ પમાડી અઢાર દેશમાં અહિંસાનો વિજયધ્વજ ફરકાવ્યો તે કલીકાલ સર્વજ્ઞ ભગવાન સાડા ત્રણ કરોડ શ્લોકના પ્રણેતા શ્રીમાન્ હેમચંદ્રાચાર્ય સૂરીશ્વરજી મહારાજને વંદન હો, વંદન હો ૨૦ શ્રી દેવાનન્દ સૂરીજી મહારાજને નમસ્કાર હો કે જેમણા પ્રતાપથી આ બાલચાપલ કરું છું. ૨૧૫ તેમના શીષ્ય શ્રીમદ્ કનકપ્રભુ ગુરુને વંદન કરું છું શ્રીમદ્ હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજે બનાવેલ વૈરાગ્ય રસથી ભરપૂર માગધી ભાષામાં સમરાદિત્ય ચરિત્ર ઘણું જ વિસ્તાર હોવાથી અલ્પમતીવાનું જીવોના બોધને માટે સંક્ષેપથી હું કહું છું.
સમરાદિત્ય ચરિત્ર પ્રારંભ પ્રથમ ભવ વર્ણન. તેમાં પ્રથમ સમરાદિત્ય કેવલીના નવભવના નામ કહે છે. આ આખા એ ચરિત્રની અંદર પરસ્પર સંબંધી હોવા છતાં પણ વૈર કેવું કેવું છે. જ્યારે એક બાજુ એક આત્મા પોતાની સજ્જનતા દાખવે છે ત્યારે બીજી બાજુ બીજો આત્મા પોતાની દુર્જનતા દાખવે છે તેનો ખ્યાલ કરવા નવ ભવનો ખ્યાલ પ્રથમ કરાવે છે. ૧ પહેલા ભવે ગુણસેન રાજા
ને અગ્નિશર્મા બ્રાહ્મણ ૨ બીજે ભવે સિંહ નામે પિતા
ને આનંદ નામે પુત્ર ૩ ત્રીજે ભવે શિખી નામે પુત્ર
ને જાલીની નામે માતા ૪ ચોથે ભવે ધન નામે પતિ
ને ધનશ્રી નામે પત્ની ૫ પાંચમે ભવે જય નામે ભાઈ
ને વિજયનામે ભાઈ (બે સગ્ગા ભાઈ) ૬ છઠ્ઠા ભવે ધરણ નામે પતિ
ને લક્ષ્મી નામે પત્ની ૭ સાતમે ભવે સેન નામે કાકાના દીકરાના ભાઈ ને વિસેન નામે ભાઈ ૮ આઠમે ભવે ગુણચંદ્ર નામે રાજપુત્ર ને વાનમંતર નામે વિદ્યાધર ૯ નવમે ભવે સમરાદિત્ય નામે રાજપુત્ર ને ગિરિસેન નામે ચણ્યાલ