SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ • • • • •:: શ્રી સિદ્ધચક્ર - તા. ૨૬-૩-૩૩. સંવેગની સમરાંગણ ભૂમિ યાને સમરાદિત્ય ચરિત્ર અનુવાદક - “મહોદય” श्लोक. आदिबोधिदमर्हन्तं वृषभंकनकमभमू प्रणौतियदनुध्यानं स्तंभनं मोहमुपतेः ? અનંતી ચોવીશીને વિષે. ઓ ચોવીશીમાં પ્રથમ બોધના દાતાર પ્રભુ. અરિહંત, કે જેણે રાગદ્વેષને સંપૂર્ણ રીતે જીત્યા છે એવા અને સૂવર્ણ સરખી છે કાન્તિ જેની એવા અને જેનું ધ્યાન મહ મોહરાયને (કે જે દુઃખ જ આપે છે સંસારમાં રખડપટ્ટી કરાવે છે.) સંભાવી દીધેલ છે. એવી શ્રી. પ્રથમ તીર્થંકર પ્રથમ પૃથ્વીના નાથ પ્રથમ નિરૂપરિગ્રહ કેતાં ત્યાગી પંચમહાવ્રતધારી એવા શ્રી. ઋષભદેવ ભગવાનને (સહર્ષ) વંદન પ્રણામ अर्थ વિવોરન આદિ, શરૂઆત, એટલે અનંતી ચોવીશીને વિષે. ચર્તગતિરૂપ સંસારમાં વિષય. કષાયથી પીડા જીવોને મોક્ષ-સુખ-સમર્પણ કરનાર સ્યાદ્વાદ શૈલીથી પ્રરૂપણ કરનાર જૈન શાસનના સ્થાપક ચોવિસ તીર્થંકરો થાય છે. તેમા આ અવસર્પિણી કાળમાં યુગલીક જીવોને ધર્મનો બોધ કરનાર શ્રી કૃષભદેવ ભગવાનને નમસ્કાર કરી શ્રી પદ્યુમ્ન સૂરીશ્વરજી મહારાજા ધર્મકથાનુયોગમાં વૈરાગ્ય રસથી ભરપૂર સમરાદિત્ય ચરિત્રની રચના કરતાં પ્રથમ બીજા ત્રેવીસ તીર્થંકર ત્થા ગૌતમસ્વામી મહારાજ આદિ ગણધરદેવની સ્તુતિ કરતાં જણાવે છે કે ૧૬. શાંતિનાથ પ્રભુની સ્તુતિ - સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન ને અરનાથ ભગવાન એ ત્રણ જે ચક્રવર્તી હતા. છતાં પણ જેઓ સંસારને અસાર તથા દુખમય લક્ષ્મીને ચંચળ તરીકે જાણી તેનો ત્યાગ કરી. પંચમહાવ્રતરૂપ તથા સર્વસાવધના પરિહારરૂપ ચારિત્ર અંગીકાર કરી અનેક તપશ્ચર્યાથી સકલ કર્મના ક્ષયથી કેવળ જ્ઞાન ને પ્રાપ્ત કર્યું તે તીર્થકરોને હું નમસ્કાર કરું છું. ૨૨. નેમિનાથ પ્રભુની સ્તુતિ જેને વશ આખું જગત થઈ ગયું છે તે કામને જેણે બાલપણે જય કર્યો તે બાળ બ્રહ્મચારી ભગવાન નેમિનાથ પ્રભુને નમસ્કાર કરું છું. ૨૩. પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ ' અશ્વસેન રાજાના પુત્રને વામાદેવીના નંદનરૂપ ભગવાન ત્રેવીસમાં તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુને નમસ્કાર કરું કે જેમનો મહિમા ત્રણ જગતમાં પ્રસિદ્ધ તથા જેમની મૂર્તિ સર્વત્ર દેખાય છે.
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy