________________
૨૮૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૩૩ પ્રશ્ન ૩૩૩- શ્રુતકેવળી, અવધિજ્ઞાની અને મનઃ પર્યવજ્ઞાની પરમાણું દેખી શકે કે નહીં ? સમાધાન- શ્રત, તથા મન:પર્યવજ્ઞાનવાળા પરમાણુ જોઈ શકે નહીં, પણ કેવળી જોઈ શકે. અથવા
પરમાવધિજ્ઞાન કે જેના ઉત્પન્ન થયા પછી કાચી બે ઘડીમાં કેવળજ્ઞાન થાય છે તેથી
પણ પરમાણુને જાણી શકાય છે. પ્રશ્ન ૩૩૪- શાસ્ત્રમાં ત્રણ પ્રકારનાં અજીર્ણ કહ્યાં છે તે ક્યાં ? સમાધાન- જ્ઞાનનું અજીર્ણ અહંકાર (સ્થૂલભદ્રજીની પેઠે) તપનું અજીર્ણ ક્રોધઅગ્નિમાં (અગ્નિ
શર્માની પેઠે) ક્રિયાનું અજીર્ણ ઇર્ષા (કુસુમપુરમાં રહેલ સંવેગીમુનિની પેઠે). પ્રશ્ન ૩૩૫- આ અવસર્પિણીમાં દશ આશ્ચર્યો થયાં કલ્પસૂત્રાદિમાં કહેવાય છે, અને બીજા પણ
મરૂદેવના મોક્ષ જેવા આશ્ચર્યરૂપે જણાતા કેટલાક દાખલા બન્યા છે, પણ એવું આશ્ચર્ય
કોઈ કાળે થાય ખરું કે સર્વજ્ઞ થયા વગર કોઈ મોક્ષે જાય ? સમાધાન- કેટલીક બાબતો આશ્ચર્યરૂપે અનન્તકાળે કોઈક વખત બને ! પણ એવો બનાવ તો
અનન્તી ઉત્સર્પિણીના ભૂતકાળમાં બન્યો નથી, વર્તમાનમાં બનતો નથી અને
ભવિષ્યકાળમાં બનશે પણ નહીં કે સર્વશ થયા વગર કોઈ પણ જીવ મોક્ષે જાય !! પ્રશ્ન ૩૩૬- ક્ષાયિક સમ્યગ્દષ્ટિ વધારેમાં વધારે કેટલા ભવે મોક્ષે જાય? સમાધાન- જો દેવ ને નરકમાં જાય તો ક્ષાયિક સમ્યકત્વવાળાને ત્રણ ભવ અને અસંખ્યઆયુષ્યવાળા
જુગલિયામાં જાય તો ચાર ભવ થાય શ્રી કૃષ્ણ મહારાજને પાંચ ભવ કહે છે. પ્રશ્ન ૩૩૭ “જેમ તે ભૂલ્યોરે મૃગકસ્તુરીઓ, લેવા મૃગમદગંધ' ઇત્યાદિક ગાથામાં કહે છે કે
કસ્તુરી મૃગ પોતે કસ્તુરી?ની સુગંધ મેળવવા માટે ચારે બાજુ દોડે છેઃ કસ્તુરી તો
પોતાની પૂંટીમાં જ રહેલી છે તો ભટકવાનું કારણ શું? સમાધાન- જે વખતે કસ્તુરીઓમૃગ શ્વાસ લે તે વખતે શ્વાસ દ્વારાએ ફૂટીમાંથી ગંધ નીકળે,
તે બહાર નીકળીને પાછી પવન દ્વારાએ નાકમાં પેસે છે. એ સુગંધન બહારથી આવતી ધારીને કસ્તુરીઓમૃગ, કસ્તુરીની ગંધ લેવા દોડાદોડ કરે છે. તે માત્ર
ભટકવા સંબંધમાં ઘટના છે. પ્રશ્ન ૩૩૮- જેમ પરમેશ્વર પુણ્યના કાર્યોમાં કારણભૂત છે તેમ પાપમય કાર્યોમાં કારણભૂત ખરો
કે નહીં ? સમાધાન- ના, પરમેશ્વર શુભકાર્યોમાં કારણભૂત છે, પણ અશુભ કાર્યોમાં કિંચિત્ પણ કારણભૂત
છે જ નહીં. જેમ સૂર્યનું અજવાળું, કાંટા કાંકરાથી બચાવે અને ચોખ્ખો માર્ગ બતાવે તેમાં સૂર્યનું અજવાળું કારણરૂપ છે, પણ કોઈક બેવકૂફ માણસ જાણી જોઈને આંખો મીંચીને ચાલે અથવા અંધ હોય કે અંધારામાં ચાલે અને તેથી કાંટા, ખાડા કે ટેકરાથી નુકસાન થાય એમાં કાંઈ સૂર્ય એ નુકસાનનું કારણ નથી, તેવીજ રીતે પરમેશ્વર પણ સૂર્યની માફક જ સર્વ વસ્તુ પ્રકાશક હોવાથી પુણ્યનાં કાર્યોમાં કારણ બને છે અને પાપનાં કાર્યોમાં લગીર પણ કારણરૂપ બનતા નથી.