________________
છે કે છે કે છે
કે
૨૮૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૩૩ પ્રશ્ન ૩૨૮- સમ્યગુદૃષ્ટિ જીવ નિયાણું કરે કે નહીં? નિયાણું કરે તો સમક્તિ રહે કે નહીં? સમાધાન- જીવ જ્યારે સમ્યકત્વ પામે છે ત્યારે સંસારમાં થતી આત્માની દુર્દશા લક્ષ સમક્ષ ખડી
થાય છે એટલે દુનિયાના (દેવતા તથા મનુષ્યના) ઉત્કૃષ્ટનાં સુખોમાં પણ તે રતિ વગરનો હોય છે અર્થાત્ વૈરાગ્યવાનું હોય છે તો પછી અનુપમ મોક્ષને આપનારી એવી ધર્મક્રિયાને વેચીને સાંસારિક સુખો ઇચ્છે એ બનવું જ અશક્ય છે, છતાં પણ કોઈ નિયાણું કરે તેથી તે સમ્યકત્વ વગરનો છે એમ કોઈપણ શાસ્ત્રના તેવા પુરાવા વગર કહી શકાય જ નહીં, કારણ કે નિયાણું કરનારમાં સમકિત નથી આ વાત તો કોઈપણ શાસ્ત્રમાં ખાસ લખાણ તરીકે છે નહીં. નવ જાતના નિયાણામાં પણ બધામાં સમ્યકત્વનો અભાવ જણાવ્યો નથી, તેમજ સંલેખનામાં નિયાણાને વ્રતના ભંગાભંગરૂપ અતિચાર
ગણ્યો છે. નિયાણું મોક્ષમાર્ગના તો વિઘ્નરૂપ છે. પ્રશ્ન ૩૨૯- તમામ જીવો ચારિત્ર લઈને નવ રૈવેયકમાં કેટલી વખત ગયા છે ? ને એ પાઠ ક્યા
શાસ્ત્રમાં છે? સમાધાન- ગા મોઢેડાન્તા વગેરે પાઠો પંચસૂત્રવૃત્તિને શ્રીભગવતીજીઆદિમાં તે વિષયના સ્પષ્ટ
પાઠો છે. પણ તે પાઠો વ્યવહાર રાશિમાં આવ્યા પછી જેઓને અનન્તકાલ થઈ ગયો
હોય તેવા જીવોને આશ્રયી સમજવા. પ્રશ્ન ૩૩૦- પંચમકાલના ભવ્યાત્માઓ માટે મોક્ષનાં દ્વાર શું બંધ છે ? સમાધાન- આ પંચમકાલને માટે તો શું પણ કોઈપણ કાલને માટે મોક્ષનાં દ્વાર ભવ્યાત્માઓ માટે
કોઈએ બંધ કરેલાં નથી, પણ પંચમહાલમાં (પાંચમા આરામાં) કોઈપણ જીવ કેવળજ્ઞાન, કેવળદર્શન, વીતરાગતા, અને અનન્તવીર્ય પ્રાપ્ત કરી શકે તેવી યોગ્યતા છે નહીં, તેથી મોક્ષે જાય (જઈ શકે) નહીં, એ અપેક્ષાએ પાંચમા આરામાં મોક્ષનાં દ્વાર
બંધ છે એમ કહેવાય છે. પ્રશ્ન ૩૩૧- કેટલાકો એમ કહે છે કે વારંવાર આગમો વાંચવાથી ફાયદો શો ? સમાધાન- વારંવાર આગમો વાંચવાથી શું ફાયદો એમ કહેવું ઘણું જ ભૂલ ભરેલું છે, કારણ કે
એકની એક વસ્તુ બીજી વખત, ત્રીજી વખત વાંચવામાં આવે તો ઊંડું ઊંડું રહસ્ય નીકળે. જેમાં મોતીનો વેપારી દરરોજ ગંહેવારો (મોતીની પોટલી) ખોલીને બેસે અને મોતીને તપાસે તેમાં કીમતી મોતી પારખે અને લાભ ગણે, તાત્પર્ય સારો લાભ મેળવે. એ બધું પરિણામ શાનું? ફક્ત ગંડેવારો ખોલવાનું જ છે, તેમ શાસ્ત્રને વારંવાર ઉથલાવીને વાંચનાર મનન કરનાર અપૂર્વજ્ઞાન મેળવી શકે, માટે હમેશાં શાસ્ત્રાભ્યાસમાં
ને શાસ્ત્રાર્થ વિચારણામાં આગળ વધું એ જ યોગ્ય છે. પ્રશ્ન ૩૩૨- સ્વાધ્યાયથી આત્માને કયા કયા લાભ થાય ? સમાધાન- શ્રી જિનેશ્વર મહારાજના શાસનમાં અસંખ્ય યોગોમાં સ્વાધ્યાય એ પરમ તપ છે.
સ્વાધ્યાય કરવાથી આત્માની પરિણતિ ઘણી સુંદર રહે છે. પ્રશસ્ત ધ્યાનમાં અને વૈરાગ્ય ભાવની પુષ્ટીમાં સ્વાધ્યાય પરમ કારણ છે.