________________
૨૮૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૩૩ આ નવ ભવ તો મનુષ્યના જ. દેવભવ તો જુદા રહ્યા તેમાં ગુણસેન રાજા - મુક્તી જાય છે ને બીજો અગ્નિશર્મા બ્રાહ્મણ અનંત ભવ રખડ્યો તપના પારણાના ભંગથી એ બેને વૈરની વૃદ્ધિ થઈ. સજ્જનોને અનેક કથાઓ સારી ઈષ્ટ છે તેમાંયે સમરાદિત્ય સમાન સંવેગના તરંગ સમાન કોઈ ચારિત્ર નથી. પૂર્વાચાર્યોએ મોક્ષનો અભિલાષ તેને સંવેગ કહ્યો છે. આ ચરિત્ર સંક્ષેપથી કહીશ તે ધ્યાનપૂર્વક સાંભળજો. પ્રથમ ભવ પ્રારંભ જેની મળે લાખ જોજન પ્રમાણ વાલો મેરુ પર્વત છે. લાખ જોજનવાલા લવણ સમુદ્રથી વીંટાયેલ જંબુ નામનો દ્વીપ છે તે જંબુદ્વીપમાં પશ્ચિમ વિદેહમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર છે. તે નગરની અંદર પૂર્ણચંદ્ર નામનો શર ઋતુના પૂર્ણચન્દ્ર જેવા મુખવાલો રાજા છે, તે રાજાને કુમુદીની નામની સ્ત્રી છે, તેને ગુણશેન નામનો એક સુંદર પુત્ર છે. તે ગુણસુંદર નામના પુત્રને પૂર્ણચન્દ્ર રાજાએ રાજ્યભાર સોપી સુખ ભોગવતો રહે છે ને તે ગુણસેન રાજા પણ બાલ્યભાવ ને કૌતુક જોવાનો અભિલાષી હોવાથી કુબડા ઠુંઠા એવા ગરીબ માણસો પાસે નૃત્યગીત, વાજિંત્ર વિગેરે રાજ્યસભામાં દરરોજ કારવી કૌતુક દેખતો હતો. હવે આ બાજુ એજ નગરમાં લોકોને માન્ય છ અંગનો જાણકાર સ્વભાવથી સંતોષી યજ્ઞદત્ત નામા પુરોહિત રહેતો હતો. તે પુરોહિતને સોમદેવા નામની સ્ત્રીથી ઉત્પન્ન થયેલ દુષ્કર્મથી કરૂપી ત્રિકોણ મસ્તકવાળો, પીળી આંખોવાળો, ચીબડા નાકવાળો, સર્પના બીલ જેવા કાનવાળો, લાંબા દાંતવાળો, ટુંકા ઓઠવાળો, વાંકી ડોકવાળો, અલ્પ છાતીવાળો, ટુંકા હાથ ને મોટા પેટવાળો એવો અગ્નિશર્મા નામનો પુત્ર હતો. તે અગ્નિશર્માને તે રાજકુંવર નિત્યે નગરમાં અનેક રીતે કનડી આનંદ વિનોદ કરતો. કોઈ દિવસ તેને ગધેડે બેસાડી ધુળ ઉડાડે એવી એવી અનેક ક્રીડાથી તેને સંતાપતો. એ પ્રમાણે અનેક વિંટબનાથી કંટાળેલો તે અગ્નિશર્મા એક દિન વિચાર કરવા લાગ્યો કે અહો હું કેવો પાપી છું મેં પૂર્વભવે કાંઈ તપ કર્યું નથી તેથી આવો હું દુઃખી થાઉં છું. હવે આ ભવે પણ તપ તપું તો ભવાન્તરમાં દુઃખી ન થાઉં એમ વિચારી તે વૈરાગ્ય સહિત ગામ બહાર જવા નીકળે છે.
(અપૂર્ણ)