________________
૨૭૭
તા. ૨૬-૩-૩૩
શ્રી સિદ્ધચક્ર श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
સાગર સમાધાન.
સમાધાનકાર- સકલશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધા-સ્ત્રાવી આગમના અખંડ અભ્યાસી
આગમોદ્ધારક આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજજી. પ્રશ્નકાર- ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્ર દ્વારાએ પૂછાયેલા પ્રશ્નો.) સંચયકાર- શ્રી ચંદ્રસાગરજી મહારાજ. પ્રશ્ન ૩૧૪- સાધુએ સાધર્મિક વાત્સલ્યમાં વહોરવા જવું કે નહીં? સંબડી દોષ ક્યારે લાગે? સમાધાન- સાધુને સાધર્મિક વાત્સલ્યમાં વહોરવા જવું કહ્યું નહીં, કારણ કે શ્રી સેના પ્રશ્નમાં લખે
છે કે, સાધર્મિક વાત્સલ્યમાં વહોરવા જવાથી સંખડી દોષ લાગે; તેમાં ખુલાસો પણ છે કે જ્યાં ૩૪૦ માણસ જમતા હોય ને સાધર્મિક વાત્સલ્ય હોય કે જમણવાર હોય,
ત્યાં વહોરવા જવું સાધુને કલ્યું નહીં. તીર્થના સંપાદિમાં પણ અન્ય સ્થાને વહોરાય છે. પ્રશ્ન ૩૧૫- આત્માના શુભ અને શુદ્ધ પરિણામમાં તફાવત શો? સમાધાન- આત્માના જે અધ્યવસાયથી પુણ્ય બંધ થાય તે શુભ પરિણામ, અને જે અધ્યવસાયથી
આત્મીયગુણોની વિશુદ્ધિ થાય, આત્મા નિર્મલ થતો જાય તે શુદ્ધ પરિણામ. શુભ પરિણામ પુણ્યબંધ કરે છે ત્યારે શુદ્ધ પરિણામ ગુણોનો આવિર્ભાવ કરે છે આટલો જ તફાવત છે, શુભ પરિણામે નિર્જરા થવાનો નિયમ નહીં, પણ શુદ્ધ પરિણામે પુણ્યબંધ
તો થાય જ. પ્રશ્ન ૩૧૬- હિંસા, જુઠા, અદા, મૈથુન અને પરિગ્રહ એ પાંચે આશ્રવોની નિન્દા, કરેલ પાપોનું
સ્મરણ કરીને થાય કે નહીં ? સમાધાન
શાસ્ત્રકારો કહે છે કે પહેલાં આચરેલ હિંસા, જુઠ, ચોરી અને પરિગ્રહ એ ચાર આશ્રવોના સ્મરણ કરીને પણ જરૂર નિન્દા કરવી કહી, પણ મૈથુન (ચોથા આશ્રવની)ની સ્મરણ કરીને નિન્દા કરવાની સાફ સાફ (સ્પષ્ટતયા મનાઈ) કરી છે, પહેલાંની રતિક્રીડા સ્મરણ કરીને જો મૈથુનની નિન્દા કરે તો સંયમથી ભ્રષ્ટ થાય. વિષયરૂપ વિષના સ્મરણ માત્રથી આત્માના જ્ઞાનાદિ પ્રાણોનો તત્કાળ નાશ થાય છે, એથી તો શાસ્ત્રકારોને કહેવું પડે છે કે “પ્રતિકૃતિવન” બ્રહ્મચર્યની ગતિવાળાએ પૂર્વે આચરેલ વિષયોની નિન્દા કરવા માટે પણ પહેલાંની
રતિક્રીડાનું સ્મરણ વજવું. પ્રશ્ન ૩૧૭- તીર્થકરને વંદના કરવાનું કોઈ છઘસ્થ કેવળીને કહે એ દૂષણ કે ભૂષણ? તે માટે કોઈ
દાખલો છે ?