________________
૨૭૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૩૩ પણ ધાડ ગયા પછી મડદાલ. તેવી રીતે આ મારો આત્મા મડદાલ સ્થિતિમાં છે. ધાડપાડુઓને જે સાફ કરી નાખે તેટલી તાકાતવાળો ગરાસીયો પણ વ્યસનને વશ ખાટલામાં પડી રહે તેવી રીતે વર્ષોલ્લાસ વગરનો આત્મા અફીણીયા ગરાસીયાની માફક પડી રહ્યો છે. કાચી બે ઘડીમાં ત્રણ જગતના જીવોના કર્મ બાળી નાખે તે તાકાત આત્માની છે. આ સ્થિતિ છતાં અફીણીયો એદી થઈને બેસી રહ્યો છે. સમ્યદ્રષ્ટીને આત્માની શક્તિનો આવતો ખ્યાલ.
- આથી એ સમજવાનું છે કે આ આત્માની એટલી શક્તિ છે કે ત્રણ જગતના કર્મ બાળીને ભસ્મ કરી નાખે તેવો જોરાવર આત્મા કર્મનો કિંકર થઈને બેઠો છે. પણ આ સમજણ કોને આવે ? જેને વસ્તુ સમજાઈ હોય તેવા સમ્યકુદ્રષ્ટિને જ. સમ્યકુદ્રષ્ટિ સંસારનું સ્વરૂપ સાંભળી ધ્રુજી ઊઠે છે જાનવર બકરી પણ કસાઈનો હાથ દેખીને થરથરે છે. જાનવર પણ નિર્ભયતા અને ભયાનકતા બે વસ્તુને સમજી શકે છે. જ્યારે આ જીવ ભયાનક શબ્દ “સંસારીને પાપકર્મ કરવાના બચાવમાં વાપરે છે. સંસારી એટલે રખડવું એ શબ્દ સાંભળતા સાથે રૂંવાડાં ઊભાં થવાં જોઈએ. હું ભટકતો, રખડતો, એ ખ્યાલ આવી જાય તો જ આત્મા સંસારના પાપકર્મોથી સાવધાન થાય. પણ આપણે તો સાવધાનતાના બદલે કોઈ આરંભ કષાય પરિગ્રહ માટે શિખામણ દે તો સંસારીની ઢાલ બચાવમાં ધારીએ છીએ, સમદ્રષ્ટી ચક્રવતીઓ રિદ્ધિ સિદ્ધિનો ભોગવટો કરતા છતાં, તેમાં મશગુલ થવામાં અનર્થ માને છે તે અનર્થ ટાળવા માટે હજારો નોકરો રાખે છે.
પ્રશ્ન- સંસારી ન કહીએ અને ગૃહસ્થી કહીએ તો ? ઉત્તર- ગૃહસ્થી એટલે ઘરમાં રહેનાર-ઘર એટલે આઠે કર્મ લાગવાનો સંચો. તીર્થંકરની દીક્ષામાં
બે વાક્યો જુદાં બોલવાં પડે છે. દ્રવ્યથી એટલે બાહ્ય ઘર છોડ્યા સિવાય તીર્થકરોને પણ સાધુ પણું શાસ્ત્રકારે માન્યું નથી.
તીર્થકર ભગવાનની દીક્ષામાં પ્રથમ ઘરથી નીકળ્યા અને પછી સાધુપણું પામ્યા. તેમાં ઘરથી નીકળવાનું કહેવાની શી જરૂર હતી? ખરેખર અષ્ટકર્મનો સંચો જ ઘર છે. તેમાંથી ન નીકળે ત્યાં સુધી તીર્થંકર પણ સાધુપણું ન મેળવી શકે. મહાવીર પ્રભુ ૨૮ વરસ સંસારમાં પરોવાયા પણ બે વર્ષ તો સચીત્તાદિનો ત્યાગ કરી આરંભ પરિગ્રહથી નિરાળા છે ને ? રાજ્યરિદ્ધિનો પણ ત્યાગ છે. ખોરાકમાં પણ નિયમ-સ્નાનબંધ મારે, માટે કરો તે મારે ન ખાવું. અચિત પાણી પીવું, બોલો આમાં ભાવ ચારિત્ર્યની ખામી છે ? કાઉસગ્ગ ધ્યાનમાં વિધુ માલીએ મૂર્તિ ભરાવી તે ગૃહસ્થપણામાં પ્રભુ કાઉસગ્નમાં છે. પરિણામ અને પ્રવૃત્તિ બને ત્યાગના છે છતાં તેને શાસ્ત્રકાર મહારાજે સાધુપણું ન ગમ્યું. કુદરતે જો સાધુપણું ગમ્યું હોત તો તરત મન:પર્યવ જ્ઞાન થઈ જાત. શાસ્ત્રકારે પણ ૨૮ વરસ ઘરવાસ ન કહ્યા પણ ૩૦ વર્ષ ગૃહવાસ, ૧૨ વર્ષ છઘસ્થના કહ્યાં પણ ૧૪નો ન કહ્યો, આ શાને લીધે ? આઠ કર્મના સંચારૂપી ઘરમાંથી ન નીકળે ત્યાં સુધી સાધુપણું નહીં. ત્રણ જ્ઞાનના ધણી એવા મહાવીર પ્રભુને પણ ઘરમાં રહીને કર્મક્ષય કરવો મુશ્કેલ જણાય તો પછી આપણા જેવા માટે શું તે વિચારો આથી સમ્યફદ્રષ્ટીથી પણ એમ તો ન જ બોલાય કે વૈરાગ્યભાવના સર્વવિરતિ નથી તો શું થઈ ગયું પણ સમ્યકત્વ ભાવના છે એટલે બસ થયું.
(ચાલુ)