________________
૨૭૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૩૩ સ્થાન સ્થાન કરવું અને તેમાં લાભ કાંઈ પણ ન મેળવે તેવાને રખડતો કહેવાય, અને તે જણાવવા માટે સંસાર શબ્દ રાખ્યો. સંસાર એટલે શું?
સંસાર શબ્દ સૃ ધાતુ ઉપરથી છે. સુ ધાતુ સરકવું કે ખસવું ના અર્થમાં છે. સમ્ અત્યંત અનાદિકાલથી જ્યાં સરકવું રહેલું છે, સ્થિર થઈ કોઈ જગા પર બેઠો નથી. જગતના સર્વ સ્થાનોમાં એક સ્થિર સ્થાન નથી.
કોઈપણ જગા પર સંસાર માટે આપણે સ્થિર નહીં કારણ આપણે સ્વાધીનપણે રહેનારા નથી. બીજાના હુકમને આધીન રહેનારા છીએ. જ્યાં હુકમ માન્યો એટલે આપણે પણ પલટવાનું. અધિકારી મદાધ હોય, સત્તાના જોરે હોય ત્યારે હું જ છું એવું માને, પણ કાલે અધિકારી તરીકે ફરી જાય તો કશી ગણતરીમાં નથી. તેમ આ જીવ દરેક જગાએ અધિકારી તરીકે ગયો. મારો હુકમ, હું જ કર્તા, હું જ માલિક, મારી ચીજ પણ ખબર નથી કે તું રાજા તરીકે નથી. અધિકારી તરીકે છે. અધિકારી ચાહે જેટલું મારું માને પણ પારકા હુકમથી રહ્યો છે. આ જીવ દરેક ઠેકાણે રહ્યો તે પોતાની સત્તાથી રહ્યો જ નથી. પણ હુકમથી રહ્યો છે. હુકમ કોનો ? કર્મ રાજાએ જેટલી સ્થિતિ તમારા માટે નિયમિત કરી તેટલી જ રહે. આયુષ્ય પૂરું થાય એટલે દેવતા દેવભવમાં રહેવા માંગે તો પણ રહી શકે નહીં. અધિકારી હજુ સત્તા પાસે પાંચ દિવસ વધુ માગી શકે, પણ આ જીવને મુદત માગવાનો હક્ક નહીં. ૩૩ સાગરોપમ રહ્યો હોય પણ પછી સમય વધારે માગે તો પણ મળે નહીં. કારણ તેનું એક જ છે કે આ સત્તાધીશ એવો છે કોઈનું કાંઈ સાંભળે જ નહીં. આવા સજ્જડ હુકમમાં અનાદિથી રખડ્યા કરે છે. આપણને સંસારી શબ્દ વાપરતા વિચાર થતો નથી. સંસારી શબ્દનો અર્થ રખડુપણું. સંસાર શબ્દને નામે આ જીવ પાપનો બચાવ કરે છે.
સંસાર શબ્દ આપણને મોઢથી બોલતાં અડચણ આવતી નથી. પણ કેટલીક વખત બચાવની ઢાળ કરીએ છીએ, પાપ કેમ કરો છો? તેના જવાબમાં અમે તો સંસારી છીએ. સંસારીપણું એટલે બચવાની ઢાલ. જેમ ગુનેગાર નસો સાબિત કરવા માગે તે ગુનાની શિક્ષાથી બચી જવા માટે તેવી રીતે આપણે સંસારી શબ્દ હલકો છતાં બચાવમાં રાખ્યો. વિષય કષાયોના બચાવ કરવા માટે સંસારી શબ્દ આગળ ધરાય છે. ખાનદાન મનુષ્ય ચાહે જેટલા ગુનામાં આવ્યો હોય તે નસામાં આવ્યો એમ કહી છુટવા નહીં માગે. તે તો વિચારવાનો કે હું આવા ઊંચા કુલનો આ પદાર્થની છાયામાં નહીં જનારો મારાથી નસો એ શબ્દથી તેવો બચાવ નહીં કરે. તેવી રીતે મિથ્યાત્વી આત્માઓને સંસારના અધમ કાર્યો કરતાં તે બચાવ કરે પણ કુલીન મનુષ્યોથી જેમ નસાના બહાનાથી ગુનાનો બચાવ ન થાય તેવી રીતે સમ્યકુદ્રષ્ટી જીવો સંસારી છીએ તેમ કહી પાપનો બચાવ નહીં કરે, પણ પોતાની ન્યુનતા કબૂલ કરે. કર્મની સત્તા કઠીન ખરી પણ કોને ?
આ કર્મની સત્તા કઠીને ખરી પણ સમ્યદ્રષ્ટી તો વિચારે કે મારી આત્મશક્તિની અપેક્ષાએ પુળો પણ નથી. ગલીઆ બળદ જેવો થયેલો અફીણીયા ગરાસીયા ધાડ આવે તે વખતે શૂરાતનવાળો