________________
૨૭૪ -
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૩૩ સાધુ સેવા શા માટે ?
જેને ચોકસી થવું હોય તેણે ચોકસીને ત્યાં, ઝવેરી થનાર ઇચ્છનારે ઝવેરીને ત્યાં વર્ષોના વર્ષ અભ્યાસ કરવો જોઈએ. મોક્ષ માર્ગના અધિકારી બનવું હોય તો મોક્ષ માર્ગના આરાધક એવા સાધુ પુરુષોની હંમેશાં ભક્તિપૂર્વક સેવા કરવી જોઈએ. આટલાથી પતી જાય છે ? તો કહે ના. આગળ વધવામાં પાછળ ન હઠાય તેની કાળજી હોવી જોઈએ. તેવી રીતે પ્રથમના કર્મ કાઢવા માટે સાધુની ભક્તિ કરવી પણ નવાં કર્મ રોકી શકાય નહીં તો આગળ વધતા પાછળ હલ્લો કાયમ રહે છે માટે નવાં કર્મને રોકવા માટે સર્વ પ્રાણીઓમાં મૈત્રી ભાવના કહી. મમત્વનો ત્યાગ જરૂરી છે.
આ બે કર્મ ક્ય છતાં જેમ ગધેડાને વરઘોડાના મોખરે રાખી સોના રૂપાના ઘરેણાથી શણગારીએ તો વળે શું? તેવી રીતે અહીં પણ પરિણામની શુદ્ધિ ન હોય તો સાધુમૈત્રી ભાવના રાખી છતાં આત્માનો દહાડો વળે નહીં. હું અને મારાપણું અહં અને મમ આ જરૂર છોડવાં જોઈએ. સાધુ, સેવા, મૈત્રી-ભાવના છે પણ મમત્વભાવ ઘટાડવાને અંગે છે એટલે દિવસે દિવસે મમત્વભાવ ઘટવો જોઈએ. આ ત્રણ વસ્તુ બને તો ધર્મના હેતુ થાય. તેમ શાસકાર મહારાજા ફરમાવે છે. તે ન બને ત્યાં સુધી ધર્મનું ફળ ક્ષયોપશમ વિગેરે બની શકે નહીં,
ધર્મનું પરંપર ફળ મોક્ષ અને અનંતર ફલ રિદ્ધિ સિદ્ધિ દેવલોક તે ધર્મ જેને કરવો હોય તેણે આ ત્રણ હેતુ આરાધવા જરૂરી છે. જે મનુષ્ય આ પ્રમાણે હેતુઓને સમજી આરાધન કરશે તે આ ભવ, પરભવ સુખ સામગ્રી પામી પરંપરાએ મુક્તિપદને પામશે.
(પૂજ્યપાદ શાસન સંરક્ષક આગમોદ્ધારક આચાર્યદેવેશ મુંબઈથી વિહાર કરી ફાગણ વદ ૨ ના રોજ છાણી પધારેલ છે. તે પ્રસંગે અપાયેલ વ્યાખ્યાન અત્રે અપાય છે.)
___ संयमात्मा श्रयेच्छुध्धोपयोगं पितरंनिजम्
धृतिमम्बां च पितरौ तन्मां विसृजतं ध्रुवम् “અમે સંસારી છીએ” એમ કહી સંસારીઓ પાપ કર્મનો બચાવ કરે છે. ઘર છોડ્યા વગર સાધુપણું શાસ્ત્રકારોએ અને કુદરતે પણ સ્વીકાર્યું જ નથી.
પરિણામ-પ્રવૃત્તિ અને પ્રતિજ્ઞાનું પારમાર્થિક અવલોકન. જીવ રખડે છે શાથી?
શાસ્ત્રકાર મહારાજા મહોપાધ્યાય શ્રીમાનું ન્યાયાચાર્ય યશોવિજયજી મહારાજા ભવ્ય જીવોના ઉપકાર માટે આગળ સૂચવી ગયા કે આ જીવ અનાદિકાળથી રખડ્યા કરે છે. કોઈ વ્યક્તિ રખડવા ઇચ્છે છે? ના. કોઈ પણ વ્યક્તિ સંસારમાં રખડવા ઇચ્છતો નથી, રખડવાનું સારું જાણી રખડવા માગતો હોય તેમ કોઈ જીવ નથી. તો પછી રખડવું બને છે શાથી? પ્રથમ તો રખડવું કહેવાય કોને?