SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ શ્રી સિદ્ધચક્ર તા. ૨૬-૩-૩૩ સમાધાન- કોઈ પણ છવસ્થ, તીર્થકરને વંદના કરવા માટે સામાન્ય કેવળીને કહે તો પ્રાયશ્ચિત્તનો ભાગી થાય તો પછી ભૂષણ તો હોય જ શાનું? શ્રી ગૌતમસ્વામીજીએ કેવળી થયેલા તાપસીને શ્રી મહાવીરભગવાનને વંદના કરવાનું કહ્યું તે વખતે ભગવાને કહ્યું કે હે ગૌતમ ! કેવળીની આશાતના ન કર !” આશાતના થયાનું સાંભળી ગૌતમ સ્વામીએ મિથ્યાદુષ્કત દીધો એ પ્રસિદ્ધ છે. પ્રશ્ન ૩૧૮- ક્ષાયિક ભાવનો ધર્મ આવ્યા પછી ક્ષાયોપથમિક ભાવના ધર્મનું શું થાય ? સમાધાન- ક્ષાવિકભાવનો ધર્મ આવ્યા પછી ક્ષાયોપથમિક ભાવના ધર્મને છોડી જ દેવા પડે ! તે માટે શાસ્ત્રમાં પણ કહેવું છે કેधर्मास्त्याज्याः सुसंगोत्थाः, क्षायोपशमिका अपि । प्राप्य चन्दनगंधाम, धर्मः संन्यासमुत्तमं ॥१॥ અર્થ- ક્ષાયોપથમિક એવા સારા સંગથી થયેલા ધર્મો પણ ઉત્તમ ચંદનની ગંધ જેવા ઉત્તમ (ક્ષાયિક) ધર્મસંન્યાસને પામીને છોડવાલાયક થાય છે. પ્રશ્ન ૩૧૯- વિનય વિના પાળેલી અહિંસા અને કથન કરેલ સત્ય મોક્ષ આપી શકે કે નહીં? સમાધાન- ના, વિનયરહિતપણે કરેલી અહિંસા તથા કથન કરેલું સત્ય કોઈપણ દિવસ મોક્ષ તો આપે જ નહીં, પણ માત્ર પૌદ્ગલિક સુખોને આપે છે. અરિહંતાદિકના કથનની સત્યતા ને તેની મોક્ષહેતુતા માની વિનયવાન્ બને તે જ મોક્ષ પામે. પ્રશ્ન ૩૨૦- તીર્થંકર નામકર્મ શી રીતે વેદાય? ને જો દેશના દેવાથી વીર્થકર નામકર્મ આપે છે તો, તીર્થંકરની દેશના પર ઉપકાર કરનારી છે એમ કહેવાય છે શા માટે ? સમાધાન- “ગન્નારું થર્મલાર્દિ તીર્થંકર નામકર્મ અગ્લાનિએ ધર્મદેશના દેવા આદિથી વેદાય. તીર્થંકરની દેશના પોતાના આત્માના એકપણ ગુણમાં લગીર પણ વધારો કરતી નહીં હોવાથી તીર્થંકરની દેશના પર ઉપકારિણી કહેવાય છે. પ્રશ્ન ૩૨૧- કર્મની ૧૫૮ પ્રકૃતિઓમાં બંધમાં અને ઉદયમાં શુભ કઈ? સમાધાન- કર્મની ૧૫૮ પ્રકૃતિઓમાં તીર્થંકર નામકર્મ ૧ આહારશરીર ૨ અને આહારક અંગોપાંગ ૩ એ ત્રણપ્રકૃતિઓ બંધમાં અને ઉદયમાં શુભ છે; બીજી બધી પ્રવૃતિઓ ઉદયમાં કેટલીક શુભ અને અશુભ છે. પણ બંધ વખતે તે બધી ઔદયિક ભાવથી બંધાય છે ને જિનનામ તથા આહારક દ્રિક તો સમ્યકત્વ ને સંયમથી બંધાય છે ને પરોપકારે વેદાય છે. પ્રશ્ન ૩૨૨- જગતમાં એવું કોઈ સ્થાન છે કે જ્યાં એક પણ વખત આ જીવે જન્મ મરણ ન કરેલ હોય? સમાધાન- ત્રણે જગતમાં વાલના અગ્રભાગ જેટલું પણ કોઈ સ્થાન નથી કે જ્યાં આ જીવે અનન્તી વખત જન્મ મરણ કરેલ ન હોય.
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy