________________
૨૬૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૩૩
श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः
આગમોદ્ધારકની અમોઘ દેશના.”
(નોંધઃ- શ્રી છાયાપુરીના ઉપાશ્રયમાં ચાલુ વર્ષના ફાગણ માસમાં પ્રવેશ મહોત્સવ પ્રસંગે પૂ. આગમોદ્ધારક આચાર્યદેવે આપેલી આ દેશના રોચક, મનનીય તેમજ આરાધકોની આરાધનામાં અનેરો ઉત્સાહ ઉત્પન્ન કરનારી હોવાથી અત્રે અપાય છે. તંત્રી.)
) ધર્મનું ફલ-સ્વરૂપ અને હેતુઓ - બાલ દીક્ષિતમાં શાસ્ત્રકાર મહારાજાએ કેવી સમજ સૃષ્ટિ સમક્ષ મૂકી છે?
બાલ મનકમુનિની દીક્ષાનો અનુપમ પ્રસંગ. ધર્મના હેતુ, સાધુ-ભક્તિ, મૈત્રીભાવના, અને મમત્વનો ત્યાગ.
ભોગી ભરમાવે છે કે ત્યાગી? साधु सेवा सदाभक्तया मैत्री सत्त्वेषु भावतः ।
आत्मीय गृह मोक्षश्च धर्महेतु प्रसाधनः ॥१॥ દુનિયાના તમામ જીવો ધર્મી કહેવડાવવા ઇચ્છે છે.
શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપદેશ કરતાં થકી જણાવે છે કે આ જગતમાં ધર્મ એ સર્વ આસ્તિકોને ઈષ્ટ છે. કોઈપણ આસ્તિકને ધર્મ અનિષ્ટ નથી. શાથી? જગતમાં નિયમ છે કે જે વસ્તુ ઈષ્ટ હોય તેના જુઠા શબ્દો પણ સારા લાગે છે. એક ચપટી લોટને માટે બ્રાહ્મણ બાઈને કહે છે કે અખંડ સૌભાગ્યવતી થાઓ, ભાઈને કહે કે દીકરાના ઘેર દીકરા હોજો. જો કે બ્રાહ્મણના કહેવાથી કાંઈ થવાનું નથી પણ છતાં મન ખુશી થાય છે અને લડતાં-ઝઘડતાં કોઈ ગાળો દે અને તે ગાળ સાંભળનાર એટલું તો જરૂર માને છે કે તેના કહેવાથી કાંઈ થવાનું નથી, તેણે ગાળમાં ચહાય જો કહ્યું, પણ થવાનું નથી એ ચોક્કસ સમજે છે છતાં આંખો લાલ કેમ થાય છે? તેનું કારણ એ જ છે કે મનગમતા પદાર્થના જુઠા શબ્દો પણ વહાલા અને અનિષ્ટ પદાર્થના સાચા શબ્દો પણ અળખામણા લાગે છે. તેવી રીતે એક મનુષ્ય ધર્મ કરતો હોય, કે ન કરતો હોય ધર્મ તેના દિલમાં વસ્યો હોય કે નહીં પણ ધર્માત્મા કહ્યો કે તે ખુશ થઈ જશે. બીજો માણસ ધર્મિષ્ઠ હોય ધર્માત્મા હોય પણ પાંચ માણસોએ મળી પાપી કહ્યો કે નાખુશ થાય છે. જો કે ધર્માત્મા કહેવાથી ધર્માત્મા કે પાપી કહેવાથી પાપી થઈ જતો નથી છતાં ધમી કહેતાં ખુશ અને પાપી કહેતાં નાખુશ કેમ? કહો કે ધર્મ ઈષ્ટ છે અને પાપ આપણને તથા સાંભળનારને પણ અનિષ્ટ છે.