________________
૨૬૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૩૩ જૈનોની વસ્તીવાળાં મુખ્ય શહેરોમાં વર્ધમાન તપખાતું હોય છે ત્યાં વર્ધમાન તપની ઓળી આદરનારા પુણ્યાત્માઓ ખરેખર એ પરિવર્તનના પરમાણુઓનો અમોઘ પ્રચાર કરી રહ્યા છે. | શ્રી વર્ધમાન આચામામ્લ તપથી સંસ્કારમાં કેટલું પ્રબળ અને પ્રગતિમાન પરિવર્તન થાય છે. એ ઘણાએ પુણ્યવાન આત્માઓએ એને સેવતાં સેવતાં ચારિત્રને મેળવીને પ્રત્યક્ષ અનુભવ્યું છે ! શ્રી વર્ધમાન તપને આરાધનાર ટોળીમાંથી સારી સંખ્યામાં દીક્ષિત થયેલાઓ આજે પૃથ્વીતલને પાવન કરી રહેલ છે. આહાર લેતા અણાહારી બનાતું નથી એ સિધ્ધ હોવા છતાં પણ એ જ અણાહારી પદની સાધના, આહાર લેવાની ઈચ્છાવાળાઓ પણ એ મહામંગળકારી શ્રી વર્ધમાન આચામાન્સ તપને સેવીને પણ કમે સાધી શકે છે. એ તો એ તપનો પ્રગટ પ્રભાવ છે. આવા ઉત્તમ તપના (મનુષ્યભવ પામ્યા બાદ) આરાધનથી કયો મુમુક્ષુ વિમુખ રહે ?
મહા પરાક્રમી પાંડવોએ પણ પોતાના પૂર્વભવમાં આ તપની આરાધના કરી હતી.
મગધ દેશના પરમ પરાક્રમી રાજા શ્રેણિકની મહાસેન કૃષ્ણાએ પણ આ તપને આદર્યો હતો. શ્રી ચંદ્રકુમાર પણ આ તપના જ આરાધક હતા. શાસ્ત્રમાં એવા દૃષ્ટાંતો પારાવાર છે. અસ્તુ ! એકવાર જિંદગીના મોટા ભાગ પર્યત ચાલતા, આવી સુંદર યોજનાવાળા આ તપનો આદર થાય તો ખચિત માનો કે બેડો પાર છે !
જેનો પાયો નંખાય એ મકાન વહેલું મોડું ચણાવાનું જ; એ જ રીતે આ તપનો પાયો પાંચ ઓળી (લાગટ) કરવાથી નંખાય છે. પાયો નાંખી જુઓ એટલો સ્વાદ તો ચાખી • જુઓ.
શ્રી વર્ધમાન સ્વામીના વિજયવંતા શાસનમાં, આગળ વધવું હોય, પ્રગતિની જ અપેક્ષા હોય તો શ્રી વર્ધમાન તપની આરાધના શરૂ કરો ! - દેવવશાતુ દિલ ડગુમગુ થતું હોય તો છેવટ અવારનવાર જેમ બને તેમ વધારે સંખ્યામાં આયંબિલ કરવાનો અભ્યાસ જરૂર પાડવો કે જે અભ્યાસ શ્રી વર્ધમાન તપ કરવાની સ્વયમ્ પ્રેરણા કરશે.