________________
૨૬૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૩૩ •••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••• ખરી, પણ કેવળજ્ઞાન, કેવળદર્શન ક્યારે પ્રગટ્યાં ? એ ત્રિજગનાથે પણ પરમ તપ આદર્યો ત્યારે ! કેવળજ્ઞાન કેવળ દર્શન યથાખ્યાત ચારિત્રને પ્રગટાવનાર તપ પોતે જ છે.
આત્માનો સ્વભાવ અણહારી છે છતાં અનાદિથી આહારમાં રચ્યોપચ્યો રહેવાથી જ એ અથડાઈ રહ્યો છે. એ અથડામણી ટાળવા સારું સંસ્કારના પરિવર્તનની પરમ આવશ્યકતા છે. અર્થાત્ આત્માએ ક્રમસર તપનો અભ્યાસ કરવાની જરૂર છે. આયંબિલ તપ એ જૈનદર્શનમાં સુપ્રસિદ્ધ તપ છે. ઉપવાસમાં જ્યારે આહારનો સર્વથા ત્યાગ છે જ્યારે આયંબિલમાં આહાર લેવાનો છે, પણ તે કેવો ? વગઈ તેમજ મસાલાઓ વગરનો ! અર્થાત્ નિરસ આહાર લેવાનો છે, એક દૃષ્ટિએ રસવૃદ્ધિ ટાળવા માટે અમોઘ તપ આયંબિલ જ છે. ઘણી વખત એવું પણ જોવામાં આવે છે કે કેટલાક ઉપવાસો કરશે પણ આયંબિલ કરતાં અચકાશે; અને એનું કારણ રસલૌલુણ્ય !
વર્ષમાં છ અઠ્ઠાઈઓમાં બે શાશ્વતી અઠ્ઠાઈ (ચૈત્ર તથા આસોની ની આરાધના આયંબિલ તપથી જ થાય છે.
કર્મક્ષયાર્થે જૈનદર્શનમાં જોકે અનેક વિધ તપ કરવાના પ્રકારો કહ્યા છે પણ તેમાં શ્રી વર્ધમાન આયંબિલ તપની ખરેખર વિશિષ્ટતા છે કેમકે બીજા તપો કવચિત્ કરવાનાં હોય છે જ્યારે આ શ્રી વર્ધમાન તપ કરવાની યોજના જ નિરાળી છે. બીજાં તપનાં પારણે વાપરવાનું હોય છે જ્યારે વર્ધમાન તપના પારણે ઉપવાસ હોય છે.
પ્રથમ એક આયંબિલ, પછી ઉપવાસ, બે આયંબિલ પછી ઉપવાસ એમ પ્રારંભમાં પાંચ આયંબિલને એક ઉપવાસ તો આ તપનો પાયો નાંખનારે આ તપનો જીવનમાં પ્રારંભ કરનારે લાગટ કરવા જ જોઈએ, તપની પૂર્ણાહુતિ તો સો આયંબિલ અને એક ઉપવાસ થાય છે. જો અઅલિતપણે આ તપ કરવામાં આવે તો ચૌદ વર્ષ ત્રણ માસ અને વિશ દિવસે પૂર્ણ થાય છે કાયમ નિરસ આહાર લેવાથી જીવની અનાદિકાળની રસવૃદ્ધિ ઊડી જાય છે, આથી એ તપના સંસ્કાર ભવાન્તરમાં પણ આત્માન સન્મુખ જ રહે છે. તે તપના પ્રભાવે થતા કર્મક્ષયથી દર્શન તથા જ્ઞાનની પણ શુદ્ધિ થાય છે અને એને લીધે ચારિત્રની આડે આવતાં અંતરાયો પણ સહેજે તૂટે છે. આ તપને અંગે શ્રી જિનેશ્વરદેવની પૂજા, પ્રતિક્રમણ, પડિલેહણ દેવવંદનાદિ પણ ચાલુ હોય છે એટલે કહોને કે જીવનનું પરિવર્તન કર્ય ધમધોકાર ચાલે છે! કહે છે કે પરિવર્તનની આવશ્યકતા છે. વાત પણ ખરી છે. આત્મા બહુ ભટક્યો, હવેય પરિવર્તન ન ઇચ્છે ? શ્રી વર્ધમાન આચામામ્સ તપ ખરેખર અભુત પરિવર્તન પ્રગટાવે છે.