________________
૨૬૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૩૩ ખાવત પરત મોક્ષ જે માને તે સીરદાર બહુ જટમાં
તપ કરીએ સમતા રાખી ઘટમાંશ્રી નવપદજીમાં પ્રથમ પાંચ પદે બિરાજમાન શ્રી પંચપરમેષ્ઠિ છે, કે જેનાથી પછીના ચાર પદ અભિન્ન છે, કેમકે ગુણ વિના ગુણી હોઈ શકે નહીં. પછીના ચાર પદ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ છે.
સમ્યગુદર્શન વિનાનાં જ્ઞાન, ચારિત્ર અને તપ મિથ્યા છે, એ વિનાનાં તેઓ મુક્તિને માટે નથી થતા બધે સંસારને માટે થાય છે અને માટે જ એ શુદ્ધ સમ્યગદર્શનની પ્રાપ્તિ પછી તો અનાદિકાલથી રખડી રહેલા, ચારે ગતિના ચક્કરમાં ઊંચે નીચે આડે અવળે પટકાઈ રહેલા જીવનો સંસાર મર્યાદિત થઈ જાય છે કેમકે સમ્યગ્ગદર્શન સંયુક્ત જ્ઞાન, ચારિત્ર અને તપ એ ત્રણેય સમ્યક્ છે, આ બધીયે વાત ખરી પણ આવા સમ્યગદર્શને પણ ક્યું શું ? માત્ર સંસારમર્યાદિત કર્યો ! પણ પછી ?
વળી, જ્ઞાન પણ કાંઈ ઓછું ઉપયોગી નથી. શેય, હેય, અને ઉપાદેય જણાવનાર સમ્યકજ્ઞાન જ છે, આમ જાણ્યું તો ખરું પણ વર્તન વિના કાંઈ વળે ? દુનિયાદારીમાં પણ જોઈએ છીએ કે હુન્નર આદિ સારી રીતે જાણવા છતાં તેનો ઉપયોગ ન કરનાર એદીઓ ભૂખે મરે છે ! જ્ઞાની તેનું જ નામ કે જે જાણે તેનો અમલ કરે ? સાચ પાને વિરતી જ્ઞાનનું ફળ જ વ્રત છે, અર્થાત્ ચરિત્ર છે.
દર્શન હોય, જ્ઞાન હોય પણ ચારિત્ર ન હોય તો મનમાં પરણ્યા અને મનમાં રાંડ્યા, એ કહેવત જેવું થાય! વેઢા ઉપર નફાના આંકડા મૂકનારા વાયડાઓ તો જગતમાં ઘણાએ છે પણ નફો તો તે જ ગાંઠે બાંધે કે જે વેપાર ખેડે; ચારિત્ર કહો, સંયમ કહો, સર્વવિરતિ પરમેશ્વરી પ્રવ્રયા કે ભાગવતી દીક્ષા જે કહો તે પણ એના વિના કાર્યસિદ્ધિ નથી. મનુષ્ય જીવન વિના ચારિત્ર નથી. શ્રી નવપદજીમાં વિરાજમાન પાંચે પરમેષ્ઠી સર્વવિરતિ છે. ગર્ભથી જ મતિ શ્રુત, અવધિ ઊંચા પ્રકારના જ્ઞાન ધરાવનાર તથા પોતાની તદ્ભવે મુક્તિ નિશ્ચિત જાણનાર શ્રી તીર્થકર દેવાધિદેવોએ પણ ચારિત્રનો સ્વીકાર કર્યો જ છે. ચોથું મન:પર્વ જ્ઞાન ચારિત્ર અંગીકાર કર્યા પછી જ પ્રગટે છે. આત્માને સંસારમાં રખડાવનાર હોય તો કર્મજ છે. આત્મા કર્મના ભારોભાર લદાયેલો છે એટલે એમાંથી છૂટવાને માટે પ્રથમ આવશ્યક એ છે કે નવાં કર્મોના ભારથી બચવું. ચારિત્ર જ એ કામ બરાબર કરે છે અર્થાત્ કર્મને આવવાનાં દ્વાર તમામ તે જ બંધ કરે છે.
પણ આટલેથી પતતું નથી. અત્યાર સુધી એકઠો કરેલ કર્મનો ગંજાવર જથ્થો, નથી તો દર્શનથી દૂર થાય તેમ, નથી તો શાનથી ગળી જાય તેમ, કે નથી ચારિત્રથી એનો ચૂરો થાય તેમ ! કર્મના એ ગાઢ સમૂહને બાળીને ભસ્મીભૂત કરવાનું અનન્ય સામર્થ્ય માત્ર તપમાં જ છે. શ્રી તીર્થંકર દેવે ચારિત્ર લીધું પણ તપ કરવા જ ને ? અર્થાત્ યથાર્થ તપ ચારિત્ર જીવનમાં સુસાધ્ય છે. ચારિત્ર લીધા પછી શ્રી તીર્થંકરદેવને મન:પર્યવજ્ઞાન પ્રગટ્યું એ વાત