________________
સિદ્ધચક્ર.
(પાક્ષિક)
ઉદેશ વાર્ષિક લવાજમ રૂા. ૨-૦૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ આ પાક્ષિક પત્ર મુખ્યતાએ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે :' તુર્મસાનુfમ સર્વસંપત્તિ સાથો
आगमोपनिषद्भूतं सिद्धचक्रं सदाऽऽद्रिये ॥१॥ ભાવાર્થ:- દુષ્કર્મોને ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક,
આગમોના સારભૂત શ્રી સિદ્ધચક્રનો સર્વદા આદર કરું છું. “આગમોદ્ધારક.”
પ્રથમ વર્ષ અંક ૧૨ મો
૨
મુંબઈ, તા. ૨૬-૩-૩૩, રવિવાર.
ફાગણ વદ ૦))
વિીર સંવત્ ૨૪૫૯ વિક્રમ , ૧૯૮૯
શ્રી વર્ધમાન તપની વિશિષ્ટતા ! ( શ્રી) જીનેશ્વર દેવ પ્રરૂપિત જૈન દર્શન એટલે સર્વોત્કૃષ્ટ ત્યાગ દર્શન ! મુક્તિના અર્થી A B મનુષ્ય માત્રનો બંધનનાં કારણોનો ત્યાગ કર્યા વિના છૂટકો જ નથી. માયાનાં બંધન
અનેક પ્રકારનાં છે. અનાદિકાલથી અદ્યાપિ પર્યત આત્માની અથડામણ એને જ
આભારી છે. ખાવું પીવું અને વિષયોમાં મશગુલ રહેવું, એને અંગે કષાયોના નશાથી ચકચૂર બનવું અને પરિણામે ભયંકર ભવાટવીમાં પરિભ્રમણ કરવું. આ પ્રવૃત્તિ ચાલુ રહે ત્યાં સુધી મુક્તિ મળે ક્યાંથી? પ્રાપ્ત કરવું છે અણાહારીપદ અને પ્રવૃત્તિ ચાલુ રાખવી છે આહાર લેવાની, રસ લોલુપ્ય સેવવાની ? જૈન દર્શન સાફ સાફ ફરમાવે છે કે ખાતાંપીતાં, અમનચમન ઉડાવતાં મુક્તિ નહીં જ મળે ! પંડિત શ્રી પદ્યવિજયજી મહારાજ પણ સ્વ-રચિત પૂજામાં તત્કસંગે કહે છે કે :