________________
,
,
,
,
,
,
,
૨૭૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૩૩ ધર્મ ઇષ્ટ હોવા છતાં અધર્મ દુનિયામાં કેમ ચાલે છે?
આ ઉપરથી આર્ય પ્રજામાં મનુષ્ય માત્રને ધર્મ વહાલો એ વાત ચોક્કસ છે તો જગતમાં ધર્મને નામે અધર્મ ચાલે છે કેમ? સર્વ ઠેકાણે ધર્મ પ્રવર્તવો જોઈએ. આપણે જોઈ ગયા તેમ આર્ય પ્રજાને ધર્મ વહાલો અને અધર્મ અળખામણો છે માટે અધર્મને પણ અધર્મને નામે નથી લેતા પણ ધર્મને નામે ચલાવાય છે. દૃષ્ટાંત તરીકે નાના બચ્ચાઓ દૂધ શરીરને પોષણ કરનાર સાંભળી, દૂધ માટે રડે છે પણ તેનું સ્વરૂપ તેને માલમ નહીં હોવાથી ખરસાડી, થરીયા કે આકડાના દૂધનો પ્યાલો ભરેલો હોય તે પીવા લાગે છે. તે દૂધ સમજીને પીએ છે પણ પરિણામ શું? હેરાનગતી કે બીજું કાંઈ ! દૂધ નામ પકડવું પણ તેનો મુદો વિચાર્યો નથી, તેથી પરિણામે નુકસાન કરનાર આંકડા, યુરીયાનું દુધ પીવે છે, તેવી રીતે તેણે ધર્મને પકડ્યો પણ તેના હેતુ ફલ અને સ્વરૂપને સમજ્યો નથી. તે મનુષ્ય ધર્મ ધર્મ પોકારીને લેવા જાય તેના હાથમાં શું આવે? દૂધ પોકારીને દૂધ ઓળખ્યા સિવાય લેવા જાય તેવી રીતે ધર્મના હેતુ ફળ-સ્વરૂપ નથી સમજતો તે ધર્મ શું કરી શકે? ધર્મનું ફળ શું?
' હવે ફળથી આપણે વિચાર કરીએ. બધી પ્રવૃત્તિ ફલને ઉદેશીને જ થાય છે. ફળ બે પ્રકારનું હોય છે. (૧) પરંપર (૨) અને અનંતર ધર્મનું પરંપર ફળ મોક્ષ છે. કર્મક્ષય, સંવર, નિર્જરા, મોક્ષ એ બધાં પરંપર ફળ ધર્મનાં છે. અનંતર ફળ ક્યું ? ધનની ઇચ્છાવાળાને ધન, સુખની ઇચ્છાવાળાને સુખ દે છે. દેવલોકની પ્રાપ્તિ આદિ અનંતર ફળ છે. બાળજીવોને આ ફળ તરફ લક્ષ્ય રહે તેથી શ્રી શäભસૂરિ મહારાજ પોતાના પુત્ર શિષ્ય મનકમુનિ આઠ વર્ષના બાળકને આરાધના કરાવવા સારું દશવૈકાલિકની રચનામાં ધર્મના ફળ તરીકે સેવાવિત નમંતિ કરૂ થને તથા મો. મનકમુનિનો દીક્ષા પ્રસંગ.
અહીં બાલમુની મનકનો દીક્ષા પ્રસંગ બહુ સમજવા જેવો છે. આઠ વર્ષની વયે દીક્ષા થાય છે. આઠ વર્ષના બાળકને સાધુપણું કોણે લેવરાવ્યું તે વિચારો. માતાને ઠગી પોતાના ગામથી સાઈઠ માઈલ દૂર છોકરો ગયો. છોકરો રાજગૃહથી ભાગલપુર ગયો. જેઓએ આ યાત્રા કરી હશે તેને માલુમ હશે કે બન્ને વચ્ચે અંતર ૬૦ માઈલ છે. ભોગી ભરમાવે છે કે ત્યાગી?
બાળક પોતાની માતાને પૂછે છે કે, મારો બાપ ક્યાં? તેની માતા ધર્મષી બની છે, અને કહે છે કે લુચ્ચા-પુતારા સાધુએ તારા બાપને ભોળવ્યો છે. આ શબ્દો શય્યભવની સ્ત્રીના છે. લુચ્ચાધુતારા સાધુઓએ ભરમાવીને તારા બાપને સાધુ છે. ધ્યાન રાખજો કે સંસારના પિપાસુઓ ત્યાગ ત્રીસ વર્ષે અંગીકાર કરે તેને પણ ભરમાવ્યો જ ગણે. શäભવસૂરિની ઉમ્મર ત્રીસ વર્ષની છે તો પણ ભરમાવ્યાનું કહે છે અને તે પણ દીક્ષા થઈ ગયા પછી આઠ વર્ષની મુદતે-શäભવસૂરિની દીક્ષા વખતે મનકજી ગર્ભમાં હતા. પછી જન્મ થયો છે. દીક્ષા લીધા પછી આઠ વર્ષ થયાં છતાં રોષ શમાયો નથી.