SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૧ શ્રી સિદ્ધચક્ર તા. ૧૨-૩-૩૩ બચવા માટે શું કરવું એનો સ્વપ્નમાંયે વિચાર સરખો પણ ન થાય તો ત્યાં “ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા જેવું નહીં તો બીજું શું? પ્રશ્ન ૩૧૧- ધર્મ કરવા માટે મળેલી સામગ્રીનો ઉપયોગ નહીં કરતાં “આવતા ભવમાં ધર્મ કરીશું' એવી ઈચ્છા રાખવી એ બિના ધર્મશાસ્ત્ર અને નીતિથી સંગત છે કે વિરુદ્ધ ? સમાધાન- પ્રાપ્ત થયેલી ઉત્તમ સામગ્રીનો ઉપયોગ કરવા ઉજમાલ થાય નહીં અને ધર્મ કરવાની ઈચ્છા આવતા ભવમાં ધરાવે એ ઇચ્છા જ નીતિ અને ધર્મથી વિરુદ્ધ છે, કારણ કે નીતિકારો પણ કહે છે. यो ध्रुवाणि परित्यज्य, अधुवं परिषेव । ध्रुवाणि तस्य नश्यन्ति, अध्रुवं नष्टमेवच ॥ જે નિશ્ચિત વસ્તુ (ધર્મ) ચાલુ ભવમાં સ્થિર એવાને છોડી દઈને અનિશ્ચિત વસ્તુઓને સેવે છે અર્થાત્ ભવિષ્યમાં ધર્મ કરીશું એ ઈચ્છાથી નાશ પામનારી પૌલિક અસ્થિર વસ્તુઓમાં રાચ્યો માચ્યો રહે છે તે ખરેખર આ ભવમાં કરવાના ધર્મથી અને ભવિષ્યમાં આરાધના વિના ધર્મ મળશે કે નહીં એનો નિશ્ચય ન હોવાથી બંનેથી ભ્રષ્ટ થાય. પ્રશ્ન ૩૧૨ જિન કેટલા પ્રકારના છે ? સમાધાન- જિન ચાર પ્રકારના છે ૧. પ્રથમ ઋતજિન તે દશ પૂર્વધરથી ચૌદ પૂર્વધર સુધીના મુનિઓ, ૨ દ્વિતીય અવધિજિન તે અવધિજ્ઞાનવાળા મુનીશ્વરો વગેરે ૩ તૃતીય મન:પર્યવજિન તે વિપુલરૂમતિ મનઃ પર્યવજ્ઞાનના ધારક, વિશુદ્ધ ચારિત્રધર શ્રમણ નિગ્રંથો, ૪ ચતુર્થ કેવળીજિન તે સામાન્ય કેવલીઓ કહેવાય. પ્રશ્ન ૩૧૩- તીર્થંકરો જિનેશ્વર શા માટે કહેવાય છે? સમાધાન બિનાની મિનેષુ કા ફ્રેશ રતિ જિનેશ) ચાર પ્રકારના જિનોમાં ચોત્રીશ અતિશયને પાંત્રીશ ગુણયુક્તવાણીવાળા હોવાથી ઈશ્વર તે જિનેશ્વર કહેવાય. - - * *
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy