SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ શ્રી સિદ્ધચક્ર તા. ૧૨-૩-૩૩ સુધા-સાગર જે (નોંધઃ-સકલ શાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સાવી. આગમના અખંડ અભ્યાસી આગમોદ્ધારક પૂ. શ્રી જે » આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમ દેશનામાંથી કેટલાક ઉદ્ભૂત કરેલ સુધા સમાન વાક્ય બિંદુઓનો સંગ્રહ ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અત્રે અપાય છે. સંગ્રાહક ચંદ્રસાગર) ૩૧૨ વિધવા અને મરણના પ્રમાણની સાથે પતિત સાધુઓના આંકડાની સરખામણી કરનાર શાણા સજજનો હાલની દીક્ષાપ્રવૃત્તિમાં અટકાવવા જેવું લેશભર નથી એમ હૃદયથી કબૂલ કરે છે. ૩૧૩ “તૂટતું એવું વ્રત પણ ભવિષ્યમાં ભાવ પ્રત્યાખ્યાનનું કારણ છે,” એ અક્ષરો વિવેકીઓએ પોતાના હૃદયપટ પર આલેખવા જોઇએ. ૩૧૪“વ્રત ન લે તે પાપી અને વ્રત લઈને ભાંગે તે મહાપાપી” આવું કથન વ્રત નહીં કરવાની પુષ્ટિ માટે નથી પણ લીધેલાં વ્રતો શુદ્ધ બુદ્ધિથી પાલન કરવા માટે છે. ૩૧૫ વ્રતની તદ્ન વંચિત રહેનારા તેમજ કર્મસંયોગે વ્રતાદિકથી પતિત થનાર આત્માઓને વ્રતારૂઢ કરવાનું કાર્ય ન કરતાં હલકા પાડવાનું સાહસ કરનારાઓ પ્રભુમાર્ગથી સદંતર અજાણ છે. ૩૧૬ “વિશ્વસાવાતી તે પાપી” આ કહેવતને કથન કરનારાઓ, સર્વે પરમાર્થથી પીછાણી શકતા નથી. ૩૧૭ “વિશ્વાસઘાતી મહા પાપી” આ કહેવતને અનુસરી બિલકુલ કોઇને વિશ્વાસ આપવો જ નહીં એવી કાર્યવાહી કરનારો જગતમાં શોધ્યો પણ જડશે નહીં. ૩૧૮ અધર્મ વળેલા આત્માઓ લોકોત્તર સમાજના શ્રેષ્ઠ નાવને નિહાળી શકતા નથી. ૩૧૯ સમજણપૂર્વકનાં સ્નેહલગ્નો તોડનારા અને જોડનારા, સમજણપૂર્વક ભાગીદારી કરીને સેંકડો નાસીપાસીનો સૂર કાઢનારા સંયમના અસ્મલિત માર્ગની આડે પતનના નામે આવે છે તેઓ વાસ્તવિક વ્યવહારુ રીતિ નીતિને પણ જાણી શકતા નથી. ૩૨૦ પડવાની બીકે નહીં જ ચઢનારા કલ્યાણ સ્થાનમાં નહીં હોવાથી વંધ્યાપુત્રવત્ છે.
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy