________________
૨૬o .
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૩-૩૩ સાથે અન્ય કોઈ જીવને મન:પર્યવ થઈ જાય એવો નિયમ કોઈ પણ ગ્રંથમાં નથી, પણ કોઈને થાય જ નહીં એમ કહેવાય નહીં. કારણ કે ચારિત્રને મન:પર્યવને એકીકાલે
પ્રાપ્તિ પણ આવશ્યકાદિમાં કહી છે. પ્રશ્ન ૩૦૭ કષાય, હિંસા તથા મૃષાવાદને ક્યારે ગણી શકાય? સમાધાન- જે કષાય ધર્મની ધગશથી દેવ, ગુરુ અને ધર્મ (શાસન) ઉપર થતા આક્રમણોને
અટકાવવા બલ્લે દેવાદિને બચાવવા થાય તે સારા પરિણામ સંબંધવાળો હોવાથી ખુશીથી પ્રસસ્ત કષાય ગણી શકાય. તેવી જ રીતે જિનપૂજા આદિકમાં પાણી આદિકના જીવોની જે હિંસા થાય છે તે પણ જિનેશ્વર મહારાજની પૂજા સર્વત્યાગ (ચારિત્ર)ના મુદાએ કરાતી હોવાથી દેખીતી હિંસા છે છતાં પણ પ્રશસ્ત હિંસા ગણાય. મૃગ આદિકને બચાવવા માટે જે મૃષાવાદ બોલાય તે પ્રશસ્ત મૃષાવાદ ગણાય. પણ ધ્યાનમાં રાખવું કે જેમ લાગણીને નિર્જરા સાથે ન્યૂનાવિકપણે સંબંધ છે તેમ આ પ્રાસંગિક કષાય હિંસાને
મૃષાવાદની સાથે ચૂનાધિકપણે નિર્જરા સાથે સંબંધ નથી. પ્રશ્ન ૩૦૮- ક્ષાયિક સમ્યકત્વવાળો જ જઘન્યથી કેટલે ભવે મોક્ષે જાય ? સમાધાન- ગુણસ્થાનકમારોહ ગ્રંથમાં પણ લખે છે કે જધન્યથી ક્ષાયિક સમ્યકત્વવાળો તે ભવે મોક્ષ
જાય ને ઉત્કૃષ્ઠથી જુગલિયામાં જાય તો ચોથે ભવે, ને દેવ ગતી કે નરકમાં જાય તો
ત્રીજે ભવે નરકમાં જાય. પ્રશ્ન ૩૦૯- અખિલ વિશ્વના લોકો મરણથી ડરે છે આ કહેવત સાચી છે ? સમાધાન- દુનિયાના તમામ લોકો મરણથી ડરે જ છે એ વાત પ્રાયસાચી છે, અને પાયા વગરની
પણ છે, કારણ કે એક મરણથી બચવા માટે મરણનો ડર ચાલુ છે, અને અનેક પ્રકારનાં આરંભ સમારંભ સાચાં જુઠાં, ચોરી વિગેરે બધા પાપોથી અનંત મરણ કરવાં પડે છે તેવા કારણો કમર કસીને કર્યો જાય છે, તેથી મરણનો ડર નામ માત્ર છે. એ મરણ વધુ કરવાની વાતની ખબર જ નહીં હોય, પણ જો કોઈ સમજાવે તો પણ કાન આડા હાથ દે !અને સમજેલાઓ મરણની પરંપરા વધે તેવી કાર્યવાહી ધપાવ્યે જ જાય છે, તેથી એક મરણને માટે અનન્ના મરણને એકઠા કરનારા દુનિયાના લોકો મરણથી ડરે છે એ કહેવત નામ માત્રથી અંગીકૃત કરેલી છે. તત્વથી વર્તમાન ભવના જ મરણથી
ડરે છે. પ્રશ્ન ૩૧૦- જગતના જીવોએ મરણની બાબતમાં ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા મૂક્યા છે તે
કેવી રીતે? સમાધાન- એ કથન પણ અહીં જ લાગુ થાય છે. એક આ ભવના મરણથી બચવા માટે અનેક
પ્રકારનાં સાધનો અને તૈયારીઓ લોકોથી રખાય, જ્યારે ભાવિનાં અનન્ત મરણોથી