________________
-
-
-
-
-
૨૫૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૩-૩૩ પાંચ સાધુઓએ એને છોડી (તજી) દીધો. આવી રીતે બીજાઓ પણ તપથી કંટાળીને તપસ્વીઓની નિંદા જ કરે, પણ કર્મક્ષયના અર્થિઓને તો તપસ્યા સિવાય કર્મક્ષયનું પ્રબળ સાધન જ નથી કેટલાક એમ કહે છે કે અમારા આત્મામાં કર્મ છે કે નહીં તે અમને માલુમ કે તમને?' ઊંઘી જાય તે વખત અંધારું છે એ માલુમ છે? જેમ અંધારાના પુદ્ગલો ઉલેચાતા નથી તેવી રીતે કર્મના પુદ્ગલો : પરિણામવાળા લાગેલા છે; તે ઘોર અંધારાને સૂર્યનું બિંબ ક્ષણમાં દૂર કરે છે. હજારો દીપકોથી તે દૂર નહીં થાય દર્શન એ રનદીપક છે, જ્ઞાન પ્રકાશક છે, ચારિત્ર એટલે અશુભથી નિવૃત્તિને શુભની પ્રવૃત્તિ રૂપ સ્થાન છે પણ જુના કર્મ દૂર કરવામાં સમર્થ માત્ર તપ જ છે. ઘોર તિમિર દૂર કરનાર સૂર્ય સમાન તો માત્ર તપ જ છે. સૂર્ય બાર સંક્રાંતિમાં ફરતો હોવાથી જેમ બાર રૂપે માનવામાં આવ્યો છે, તેવી રીતે તપ પણ બાર ભેદ રૂપી બાર અંગને ધારણ કરનારો છે. સૂર્યમાં મોટો અવગુણ છે, જે ચીજ તેના સંજોગમાં આવે તેને તે હારે નહીં પણ તપાવે પણ તપશ્ચર્યારૂપ સૂર્ય કે જે અનશન આદિ બાર ભેદરૂપ ધારણ કરનારો છે તે તો કષાયરૂપ તાપને ખસેડી નાખે છે. આવા તપને તમે હમેશાં આચરો ! આખો દસ્તાવેજ લખો પણ સહી કરાવતાં ભૂલે તેમ પરૂપ દસ્તાવેજમાં નિષ્કષાયપણારૂપ સહીને ભૂલશો નહીં! કષાયરૂપ તાપ વગરનો જ તપ કર્મ ક્ષય માટે કરો, તેમાં અકષાયતારૂપે સહી કરાવવી ભૂલશો નહીં! ક્રોધાદિકષાયો જે, રોકવા છતાં જો જો! નિયાણામાં ફસાઈ જતા નહીં ! જો તેમાં ફસાઈ ગયા તો પણ સહી વગરનો દસ્તાવેજ સમજજો ઐહિક ઇચ્છા વગર, નિયાણા વગર પારલૌકિક પણ પૌદ્ગલિક સુખની ઈચ્છા વગર સૂર્ય જેવા તપનું આચરણ કરો !
એવી રીતે શ્રી નવપદનું આરાધન તલ્લીનપણે કરનાર મુમુક્ષુઓ શાશ્વત સુખને સહેલાઈથી
પામશે.
સમાલોચના
(નોંધઃ- દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નો, આક્ષેપો, અને જિજ્ઞાસાના સમાધાનો અત્રે છે.)
આચાર પ્રકલ્પ એ નીશીથસૂત્રનું બીજું નામ છે, તેમાં અગ્યારમે ઉદેશે દીક્ષા અને વડી દીક્ષાનો અધિકાર છે; તેમાં દીક્ષાને અંગે ૧ ગોચરી, ર અચિત્ત ભોજન, ૩ અસ્નાન, ૪ ભૂમિશપ્યા, ૫ કેશલોચનો અંગિકાર છે બાકી છકાય જીવની રક્ષા વિગેરેની પરીક્ષા દીક્ષા પછી અને વડી દીક્ષા પહેલાં જણાવેલી છે.
વસુદેવહિંડી કરતાં જુદા રૂપે શ્રી નેમિચરિત્રમાં શ્રી કૃષ્ણ મહારાજના પાંચ ભવ કહ્યા છે.